૧૯૮૧થી લડાતી એઇડ્સ વિરોધી લડાઇનો અનુભવ કોરોના મહામારી સમયે કામ લાગ્યો, એન્ટી રીટ્રોવાયરલ દવાએ પણ થોડી રાહત આપી

એઇડ્સ સામેની વૈશ્વિક લડતનું સુત્ર: કોવિડ-૧૯ને કારણે સમસ્યા વધુ ગંભીર બની

વિશ્વ આરોગ્ય સંસ્થાની એઇડ્સ નિયંત્રણ પરત્વે કાર્ય કરતી યુ.એન. એઇડ્સ દ્વારા દર વર્ષે ૧લી ડિસેમ્બરે વિશ્ર્વે એઇડ્સ દિવસ ઉજવાય છે. આજે પણ એઇડ્સ લાઇલાજ છે, તેની રસી નથી શોધાય. ૧૯૮૧થી આજદિન સુધી સમગ્ર વિશ્ર્વ તેની સામે લડી સુપું છે. એચ.આઇ.વી. વાહકો સારૂ લાંબુ જીવી શકે તેવી એન્ટી રીટ્રો વાયરલ દવા આવે છે જેને સમગ્ર વિશ્વ હાલ અનુસરી રહ્યું છે. ૨૦૧૯ના અંતથી સમગ્ર વિશ્વને માર્ચ ૨૦થી ભારતમાં કોવિડ-૧૯નો ફેલાવો વકરતા તબિબી ક્ષેત્રની સમસ્યામાં વધારો થયો છે. જોકે કોવિડ-૧૯માં આપણને એઇડ્સ સામેની લડતનો અનુભવ તથા વાયરસ સામેની દવાઓ કામ લાગી છે.

દર વર્ષે અપાતા લડત સુત્ર ઓકટોબર માસમાં જાહેર કરાતાા હોય છે. આ વર્ષે “()અર્થાત વૈશ્વિક એક જુટતા, સાજા જિમ્મેદારી ગુજરાતીમાં આપણે તેનો એવી અર્થ થાય કે “વિશ્વ એક થઇને સામુહિક જવાબદારી નીભાવે” દુનિયાભરમાં એચ.આઇ.વી.થી. પ્રભાવિત થયેલાને સમર્થનમાં અને એઇડ્સને કારણે મૃત્યુ થયેલાને યાદ કરવા એકત્ર થવાની વાત છે. ૨૦૨૦માં દુનિયાનું ધ્યાન કોવિડ-૧૯ મહામારી ઉ૫ર છે જેને કારણે જીવન અને આજીવિકા પણ પ્રભાવિત થયા છે.

કોવિડ-૧૯એ ફરી એકવાર અસમટનતા ઓછી કરવા, માનવ અધિકારો, લૈગીંક સમપ્નતા, સામાજીક સંરક્ષણ અને આર્થિક વિકાસ જેવા મુદ્દાને સ્વસ્થ્થ સાથે સંબંધ છે એવું બનાવ્યું અને ધ્યાને લઇને આ વર્ષે વિશ્વ એઇડ્સ દિવસની થીમ “વૈશ્વિક એકતા સાથેની સામુહિક જવાબદારીની વહન કરી છે. કોવિડ-૧૯ મહામારીએ બતાવ્યું કે જયાં સુધી બધા સુરક્ષિત નથી ત્યાં સુધી કોઇ સુરક્ષિત નથી. આ સફળતા માટે સમાજના છેવાડાના માનવીની પણ દરકાર કરવી પડશે. કલંક ભેદભાવ નાબુદ કરીને લોકોને કેન્દ્રમાં રાખીને માનવ અધિકારોનું રક્ષણ અને લિંગ દૃષ્ટિકોણથી આપણી પ્રતિ ક્રિયાઓ ધ્યાને રાખીને એચ.આઇ.વી. અને કોવિડ-૧૯ મહામારીને નાબુદ કરવાની છે.

કોવિડ-૧૯એ આપણા સમાજમાં વ્યાપક અસમાનતા પેદા કરી છે. આ સ્વાસ્થ્ય સંકટ, બીજા લોકોની જેમ ગરીબ અને કમજોર લોકોને મારી રહ્યો છે. કોવિડ-૧૯ની મહામારી વચ્ચે એચ.આઇ.વી.પીડિત મહિલાઓ, છોકરીઓએ લોકોની ચુનૌતીનો સામનો કરવો પડ્યો છે. આ સંકટમાં સામાજીક આર્થિક અસમાનતાને કેવી રીતે વેગ પકડયો છે. એચ.આઇ.વી. વાહકો આજે પણ પારાવાર મુશ્કેલીના સામના સાથેને વાયરસ સાથે જીવી રહ્યા છે. એક સામાજીક જવાબદારી છે., સાર્વજનિક સ્વાસ્થ્ય ખતરાના રૂપમાં એઇડ્સની હારએ ઉ૫ર નિર્ભર હરશે કે દુનિયા કોવિડ-૧૯નો જવાબ કેવી રીતે આપે છે.

