આજથી 78 વર્ષ પહેલા….
6 ઓગષ્ટે હિરોશીમા અને ત્રણ દિવસ બાદ નાગાસાકી ઉપર અમેરીકાએ અણું બોમ્બ ફેંકતા 5 હજાર ડિગ્રીની ગરમી ઉત્પન કરી હતી: 1939માં આ વિશ્ર્વયુધ્ધ શરૂ થયાને છ વર્ષ થઈ ગયા હતા: બે મિનિટની આગમાં શહેરનો 80 ટકા ભાગ બળીને ખતમ થઈ ગયો, અને 29 કિ.મી.ના વિસ્તારમાં આકાશમાંથી કાળો વરસાદ પડયો હતો
ઓગષ્ટના છઠ્ઠા દિવસની ભયંકર તારાજીના 72 કલાક બાદ સવારે 11 વાગે નાગાસાકી ઉપરનાં બોમ્બ એટેકથી 40 હજાર લોકો પળવારમાં મૃત્યું પામ્યા હતા: અણુ બોમ્બની અસર તળે ઘણા વર્ષો સુધી ખોડ ખાપણ વાળા બાળકો જન્મ્યા હતા: જાપાને વિનાશ જોઈને અમેરિકા સામે શરણાગતિ સ્વીકારતા બીજુ વિશ્ર્વ યુધ્ધ સમાપ્ત થયું હતુ
આ હુમલાથી શહેરમાં 3900 ડીગ્રી તાપમાન ગરમી અને 1005 કિ.મી. પ્રતિ કલાકની રફ્તાર વાળી આંધી આવી હતી!!બે પરમાણું બોંબ ધડાકામાં 6.4 કિલોગ્રામ પ્લુટોનિયમ વપરાયું હતું.અંદાજે બે લાખથી વધુ લોકો મૃત્યું પામ્યા હતા.6અને 9 ઓગસ્ટ 1945માં જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકી શહેર ઉપર અમેરિકાએ કરેલ પરમાણું બોંબ હુમલાનો દિવસ. પ્રથમ હુમલા બાદ માત્ર ત્રણ દિવસ બાદ કરાયેલા હુમલામાં કુલ બે લાખથી વધુ લોકો મૃત્યું પામ્યા હતા. આ હુમલાને કારણે બન્ને શહેરોમાં કશુ જ બચ્યું ન હતું. બોંબ ધડાકામાં વપરાયેલ પ્લૂટો નિયમને કારણે આ શહેરોમાં હજી ખોડખાપણવાળા બાળકો જન્મે છે.
ભયાનકતા એટલી ભયંકર હતી કે જો જાપાને 14 ઓગસ્ટે હાર ન સ્વીકાર હોત તો અમેરીકા 19 ઓગસ્ટે ફરી હુમલો કરવાનું હતું. બન્ને ધડાકામાં અમેરિકાએ 6.4 કિલોગ્રામના પ્લૂટોનિયમ બોંબનો ઉપયોગ કર્યો હતો.
આ પરમાણું બોંબ ધડાકાની યોજનામાં પહેલા જાપાનના કોકુરા શહેરને નિશાન બનાવવાનું હતું પણ વાદળો અને ધુમાડાના કારણે પાયલટ નિશાન ચુકી ગયો હતો, તેણે બોંબ ફેંકવાની ત્રણવાર કોશીશ કરી હતી પણ સફળતા મળી ન હતી. છેલ્લે બીજા લક્ષ્ય નાગાસાકી તરફ એટેક કર્યો હતો.
આ પરમાણું બોંબની અસરને કારણે વાતાવરણમાં 3900 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગર્મી અને કલાકે 1005 કિમીની ઝડપે બન્ને શહેરોમાં ભયાનક આંધી આવી હતી જેને કારણે પણ હજારો લોકો મૃત્યું પામ્યા હતા. પ્રથમ હિરોશિમા શહેર ઉપર અને તેના ત્રણ દિવસ બાદ જાપાનના જ શહેર નાગાસાકી શહેર ઉપર બોંબમારો થયો હતો, જેમાં પહેલા ધડાકામાં 70 હજાર સાથે બન્ને બોંબ બ્લાસ્ટમાં બે લાખથી વધુ લોકો મૃત્યું પામ્યા હતા.
