જયારે આધુનિક મકાનોમાં ચકલીને પોતાના માળા માટેની જગ્યા મળતી ની અને દિન-પ્રતિદિન વધતા જતા પ્રદુષણયુક્ત વાતાવરણમાં આમતેમ વલખા મારી પોતાનો જીવ ગુમાવી બેસતી હોઈ છે. ત્યારે આવા અબોલજીવ ની સુરક્ષા અને તેઓને સારો આવાસ અને આશીયાનો આપવાના હેતુસર રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલી મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી લાભુભાઈ ત્રિવેદી ઈજનેરી કોલેજમાં એક અનોખી ડીઝાઇન એન્જીનિયરીંગના કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને સ્ટાફ અને વિર્દ્યાીઓ દ્વારા એક પ્રશંસનીય, સમાજ ઉપયોગી ઇવેન્ટ હેકાોન ૧૮ નું આયોજન યું હતું. જેમાં સુરક્ષા સેતુ સોસાયટી તેમજ મ્યુનીસીપલ કોર્પોરેશનના ખાસ સહયોગ દ્વારા ગરબાનું વિસર્જન નહિ, પણ પુન:સર્જન કરતા ચકલીઓને કાયમી આશરો મળી રહે તે હેતુસર એક અનોખી પહેલ હા ધરાઈ હતી. જે અંતર્ગત ઈજનેરીના વિર્દ્યાીઓ દ્વારા શહેરના લોકો પાસે થી ૨૫૦૦૦ જેટલા ગરબા એકત્ર કરી આધુનીક મશીનરી દ્વારા ૧૮ કલાકમાં ૧૦૦૫૧ ગરબાઓને ચકલીઓના માળામાં ફેરવવામાં આવ્યા હતા. દરેક ગરબાને લટકાવી શકાય તે રીતે ફરતે તાર બાંધવામાં આવ્યા હતા. જેથી તે ઝાડ કે ગેલેરીમાં રાખી શકાય. ગરબા માટીના હોવાી માળા ઇકો ફ્રેન્ડલી બન્યા છે. તેમજ ઇકો ફ્રેન્ડલી માળા સમગ્ર રાજકોટમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ઇવેન્ટ દરમિયાન કોલેજના ટ્રસ્ટી શ્રી અલ્પનાબેન ત્રિવેદી, પૂર્વ મ્યુનીસીપલ કમિશનર બન્છાનીધી પાની, કરુણા ફાઉન્ડેશન તેમજ એનિમલ હેલ્પલાઈનના ફાઉન્ડર મિતલભાઈ ખેતાણી, શ્રીજી ગૌશાળા ના ટ્રસ્ટી રમેશભાઈ ઠક્કર અને બોલબાલા ચેરીટેબલના ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાય, ઓરબીટ બેરીંગના જનરલ મેનેજર સંજીત કુમાર, રોટરી કલબના હેડ જેવા વિવિધ મહાનુભાવો એ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. આ ભગીર કાર્યમાં બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉમદા કાર્ય માટે પરિવહનની વ્યવસ વિનામૂલ્યે પૂરી પડાઈ હતી તેમજ કાર્યક્રમ માટે ર્આકિ સહયોગ શ્રી રામ પેટ્રોલીયમ દ્વારા આપવામાં આવ્યો હતો. માનવતાના મંચ પર આ મહાન વ્યક્તિઓને અહી બિરદાવવામાં આવ્યા છેજીવદયાના આ કાર્યક્રમ બદલ કોલેજે વિશ્વ વિખ્યાત લીમ્કાબૂક ઓફ રેકોર્ડ માં સન પ્રાપ્ત કર્યું છે. સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ ફેસબુક તા યુ ટ્યુબ દ્વારા કરવામાં આવેલ હતું. આ ઉમદા કાર્યને બિરદાવવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તા. ૮ ઓક્ટોબરના રોજ કોલેજને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
૧૮ કલાકમાં ૧૦૦૫૧ ગરબાઓને ચકલીના માળામાં ફેરવવાનો વિશ્ર્વ વિક્રમ
Previous Articleધરતીનું અમૃત પીણું આપતું પરિન મેંગોસ
Next Article રૂપિયો ‘પસ્તી’ થઈ જશે ? !!!