જ્યોતિષે આ ટીમને વર્લ્ડ કપ 2023ની ચેમ્પિયન જાહેર કરી
સ્પોર્ટ્સ ન્યૂઝ
વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે, ઈતિહાસમાં પહેલીવાર ભારત સંયુક્ત રીતે વર્લ્ડ કપ 2023ની યજમાની કરી રહ્યું છે. આ પહેલા ભારતે પડોશી દેશ સાથે મળીને વર્લ્ડ કપની યજમાની કરી છે. જોકે, વર્લ્ડ કપ 2023ની શરૂઆત પહેલા ઘણા ક્રિકેટ પંડિતોએ 2023ની વર્લ્ડ કપ વિજેતા ટીમ વિશે ભવિષ્યવાણી કરી છે. હવે આ યાદીમાં વિશ્વના પ્રખ્યાત જ્યોતિષનું નામ જોડાઈ ગયું છે. આ જ્યોતિષીએ 2011, 2015 અને 2019ના વર્લ્ડ કપ માટે સચોટ ભવિષ્યવાણી કરી છે.
શું ભવિષ્યવાણી કરી ?
વૈજ્ઞાનિક જ્યોતિષ ગ્રીનસ્ટોન લોબોએ આગાહી કરી છે કે વર્ષ 1987માં જન્મેલ કેપ્ટન ભારતમાં આગામી મેન્સ ODI વર્લ્ડ કપ જીતશે. તે આ નિષ્કર્ષ પર પહોંચ્યો કે તાજેતરમાં મોટી રમતગમતની ઘટનાઓમાં 1986માં જન્મેલા ખેલાડીઓ/કેપ્ટનની જગ્યા 1987માં જન્મેલા ખેલાડીઓ દ્વારા લેવામાં આવી છે.
ભારત માટે ભવિષ્યવાણી ફળશે ખરી?
“શાકિબ અલ હસનનો જન્મ 1987માં થયો હતો, પરંતુ બાંગ્લાદેશ એટલું સારું નથી. તો 1987માં જન્મેલા એકમાત્ર કેપ્ટન આપણા જ રોહિત શર્મા છે. તે વર્લ્ડ કપ જીતશે,” લોબોએ દાવો કર્યો.
આ જ્યોતિષે ભૂતકાળમાં પણ વર્લ્ડ કપ વિશે કરી સચોટ ભવિષ્યવાણી કરી
વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિષી ગ્રીનસ્ટોન લોબોએ 2011ના વર્લ્ડ કપમાં ભારતની જીતની ભવિષ્યવાણી કરી હતી, ત્યાર બાદ તેમણે 2015ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને સૌથી મજબૂત દાવેદાર પણ જાહેર કર્યું હતું. આ સિવાય તેણે વર્લ્ડ કપ 2019માં ઈંગ્લેન્ડની સાથે ત્રણ દેશોના નામ પણ રાખ્યા હતા અને ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ 2019માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. તમને જણાવી દઈએ કે છેલ્લી ત્રણ એડિશનમાં તેણે યજમાન ટીમને સૌથી મોટી દાવેદાર ગણાવી છે. હવે ગ્રીનસ્ટોન લોબો વર્લ્ડ કપ 2023માં ભારત વિશે ભવિષ્યવાણી કરશે કે નહીં? તે જોવું રસપ્રદ રહેશે.