આવી ભયંકર સ્થિતી બાદ જાપાન આજે 78વર્ષે દુનિયામાં તમામ સ્તરે ટોચ ઉપર છે, જેનો યશ જાપાની પ્રજાને આપવો જ પડે છે. દરેક નાગરીકે પોતાના દેશને બેઠો કરવા તનતોડ મહેનત કરીને સમગ્ર વિશ્ર્વનો શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડેલ છે.
જાપાનના 67 શહેરો ઉપર સતત છ મહિના સુધી અગન ગોળાનો વરસાદ !! 1945માં બીજા વિશ્ર્વ યુધ્ધના અંતિમ તબક્કા દરમ્યાન અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી શહેરો ઉપર બે અણુ બોમ્બ ફેકાયા હતા. જાપાનનાં કુલ 67 શહેરો ઉપર સતત છ મહિનાઓ સુધી સતત અગન ગોળાઓનો વરસાદ કર્યો હતો. હિરોશિમામાં 90 હજારથી દોઢ લાખ અને નાગાસાકીમાં 60 હજારથી 80 હજાર લોકો મૃત્યું પામ્યા હતા. ભયાનકતાઓમાં 60 ટકા લોકો કાટમાળ નીચે દટાઇ જવાથી અને 10 ટકા લોકો અન્ય કારણોથી મર્યા હતા. બોમ્બ બ્લાસ્ટ બાદ કિરણોત્સર્ગથી પ્રેરિત માંદગીને કારણે પણ મૃત્યું પામતા હતા. 4650 કિલો વજન ધરાવતો અણુ બોંબ 31000 ફૂટની ઉંચાઇએથી શહેરો ઉપર ફેકાયો હતો, જેની ઝડપે કલાકે 500 થી 1000 માઇલની હતી.
હિરોશીમા-નાગાસાકી પરમાણુ હુમલાની યાદથી વિશ્વ આજે પણ થરથરે છે.માથા ફરેલા માનવીની એક ભૂલે ઈતિહાસ બદલી નાખ્યો જાપાન ઉપર અમેરિકાએ કરેલા પરમાણુ હુમલાથી બીજા વિશ્ર્વ યુદ્ધનો અંત તો થયો તેની સાથે વિશ્ર્વની દિશા-દશા ફરી ગઈ: રાખમાંથી બેઠા થયેલા જાપાને જગત આખાને અર્થતંત્ર, ટેકનોલોજી અને સમાજ જીવનના નવા સમીકરણો આપ્યા
6 ઓગષ્ટ 1945નો એ દિવસ આજે પણ વૈશ્ર્વિક સમુદાય ભુલી શકતો નથી. હિરોશીમા ઉપર થયેલા ઘાતક પરમાણુ હુમલાની યાદમાં આખુ વિશ્વ આજે પણ થરથરે છે. 75 વર્ષ પુરા થઈ ચૂકયા છે. પરંતુ તે પરમાણુ બોમ્બથી થયેલી તબાહી રુંવાડા ઉભા કરી દે છે. એક સમયે આ વિધ્વંશક ઘટના બાદ જે અમેરિકાએ જશ્ન મનાવ્યો હતો તે પણ આજે ઘટનાને ભુલાવવા મથામણ કરે છે. જાપાન આજના દિવસે શોકમગ્ન રહેશે. જાપાની લોકો આ યુદ્ધમાં મૃત્યુ પામેલાને યાદ કરશે.
હિરોશીમા ઉપર પરમાણુ હુમલો કર્યાના ત્રણ દિવસ બાદ અમેરિકાએ નાગાસાકી શહેર ઉપર બીજો પરમાણુ પ્રહાર કર્યો હતો. આ બન્ને હુમલામાં લાખો લોકોના મોત થઈ ગયા હતા, કરોડો લોકો ઉપર રેડીયેશનની અસર થઈ હતી. આ હુમલાને ઠેર-ઠેરથી વખોડી કાઢવામાં આવ્યો હતો. જાપાને અમેરિકાના પર્લહર્બલ ઉપર કરેલા હુમલા બાદ અમેરિકાને આ પગલા લેવા પડ્યા હતા.
