યુગોથી ડાબોડીઓને શૈતાનીપણા, મેલી વિદ્યા કે માનસિક ખામી હોવાનું કહી વખોડવામાં આવે છે. પરંતુ ડાબોડી હોવાનો એક મોટો ફાયદો એ છે કે જમણેરી કરતાં વધુઝડપથી ગમે તેવા ઘામાંથી ડાબોડી ઊભા થઇ જાય છે. આઘાત લાગે ત્યારે માણસ વાચા ગુમાવી બેસે છે. ડાબોડીઓ આ વાચા પણ જમણેરીઓ કરતાં વધુ ઝડપથી પાછી મેળવે છે.
આપણા સમાજના ૯૦ ટકા જમણેરીઓની દ્રષ્ટિમાં ડાબોડીઓને સહેજ શંકાની નજરે જોવામાં આવે છે. બહુમતીથી અલગ હોય, જુદા પડતાં હોય તેવા લોકોને જે નજરે જોવામાં આવે છે એ નજરે ડાબોડીઓને નિહાળવામાં આવે છે.
ડાબોડીઓને કોઇપણ કાર્ય શિખવવું અઘરૂં થઇ પડે છે. લેખન કે ગુંથણ જેવી વસ્તુ જમણા હાથે શિખનારાઓને શિખવવાનું સરળ છે. અગાઉ તો કોઇ બાળક ડાબા હાથે પેન કે પેન્સીલ પકડે તો પણ એને ધમકાવવામાં આવતો. બાળક ડાબા હાથે ખાવાનું લે તો તેના ઉપર ગુસ્સો કરવામાં આવતો. સારા કામમાં જો કોઇ ડાબો હાથ નાખે તો વડિલો તેનો ઉધડો લઇ નાખતા.
આજે એથી ઉલટું શિક્ષપ પદ્ધતિમાં સ્પષ્ટ કહેવામાં આવે છે કે બાળક લખવાથી માંડીને અન્ય કામગીરી માટે જે હાથનો ઉપયોગ કરતું હોય એ તેને કરવા દેવો. તેનો જમણો હાથ વધુ શકિતશાળી છે કે ડાબો એ આપોઆપ નકકી થઇ જશે.
ઇગ્લેંડનો ફાસ્ટ બોલર ગ્રેહામ ડીલી જમણે હાથે બોલીગ કરે છે. પણ બેટસમેન તરીકે ડાબોડી છે. તેથી ઉલટું તેનો જોડીદાર ડેરીક અડરવુડ ડાબા હાથે બોલીંગ કરે છે. અને જમણે હાથે બેટીંગ કરે છે!
ઉંદરો પર તાજેતરમાં એવો પ્રયોગ કરવામાં આવ્યો હતો કે તેમને પોતાનો ખોરાક લેવા માટે પગનો ઉપયોગ કરવો પડે. ૫૦ ટકા ઉંદરોએ જમણા પગનો અને ૫૦ ટકા ઉંદરોએ ડાબા પગનો ઉપયોગ કર્યો હતો. જયારે આ ઉંદરોના મગજ તપાસવામાં આવ્યાં ત્યારે એવી વાત બહાર આવી કે બંને પ્રકારના ઉંદરોના મગજની ડાબી જમણી બાજુઓમાં રાસયાણિક તફાવત છે. ચિમ્પાઝી વાંદડાબોડી તથા અન્ય પ્રાણીઓમાં પણ ડાબોડી અને જમણેરીનું પ્રમાણ પચાસ પચાસ ટકા છે.
માનવીઓમાં જે ડાબોડીઓ છે એવંશ પરંપરાગત હોવાનું કહેવાતું પણ એ વાત લાંબા અભ્યાસ પછી ખોટી ઠરી છે માતા-પિતા બંને જમણેરી હોય તો બાળકના ડાબોડી થવાનો સંભવ ઓછા અને જો બેમાંથી એક ડાબોડી થવાનો સંભવ ઓછો અને જો બેમાંથી એક ડાબોડી હોય તો .ંભવ વધારે એવી જે માન્યતા પ્રવતતી હતી એ ખોટી છે ૮૪ ટકા ડાબોડીઓના માબાપ બંને જમણેરી છે તો પછી બાળકને જન્મયા પછી એવી કઇ વસ્તુ ડાબોડી બનાવે છે?
