સ્માર્ટ ફોન આવ્યા બાદ લોકોમાં સેલ્ફીનો ક્રેઝ વધી રહ્યો છે, સોશિયલ મિડિયા પર ફેસબુક હોય કે ઇન્ટાગ્રામ સેલ્ફી તો બનતી હૈ તો જલ્દી જ તમારી બેંકો પણ ક્રેડિટ કાર્ટ એપ્રુવલ માટે તમારી પાસેથી સેલ્ફી માંગી શકે છે. પેમેન્ટ પ્રોસેસિંગ કરતી મોટી કં૫નીઓ વિઝા આઇડેન્ટીફાઇ પ્લેટ ફોર્મ લોન્ચ કરવા જઇ રહી છે જે તમારો ચહેરો અવાજ તેમજ ફિંગર પ્રિન્ટનો સહારો લેશે. જે કોઇ વિઝાના આ નવા પ્લેટફોર્મનો ઉપયોગ કરશે અને મોબાઇલ દ્વારા ક્રેડીટ કાર્ડની અરજી કરશે.
તેને બેંકો પોતાનો ફોટો, ડ્રાઇવીંગ લાઇસન્સ અથવા સેલ્ફી મોકલવાનું કહેશે. ટેકનોલોજીની મદદથી સેલ્ફી અને ડ્રાઇવીંગ લાઇસન્સ પર મૌજુદ તસ્વીર ને મેચ કરવામાં આવશે. તો સેલ્ફી ઓનલાઇન ખરીદીમાં પણ મહત્વપુર્ણ ભૂમિકા ભજાવશે. વિઝાના રિસ્ક એન્ડ ઓથેન્ટિકેશન પ્રોડક્ટસના સિનીયર વાઇસ પ્રેસિડેન્ટ માર્ક નેલસન મુજબ દર ૬માંથી ૧ ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ પ્રવૃતિઓના કારણે કેન્સલ થાય છે. માટે આ ટેકનીક તેમનુ કામ સરળ બનાવશે.