પરમાણુ હુમલાની આ ઘટના બાદ વિશ્વ આખાએ એક સબક તો શીખયો જ છે. ચીન, રશિયા, અમેરિકા, પાકિસ્તાન, કોરીયા કે ભારત સહિતના જે પણ દેશ પરમાણુ શક્તિ ધરાવે છે તેઓ પરમાણુ હુમલાની ગંભીરતા ખુબ સારી રીતે જાણી ગયા છે.
છેલ્લા વિકલ્પ તરીકે પણ પરમાણુ હુમલો કરવાની ઈચ્છા ધરાવતા નથી. જાપાન પર ફેંકાયેલા બન્ને બોમ્બ તો અત્યારના અણુ બોમ્બની સરખામણીએ માત્ર 5 ટકા જેટલા જ ગણી શકાય. વર્તમાન સમયે અમેરિકા, ચીન કે રશિયાએ બનાવેલા બોમ્બની ભયાનકતા તો વિકરાળ છે.
જાપાન રાખમાંથી બેઠુ થયું
બે-બે પરમાણુ હુમલાનો ભોગ બનેલા જાપાને ભલે અમેરિકાની શરણાગતિ સ્વીકારી પરંતુ ત્યારબાદ જાપાનના લોકો અને સરકારે જે રીતે વિકાસ માટેના પારાવાર પ્રયત્નો કર્યા તેને આખા વિશ્ર્વની આંખ ઉઘાડી નાખી હતી. પરમાણુ હુમલાના માત્ર ગણતરીના વર્ષોમાં જ જાપાન આર્થિક સામ્રાજ્ય ઉભુ કરવા લાગ્યું. જાપાની લોકોની કર્મનિષ્ઠા વિશ્વમાં કોઈપણ ખુણે જોવા ન મળે તેવી છે. એન્જીનીયરીંગ, વિજ્ઞાન, ગણીત અને ટેકનોલોજી સહિતના સેકટરમાં જાપાને લાવેલી ક્રાંતિ કોઈ ભુલી શકે તેમ નથી. માત્ર નાનકડા દેશનું અર્થતંત્ર ભારત કરતા પણ વિશાળ છે. અમેરિકાને પણ હંફાવે છે. પરમાણુ હુમલાની રાખમાંથી બેઠુ થયેલુ જાપાન આજે શાંતિ ઈચ્છે છે. જાપાનના નાગરિકોની સરેરાશ ઉંમર વિશ્ર્વના કોઈપણ દેશના નાગરિકો કરતા વધુ છે. જાપાનના લોકોની ઉંમર સરેરાશ 100 વર્ષ જેટલી થાય છે. જીવન ધોરણ પણ અન્ય દેશોની સરખામણીએ ઘણું ઉંચુ છે.
6 અને 9 ઓગષ્ટ ઈતિહાસનો કાળો દિવસ …
6 ઓગષ્ટ, 1945ના રોજ સવારે 8:15 કલાકે અમેરિકાના બી-29 વિમાને લીટલ બોય નામનો પરમાણુ બોમ્બ હિરોશીમા પર ફેંક્યો હતો. આ બોમ્બથી આખુ શહેર તબાહ થઈ ગયું હતું. આ હુમલાના કારણે સાડા ત્રણ લાખથી વધુ લોકોની વસ્તી ધરાવતા શહેરમાંથી 1.40 લાખ લોકો મોતને ભેટયા હતા. હજારો લોકોને ગંભીર બીમારીનો ભોગ બનવું પડ્યું હતું. ત્યારબાદ 9 ઓગષ્ટે અમેરિકાએ નાગાસાકી ઉપર બોમ્બ ફોડ્યો હતો. આ બોમ્બનું નામ ફેટમેન હતું. આ બોમ્બ પડતા જ 75,000થી વધુ લોકોના મોત થયા હતા. પરમાણુ હુમલાના 6 દિવસ બાદ જાપાને અમેરિકાની શરણાગતિ સ્વીકારી હતી.