કેનેડાની સિયોન ફ્રેઝર યુનિ.ના એક સમયના માનસશાસ્ત્રના પ્રા.ધ્યાપક પૌલ બકાને એવી દલીલ કરી હતી કે ડાબોડી કે જમણેરી બનવાનું બાળકને વારસામાં નથી મળતું પરતુ જન્મ સમયે પડેલી તકલીફ કે મુશ્કેલીઅવોની અસરને કારણે બાળક ડાબોડકે જમણેરી બને છે. બેકનની વાતને ક્રેમ્બ્રીજના તબીબી માનસ યુનીટના ડો. ફાન્સીસ બેરન્સ ટેકો આપે છે. તેમનું કહેવું છે. કે ડાબોડીઓના જન્મવેળાએ તેમની માતાઓને વધારે મુશ્કેલી પડી હોવી જોઇએ.
ડાબોડીઓની સર્વોપરિતાને પાછળથી અખબારોની પણ સારી એવી પ્રશંસા સાંપડી હતી કારણ કે ટોચના સર્જન ડોકટરો, ટેનીસ ખેલાડીઓ અને આર્કી ટેકટસ ડાબોડી હતાં. ટેનીસમાં દશમાંથી નવ ખેલાડીઓ જમણેરી હોય છે. પણ બોર્ગને પડકારનાર જીમી કોનોર્સ અને જહોન મેકેનરો બંને ડાબોડી હતા.
દુનિયાનો સર્વ શ્રેષ્ઠ ઓલરાઉન્ડર ક્રિકેટર ગારફિલડ સાોબર્સ પણ ડાબોડી હતો. વેસ્ટ ઇન્ડિીઝનો કેપ્ટન અને જોરદાર આક્રમણ બેટસમેન કલાઇવ લોઇડ પણ ડાબોડી છે. ઓસ્ટ્રેલિયાનો ધૂરંઘર બેટસમેન નીલ હાર્વે પણ ડાબોરી હતો. ક્રિકેટના ક્ષેત્રે તો આવા દાખલાઓ ગણાવીએ તો પાનાના પાનાના ભરાય તેમ છે. નરી કોન્ટ્રાકટર, એકનાથ સોલકર, સલીમ દુરાની, કરસન ધાવરી, બાપુ નાડકણી વગેરે અનેક ક્રિકેટરો ડાબોડી હતાં. કેટલકા ડાબા હાથે બોલીંગ કરતા તો કેટલાક જમણા હાથે બેટીંગ કરતાં તો ડાબા હાથે બોલીંગ કરતાં.
ટેનીસ અને ક્રિકેટ ઉપરાંત ફૂટબોલ, હોકી, ટેબલટેનીસ બેડમિગ્ટન વગેરે રમતો પણ ડાબોડીઓ મળી આવે છે. સંગીત ક્ષેત્રે વાઘો વગાડનારાઓમાં પણ ડાબોડી દેખાય છે.
લેખકોમાં ડાબા હાથે લખનારા પણ છે. એટલુ જ નહી કોઇ અગમ્ય કારણસર કેટલાક એવા અગમ્ય કારણસર કેટલાક એવા લોકો જોવા મળે છે જે ડાબા અને જમણા એવા બે ભાગ છે. આ બંને ભાગ લગભગ અલગ અલગ કામગીરી બજાવે છે. મગજનો જમણો ભાગ શરીરના ડાબાભાગની કામગીરી પર કાબૂ ધરાવે છે અને એવી જ રીતે ડાબો ભાગ જમણાની કામગીરી પર અંકુશ ધરાવે છે. મગજનો ડાબો ભાગ કારણ, તર્ક ગણિત, વાંચન, લેખન ભાષા અને પુથ્થકરણશકિત માટે જવાબદાર છે તો જમણો ભાગ રચનાત્મક શકિત, દ્રષ્ટિકોણ, ચહેરાઓ અને વિવિધ રીતભાતો રીધમ, તાલ અનેલય માટે જવાબદાર છે.
દરકે પેઢીમાં ડાબોડીઓની સંખ્યા એટલીને એટલી જ જોવા મળે છે. પેઢી દર પેઢી ડાબોડીઓ ઘટના નથી કે વધ્યા નથી જો કે આ દિશામાં કોઇ ખાસ સંશોધન થયું નથી.
