જર્મનીના ઐતિહાસિક ડ્રેસ્ડેન ગ્રીન વોલ્ટ મ્યુઝિયમમાં બારીમાંરી માત્ર ૧ ફૂટની જગ્યા કરી તેમાંની પ્રવેશીને ચોરોએ ગુનાને આપ્યો અંજામ
દુબળા પાતળા ચોરોની એક ગેંગે દુનિયાની સૌથી મોટી ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટનાથી વિશ્વભરમાં ચકચાર મચી ગઈ છે. ચોરોએ જર્મનીના ઐતિહાસિક ડ્રેસ્ડેન ગ્રીન વોલ્ટ મ્યુઝિયમમાંથી લગભગ ૭૮૦૦ કરોડની જ્વેલરીની ચોરી કરી છે. જ્વેલરી હીરાથી બનેલી હતી. માત્ર એક ફૂટની ગેપમાંથી ચોરોએ અંદર ઘુસ્યા હતા. આ ઘટના સોમવાર સવારની છે.
ચોરોએ સૌથી પહેલા આગ લગાવી મ્યુઝિયમના એલાર્મ સિસ્ટમને ફેઈલ કરવાની કોશિસ કરી. ત્યારબાદ તેમણે એક બારીમાં માત્ર ૧ ફૂટની જગ્યા બનાવી. અને તેના સહારે ચોર મ્યુઝિયમમાં ઘુસવામાં સફળ રહ્યા. હાથમાં ટોર્ચ લઈ અંદર ગયા અને લૂંટને અંજામ આપ્યો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, પરંતુ ચોરોનો ચહેરો તેમાં જોઈ નથી શકાતો. જર્મનીના ઐતિહાસિક ડ્રેસ્ડેન ગ્રીન વોલ્ટ મ્યુઝિયમને દુનિયાના સૌથી જુના મ્યુઝિયમ તરીકે ઓળખવામાં આવે છે. એલાર્મ સિસ્ટમ ફેઈલ થવાના કારણે અધિકારીઓને લૂંટની ખબર મોડે પડી હતી.
૧૮મી સતાબ્ધીની ખુબ જ કિંમતી જ્વેલરીના ત્રણ સેટને ચોર લૂંટીને લઈ ગયા. જર્મનીના અધિકારીઓનું કહેવું છે કે, ખુલ્લા બજારમાં આ જ્વેલરી વેચવી અસંભવ હશે. અધિકારીઓ અનુસાર, ચોર કાચના માત્ર એક સેટને તોડવામાં સફળ રહ્યા, જેમાંથી તેમણે ત્રણ જ્વેલરી લઈ લીધી છે. મ્યુઝિયમે ચોરોને અપીલ કરી છે કે, તે જ્વેલરીને બરબાદ ન કરે અથવા તેને ગાળી ના દે. મ્યુઝિયમે કહ્યું કે, તે જ્વેલરી ઐતિહાસિક મુલ્યની છે અને ખુબ મહત્વની છે. લગભગ ૩૦ વર્ષ પહેલા બોસ્ટનના ગાર્ડનર મ્યુઝિયમમાંથી ચોરોએ ૩૫૮૦ કરોડના સામાનની લૂંટ કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે, ત્યારબાદ આ અત્યાર સુધીની સૌથી મોટી લૂંટ છે. પોલીસે ડ્રેસ્ડેન ગ્રીન વોલ્ટ મ્યુઝિયમમાંથી લૂંટના મામલામાં તપાસ શરૂ કરી દીધી છે, અને ચોરો વિશે હજુ સુધી કોઈ જાણકારી નથી મળી. આ પહેલા આ મ્યુઝિયમને સૌથી સિક્યોર મ્યુઝિયમ બતાવવામાં આવી રહ્યું હતું. આ કારણથી હવે પ્રશ્ન ઉઠી રહ્યા છે કે, કેવી રીતે ચોરોની ગેંગે એલાર્મ સિસ્ટમને ફેઈલ કરવામાં સફળતા મળી.