Jamnagar: ગણેશ મહોત્સવને લઈ ઠેર ઠેર ગણપતિજીના પંડાલો બનાવાયા છે. જ્યાં ધાર્મિક ભક્તિ ભાવ સાથે આરતી, અન્નકૂટ સહિતના કાર્યક્રમો ઉજવાય રહ્યા છે. ત્યારે શ્રી દગડુંશેઠ ગણપિત મહોત્સવ દ્વારા 9 મી વખત ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા પ્રયાસ કરાયો છે. બાંધણી અને રાષ્ટ્રધ્વજના રંગના કાપડથી 551 મીટરની વિશ્વની સોથી મોટી હાલારી પાઘડી બનાવાઈ છે. જે હવે ગણપિતજીને પહેરાવી રેકોર્ડ સર્જવામાં આવશે.
શ્રી દગડુંશેઠ ગણપિત મહોત્સવ 28 વર્ષમા જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. મૂર્તિ કંતાન, સફેદ કાપડ, પૂઠાં, વાંસ, સુતરી, રેતી, દોરા, અને અનાજનો ઉપયોગ કરી બનાવવામાં આવેલ છે.મહત્વનું છે કે એઇટ વન્ડર્સ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે જે સતત આઠ ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન મેળવેલ છે. આ વખતે પણ જામનગરનું નામ વિશ્વ સ્થરે રોશન કરવા માટે જામનગરની પ્રખ્યાત બાંધણી અને રાષ્ટ્ર ભાવના લોકોમાં જાગે તે માટે રાષ્ટ્રધ્વજના રંગની 551 મીટરની પાઘડી તૈયાર કરવામાં આવી છે. જે હાલ ગણપતિજીને પહેરાવવામાં આવી રહી છે. વધુમાં 11, 111 લાડુ પણ બનાવાયા છે. જે દાદાને પ્રસાદી સ્વરૂપે ધરીને રેકોર્ડ બનાવવામાં આવશે.
મહત્વનું છે કે એઇટ વન્ડર્સ ગ્રુપ દ્વારા ગયા વર્ષોમાં જેમ કે વર્ષ 2012માં ૧૪૫ કી.ગ્રા. ની ભાખરી બનાવી હતી તેમજ વર્ષ 2013 માં 11,111 લાડુ વર્ષ 2014 માં 51.6 ફૂટની અગરબત્તી તથા વર્ષ 2015 માં ફિંગર પેન્ટિંગ જેમાં ગણેશજી નું પેન્ટિંગ બનનાવ્યું હતું તેમજ વર્ષ 2017 માં સાત ધાન નો ખીચડો બનાવી ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન મેળવ્યું હતું. આ એઇટ વન્ડર્સ ગ્રુપ ગત વર્ષો ની જેમ આ વર્ષે પણ વિશષ્ટ પ્રકારના આયોજન કરવા જય રહ્યું છે. આ વર્ષે વિશ્વની સૌથી મોટામાં મોટી 551 મીટર ની પાઘડી ગણપિતજીને પહેરવામાં આવી રહી છે. તેમજ ગણપિતજીને પ્રસાદ રૂપી મોદક લાડુ બનાવીને ધરવામાં આવશે જે બને રેકોર્ડ સ્થાપીને વિશ્વની અંદર જામનગરનું નામ રોશન કરવામાં આવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા કેવલિસંહ રાણા, દિલીપભાઇ વોરલીયા, નિલેષિસંહ પરમાર, કલ્પેશ તથા સતીશ વાડોલીયા, પ્રિયંક શાહ, જયેશ જોશી, યોગેશભાઈ કણજારિયા, કિપલ સોલંકી, પ્રતાપિસંહ ચૌહાણ, ભરતિસંહ તથા જયરાજિસંહ, વિજયિસંહ, જીતુભાઈ તથા દિપકભાઈ ગઢવી, મીતેષ(બનાસ), હરિભાઈ, ગોપાલભાઈ ભટ્ટ, હિતેશભાઈ શાહ અને વિપુલ પીઠડીયા જહેમત ઉઠાવી રહ્યા છે.
સાગર સંઘાણી