જમણેરી અને ડાબોડીઓની આ વાત માત્ર વિશ્ર્વવિખ્યાત ખેલાડીઓ લેખકો કેવાદરો યા ચિત્રકારો સુધી જ મર્યાદિત નથી. તમારી આસપાસ નજર ફેરવશો અને તપાસ કરશો તો તમને પણ અનેક ડાબોડીઓ મળી આવશે. કદાચ આ વાંચનારોઅમાં પણ કેટલાક ડાબોડી હશે.
આપણે ત્યાં તો ક્રિકેટની રમત ખૂબ જ પ્રચલિત હોવાથી ક્રિકેટ જગતના ડાબોડીઓ ઉપર જ સૌની નજર આ લેખ વાંચ્તાની સાથે જવાની! ભૂળકાળમાં ટેસ્ટ મેચમાં અમ્પાયરીંગ કરી ચૂકેલા અને સૌરાષ્ટ્રમાં રણજી ટ્રોફી મેચોમાં અમ્પારીય કરવા આવી ગયેલા અમ્પાયર એ.એમ. મામસા એક જમાનામાં ઇસ્લામ જીમખાનાના અચ્છા ઓલરાઉન્ડર ગણાતા હતાં. તેનીની ખૂબીએ હતી કે તેઓ ઓપનીગમાં ચલાક્રમમાં ગમે ત્યાં બેટીંગ કરી શકતા અને બોલીગમાં? બોલીંગમાં તેઓ એક હાથે ઝડપી અને બીજા હાથે સ્પીન બોલીંગ કરી શકતા! અમ્પાયર મામસ જેવા અજાયબીવાળાઓ શોધીએ તો જરૂર મળી આવે છે.
હત્યાના કિસ્સોઓમાં નિષ્ણાત ડીટેકટીવો ઘા ઉપરથી પારખી જાય છે. કે એ ઘા ડાબા હાથે થયો હશે કે જમણે હાથે. ઘણીવાર હથિયાર મળી આવે ત્યારે તેની ઉપરની આંગળાની છાપ પરથી એ પકડ કયા હાથની હશે તે ખબર પડી જાય છે. આવા કિસ્સામાં જો ગુન્હેગાર ડાબોડી હોય તો તેને શોધવાનું કામ પ્રમાણમાં સરળ બની જાય છે.
આપણે ત્યાં તો જમણા હાથ જ શુકનવંતો ગણવામાં આવે છે. દરેક શુભકાર્યમાં જમણો હાથ જ આગળ ધરવામાં આવે છે. જયોતિષ હસ્તરેખા જુએ ત્યારે પુરૂષ હોય તો જમણો હાથ જુએ છે જયારે સ્ત્રી હોય તો ડાબો હાથ! સ્ત્રીઓનો ડાબો હાથ શા માટે જોવામાં આવે છે? આ વિષે કોઇ જયોતિષ શાસ્ત્રી પાસેથી ખુલાસો મેળવવો જોઇએ.
ગુજરાતીમાં ‘એ તો મારા ડાબા હાથનો ખેલ છે કે મારા ડાબા હાથનું કામ છે’ એવા શબ્દપ્રયોગ પણ પ્રચલિત છે.
વધુ ક્રાંતિકારી, ઉદામવાદી અને આક્રમક તેમજ હિંસક એવા પક્ષો પણ ડાબેરી ગણાય છે. સામ્યવાદીઓ, સમાજવાદીઓ વગેરે સૌ ‘લેફટીસ્ટ’ કહેવાય છે. જ મણેરી એટલે શાંત, અહિંસક અને મુડીવાદી.
એક લેખકે તો ક્રિકેટના ઇતિહાસમાં થઇ ગયેલા મહાન ડાબોડી ખેલાડીઓ વિષે આખું પુસતક લખ્યું છે તેમાં વેસ્ટ ઇન્ડીઝના ગારફિલ્ડ સોબર્સ, ભારતના વિનુ માંક, ઓસ્ટ્રેલિયાના નીલ હાર્વે, એલન ડેવીડસન કેનમેકે, ઇગ્લેંડના જોહન એડ્રીચ વગેરેનો સમાવેશ થાય છે.