લોકો પોતાની રજાઓમાં આવા સ્થળે જવાનું વધુ પસંદ કરે છે જ્યાં શાંતિ અને કુદરતી વાતાવરણ હોય. અને તેના માટે તેઓ કોઈ હિલ સ્ટેશન અથવા સમુદ્ર કિનારે જાય છે. પણ તે ઘણા લોકો આવા એવા હોય છે જે તે જગ્યાઓ પસંદ કરે છે જે તેમના એડવેન્ચર માટે જાણીતા છે અને જુદા જુદા અનુભવો કરે છે. તેથી આજે આપણે એવા એડવન્ચર્સ ટાપુ લઇને આવ્યા છે જે ખૂબ જોખમી અને અજીબગરીબ છે.
જાપાન, રેબિટ આઇરલેન્ડ (સસલાના ઘર)
જાપાનની ઓક્યુનોસહિમા આઇરલેન્ડને રેબિટ આઇલેન્ડ પણ કહેવાય છે. કારણ કે અહીં હજારોની સંખ્યામાં સસલાઓ છે અને તેમની સામે કોઈ બેગ અથવા ખાદ્ય ચીજ લઈ જવું શક્ય નથી. કેટલાક સમય પહેલા જાપાન સૈનિક એક ઝેરીલી ગેસનું પરીક્ષણ કરવા માટે અહીં ઘણા સસલાંઓને લઈ આવ્યા હતા પરંતુ હવે આ આઇલેન્ડ ટુરિસ્ટ રિસોર્ટ માટે પોપ્યુલર બન્યું છે.
સેબલ ટાપુઓ (જહાજો અને જંગલી ઘોડાઓનું ટાપુ)
નોવા સ્કોટિયાથી થોડે દૂર સ્થિત આ ટાપુમાં તમને ઘોડાઓ અને વહાણ જોવા મળશે. 42 કિ.મી. લાંબી અને 1.5 કિ.મી. પહોળા આ ટાપુ પર લગભગ 475 વહાણ અને 400 જંગલી ઘોડાઓ હાજર છે. આ જ કારણથી કેનેડાના 43 મી રાષ્ટ્રીય ઉદ્યાનની જાહેરાત કરવામાં આવી હતી.
ઇટાલી, શાપિટ ઇટાલીયન આયરલેન્ડ
ઇટાલીના આઇસોલ લા ગૌઓલા આયરલેન્ડને શાપિત માનવમાં આવે છે. આ આયરલેન્ડ ખરીદનાર દરેક વ્યક્તિનું મૃત્યુ થાય છે. આ જ કારણથી આ આયરલેન્ડ પર લોકો જવાથી ભય અનુભવે છે. પરંતુ હવે આજ લોકો તો અહીંયા કોઈ પણ ભય વિના ટુરિસ્ટો ફરવા આવે છે .અને અહિયાં ફર્વ આવતા દરેક ટુરિસ્ટોને કોઈ નુકસાન થયું નથી.
ફિલિપિન્સ, વોલકૅન આયરલેન્ડ
લુઝોન સરોવરના કિનારે આવેલું છે ફિલિપિન્સના વોલકૅન આયરલેન્ડ જવાળામુખી આવેલ છે પાણીથી ભરેલો ખાડો એટલે કાલ્ડેરા. વિશ્વના સૌથી મોટા ખડકો માનવામાં આવે છે આ સ્થળ જોવા માટે પણ લોકો પોતાનો જીવ હાથમાં રાખીને આવે છે.
બર્મા,રામ્રિ દ્વીપ(મગરમચ્છનો દ્વીપ)
બર્માની નજીક આવેલ આ ટાપુને ગિનીઝ વર્લ્ડ ઑફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. મગરમોચ્છોથી ભરેલા હોવાના કારણે આ આઇલેન્ડ ખૂબ ભયંકર માનવામાં આવે છે પરંતુ છતાં પણ ટુરિસ્ટ અહીં દૂર દૂરથી આવે છે.