સાઉદી દેશ ઉદારવાદી બની રહ્યો છે અને ઉદારવાદ તરફ આગળ વધી રહ્યો છે
ઓઈલ સે ભી આગે હે દુનિયા… સોલાર એનર્જી રોબોટ ટેકનોલોજી પર સાઉદીએ ઘડી મહાયોજના. જી હા, અત્યારે ઓઈલના ‚પીયે અથવા ઓઈલના ખજાનાના જોરે સાઉદી અરેબીયાના તાલે વિશ્ર્વ આખું નાચે છે. ત્યારે સાઉદી અરેબીયાએ પોતાનું પછાતપણું દૂર કરવા માટે હવે ઓઈલની દુનિયાથી આગળ વધીને સોલાર એનર્જી, રોબોટ ટેકનોલોજી વિગેરે પર મહા યોજના ઘડી કાઢી છે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સાઉદીએ સ્થાનિક બુરખાધારી મહિલાઓને સ્ટેડિયમમાં પ્રવેશ કરવાની મંજૂરી આપી છે. એ પહેલા સાઉદીએ મહિલાઓને ટેકસી ચલાવવાની પણ છૂટ આપી છે. આ રીતે સાઉદી દેશ ઉદારવાદી બની રહ્યો છે અને ઉદારવાદ તરફ આગળ વધી રહ્યો છે. આવા ઉદારવાદના સમયમાં સાઉદી ટેકનોલોજી ક્ષેત્રે પોતાનું પછાતપણુ દૂર ન કરે તો જ નવાઈ.
સાઉદી અરેબીયા પાસે ઓઈલનો મબલખ ખજાનો છે. તેની પાસે ઓઈલના નાણાની તાકાત છે. પરંતુ ટેકનોલોજી ક્ષેત્રે ત્યાના લોકો હજુ પછાત છે. ત્યાના લોકો સોલાર એનર્જી અને રોબોટ ટેકનોલોજીથી અવગત થાય, તેમજ તેમને અપનાવીને ભવિષ્યમાં તેનો લાભ લે તેવું સાઉદી અરેબીયા સરકાર માને છે.
તાજેતરમાં સાઉદી અરેબીયાની રાજધાની રિયાદમાં તેલીયારાજાઓની અને અરબપતી આરોબોની એક મહત્વની કોન્ફરન્સ મળી હતી. જેમાં એવું નક્કી થયું છે કે, આગામી સમયમાં રાજધાની રિયાદને ૫૦૦ બીલીયન ડોલરના ખર્ચે આધુનિકમાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરાશે. જેમાં સોલાર એનર્જી અને રોબોટ ટેકનોલોજીનો સમાવેશ હશે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૭માં અહીં ગાંધીનગર ખાતે સાઉદી અરેબીયાનું ડેલીગેશન પણ આવ્યું હતું. આરબ વેપારી પ્રતિનિધિ મંડળે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી સાથે બેઠકો કરીને વ્યાપારીક પ્રસ્તાવો મુકયા હતા. આ આરબ વેપારી પ્રતિનિધિ મંડળમાં સાઉદી અરેબીયાનું ડેલીગેશન પણ સામેલ હતું.
સાઉદી અરેબીયાના પ્રિન્સ મોહમદ અબુ બકરે જણાવ્યું છે કે, તેમણે આંતરરાષ્ટ્રીય કંપનીઓ અમેઝોન અને અલીબાબા સાથે ન્યુ સિટી અંગે વાતચીત શ‚ કરી છે. આ બન્ને કંપનીઓ રિયાદને ટેકનોલોજી ક્ષેત્રે ન્યુ સિટી બનવામાં મદદ કરશે. આ સીવાય રિયાદ વિશ્ર્વભરમાંથી આધુનિક ટેકનોલોજીના નિષ્ણાંતોને ઉંચા પગારે નોકરી આપશે.
એકંદરે આગામી સમયમાં સાઉદી અરેબીયા અને તેની રાજધાની રિયાદ બન્ને વિશ્ર્વભરમાં ટેકનોલોજી ક્ષેત્રે ડંકો વગાડશે તેમાં બે મત નથી. અહીં ખાસ નોંધવું ઘટે કે, આરબ દેશોનું હબ ગણાતા દુબઈ અને સારજાહ ટેકનોલોજી ક્ષેત્રે પ્રમાણમાં સાઉદી અરેબિયા અને રિયાદ કરતા કયાંય આગળ છે. પરંતુ પરંપરાગત મુસ્લિમ દેશ તરીકે સાઉદી અરબને કેટલીક બાબતો અંગે વિટમણાંઓ હતી.
દુનિયાભરના દેશો સાથે સાઉદી અરેબીયા તેલનો વેપાર કરીને અઢળક નાણા કમાય છે. ધનની દ્રષ્ટીએ સાઉદી અરેબિયામાં કોઈ જ કમી નથી.
પરંતુ અત્યાર સુધી આ દેશ ટેકનોલોજી ક્ષેત્રે પછાત જ રહ્યો છે. પરંતુ હવે રાજાશાહી ધરાવતો આ મુસ્લિમ દેશની સરકાર એવું માનતી થઈ છે કે, દુનિયા સાથે કદમ થી કદમ મિલાવાશે તો આધુનિક ટેકનોલોજી અપનાવ્યા સિવાય છુટકો જ નથી. આથી સાઉદી અરબ હવે ઓઈલ સેભી આગે એક એવી દુનિયા જોઈ રહી છે જે સોલાર એનર્જી અને રોબોટ ટેકનોલોજી ક્ષેત્રે સજ્જ હોય.
બીજી તરફ રશીયા અને અમેરિકા જેવા પશ્ર્ચિમી દેશો ઓઈલ ડિપલોમર્સીમાં માનતા થયા છે. આ દેશો આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે.
જો કે, તેમને પણ પોતાની ઈંધણની જ‚રિયાત પૂરી કરવા માટે સાઉદી અરબ તરફ મીટ માંડવી પડે છે.