સમુદાયોની આગેવાની અને તેનું જોડાણ, એઇડ્સની પ્રતિક્રિયાની સફળતા મહત્વની ભૂમિકા કોવિડ-૧૯ના જવાબમાં મહત્વની છે. કોવિડ-૧૯ એ બતાવી દીધુ કે રાજનીતિક ઇચ્છાશક્તિ હેવો બદલાવ લાવી શકે છે. આપણે સરકારોને જીવન બચાવવા અને આજીવિકાની રક્ષા માટે અસાધરણ નીતિગત્ ઉપાય અને  આર્થિક સંશાધનો લગાવતા જોયા છે. આપણે એઇડ્સના ઉપચારેની સક્રિયતા નક્કિ કરવા દેશો વચ્ચેનો સહયોગ જોયો છે. કોવિડ-૧૯માં પણ વેકસીનને જનતા વેકસીન બનાવવા બધાજ દેશો એકબીજાને મદદ કરી રહ્યા છે.૨૦૩૦ સુધીમાં એઇડ્સ નાબુદીના દશકાના મિશનમાં આપણે પ્રવેશ કર્યો છે. લક્ષ્યને પહોચવા માટે રોજનીતિક-ઇચ્છાશક્તિની ખુબ જ આવશ્યકતા છે. કે આ કામ થઇ શકશે. સમગ્ર વિશ્વની એકતાજ સામુહિક જવાબદારી નિભાવી  શકે તેમ છે. કોઇ દેશ એકલો લડીના શકે તેને બીજા દેશો કે આંતરરાષ્ટ્રીય ફંડની જરૂર પડે છે. નવા ઉપાયો શોધવા પડશે. જનસુખાકારી માટે સ્વાસ્થ્ય વર્ધકના પછાલા ૧૦ વર્ષમાં અઇડ્સ નિયંત્રણમાં રોકાણ કરનાર સ્વાસ્થ્ય પ્રણાલીને મજબુત કરવાની છે અને કોવિડ-૧૯ની પ્રતિકિયાને સમર્થન કરવાનું છે. આ કાર્યવાહીમાં સ્વાસ્થ્ય જાળવણીમાં શ્રમિકો બચાવવા માટે વધારાની કાળજી લેવી પડશે.

જીવન રક્ષક દવા રસી અને નિદાન સારવારમાં સાર્વજનિક વસ્તુના રૂપમાં માનીને એ નકકી કરવું પડશે કે વિશ્ર્વની એકતાને સમુહ ભાગી દારીથી કોઇ વ્યક્તિ સમુદાય કે દેશ જીવન રક્ષક વસ્તુઓ દવા રસીઓની પહોંચમાં પાછળનો રહી જાય. માનવ અધિકારીઓનું હનન ન થાય તે જોવાની વૈશ્વિક જવાબદારી દરેક દેશ કે પુથ્વીવાસીની છે. જો આમ થશે તો કાયમી સારા પરિણામો મળશે. કોવિડ-૧૯ મહામારીથી સમાજમાં થયેલી ભૂલો ઉજાગર કરી છે અને દુનિયામાં કેટલાય હિસ્સા મોટી આબાદીને કેવી પાછળ છોડી દીધી હતી.

સ્ત્રીઓ છોકરીઓના અધિકારો સાથે લૈગિંક સમપ્નતા કેન્દ્રમાં રાખવી જ પડશે. કોવિડ-૧૯એ મહિલાઓની આ જીવિકાને ખુબ જ પ્રભાવિત કરી છે, આસ કરીને લોકડાઉનમાં ઘરેલું હિંસા માંપણ વધારો થયો છે. મહિલાઓને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ કરવા પડે કે જેનાથી તેનું જીવન પ્રભાવિત થયું છે. હવે સરખા સમાજને માટે સાહસિક નેતૃત્વ બધા માટે સ્વાસ્થ્ય અધિકાર અને મજબુત ન્યાય તંત્ર વૈશ્વિક સુધારણાની ક્ષણ ગણાશે. આ વિશ્વ એઇડ્સ દિવસે સ્વસ્થ દેશોને લક્ષ્ય પ્રાપ્ત કરવા અને તેના પ્રયાસોને પ્રોત્સાહન આપીને આગળ વધારવા એવા આહવાનમ) બધા દેશો એકબીજાને સહયોગ કરે એટલે જ વૈશ્વિક એકતાની વાત સામુહિક જવાબદારી ઉપાડવા માટે કરી છે.

રોગો-વાયરસ સામે જનજાગૃતિ ફેલાવીને તેના અટકાવ બાબતે સૌ સાથે મળીને કામગીરી કરવાની જરૂર છે. ૧૯૮૧થી એઇડ્સની દુનિયા રસી શોધ રહી છે ત્યાં હાલનો કોરોના જેની રસી હજી અંડર ટ્રાયલ છે ત્યારે સહિયારો પ્રયાસ જ પુથ્વીવાસીને બચાવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.