સૌરાષ્ટ્ર બુકફેર અને લીટરેચર ફેસ્ટીવલ અંતર્ગત ઓથર્સ કોર્નરમાં ‘અબતક’ મીડિયાના
મેનેજીંગ તંત્રી સતીષભાઈ મહેતા ડેડલાઈન અને એક્સટેન્ડેડ લાઈન વચ્ચેનું મહત્વ સમજાવ્યું
માવજી મહેશ્ર્વરી, અજય સોની અને પરખ ભટ્ટ સહિતના મહાનુભાવોના મંતવ્યોનો શ્રોતાઓને મળ્યો લાભ
આજે જ્યારે મીડિયામાં હરિફાઈનો યુગ ચાલી રહ્યો છે ત્યારે પોઝીટીવ મીડિયાનું મહત્વ એ પણ છે કે, લીટી લાંબી કરે પરંતુ બીજાની લીટી ટૂંકી નહીં. એટલે કે, પ્રિન્ટ હોય કે ઈલેકટ્રોનિક મીડિયાજગતમાં સમાચારોની હરિફાઈમાં ડેડલાઈન કેવી, ક્યારે અને શું હોવી જોઈએ તેમાં લાગી પડેલ છે. ત્યારે એક્સટેન્ડેડ લાઈન એટલે કે, લીટી લાંબી કરવા તરફ મીડિયાએ ડોક્યુ કરવાની તાતી જરૂ રીયાત છે. લોકોએ ડેડલાઈન નહીં પરંતુ એક્સટેન્ડેડ લાઈનમાં રસ છે અને ડેડલાઈની પ્રેસર ફસ્ટ્રેશન અને નિરાશા ઉદ્ભવે છે. જો આપણે એક્સટેન્ડેડ લાઈન તરફ જઈએ તો મીડિયા જગત પાસે સમાજને આપવા માટે એક્સટેન્ડેડ લાઈનમાં ઘણું બધુ સમાયેલું છે. આજે વિશ્ર્વ ઝંખે છે, ડેડલાઈન નહીં પરંતુ એક્સટેન્ડેડ લાઈન માટે તેમ ‘અબતક’ મીડિયાના મેનેજીંગ તંત્રી સતિષભાઈ મહેતાએ વિર્દ્યાીઓ સો સંવેદનાઓ ઠાલવી હતી.
‘અબતક’ મીડિયાના મેનેજીંગ તંત્રી સતિષભાઈ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, જીવનમાં ડેડલાઈન ન હોય પરંતુ એક્સટેન્ડેડ લાઈન હોય, જ્યાં ડેડલાઈન હોય ત્યાં દબાણ ઉત્પન્ન ાય છે. ન્યુઝને સમાવેશ કરીએ તો ક્યારેય ડેડલાઈન ન હોય પરંતુ એક્સટેન્ડેડ લાઈન જ હોય. આજે લોકો લર્નીંગ પ્રોસેસ ભૂલી ગયા છે. ખરેખર તો લોકો લર્ન કરીને જ કંઈક શીખી શકે છે. મીડિયાનો નશો એ યુગો યુગો સુધી ચાલી શકે છે અને આજે ૨૦ પાનાનું છાપુ બહાર પાડવું એ પણ એક પડકાર સમાન છે. ડેડલાઈનનો તણાવ ત્યારે જ આવે છે જ્યારે ડેડલાઈન દેખાય છે અને ક્રિએટીવ લેખક બનવા માટે રિયાઝ કરવો ખુબજ જરૂરી બને છે. તમે તમારી જાત પર વિશ્ર્વાસ કરશો તો ચોક્કસ આગળ વધી શકશો. કુદરતે તમારી જાતને પ્રોફેસર બનાવ્યા જ છે તેનો કલાત્મક જગ્યાએ ઉપયોગ કરી તમારી જાતને ઓળખવી જોઈએ અને તમારી કારકિર્દી માટે ધ્યેય નક્કી કરવો જોઈએ. રાજકોટના ડી.એચ.કોલેજ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલા બુકફેર અને લીટરેચર ફેસ્ટીવલનું આયોજન કરાયું છે. જેમાં આજે ૧૦ થી ૧૨ ઓર્સ કોર્નર ગોઠવાયો હતો. જેમાં આજરોજ કોલમસ-ડેડલાઈનના વિશ્ર્વમાં ડોક્યુ અંતર્ગત ‘અબતક’ મીડિયાના મેનેજીંગ તંત્રી સતિષભાઈ મહેતા અન્ય માવજીભાઈ મહેશ્ર્વરી, પરાગભાઈ ભટ્ટ અને અજયભાઈ સોનીએ વકતવ્ય આપીને વાતચીત કરી હતી. જેમાં મોટી સંખ્યામાં વિર્દ્યાીઓ જોડાયા હતા અને પાતાના જાતની સંવેદનાઓ ઠાલવી હતી.
માવજીભાઈ મહેશ્ર્વરી એક પ્રસિધ્ધ વાર્તાકાર અને કાકાર છે. તેમણે રણભેરી અને ગોળ જેવા નાટકો લખ્યા છે. તેમણે ગુજરાતી અકાદમી તરફી ઘણા પુરસ્કારો પણ મળ્યા છે. તેમણે વિર્દ્યાીઓને જણાવ્યું હતું કે, શિક્ષકો બનતા ની પરંતુ જન્મે છે. જેવી જ રીતે લેખકો બનતા ની જન્મે છે. ભાષા અને શબ્દ ભંડોળ લેખન કાર્યમાં મદદરૂપ બને છે. કોલમ, લેખન સાહિત્યની વસ્તુ ની એ ચાપની જરૂરીયાત છે. જીવનને કઈ રીતે જીવી શકાય તેની પણ કોલમ હોય છે. એક લેખને કોલમ લખવા માટે ઘણું બધુ વિચારવું પડે છે. હું જ્યારે અભ્યાસ કરતો ત્યારે મને ગણીત અને વિજ્ઞાનમાં વધુ માર્ક આવતા પરંતુ આપણી ગુજરાતી ભાષમાં સૌી ઓછા માર્ક આવતા. તો પણ આજે હું ગુજરાતી સાહિત્યમાં આગળ છું અને રસ ધરાવું છું. આપણે જ્યારે જગતમાં આવી છીએ અને કેવી રીતે જીવીએ છીએ આપણો પોતાનો મંતવ્ય છે. સાહિત્ય અને જગતની જરૂરીયાત નથી. સાહિત્ય એ સાહિત્યકારની જરૂ રીયાત છે.
પરખ ભટ્ટે વિર્દ્યાીઓને સંબોધન આપતા જણાવ્યું હતું કે, કટાર લેખક માટે ડેડલાઈની વધુ ભયાનક શબ્દ હોતા ની. અનુભવ ખુબ મોટો શિક્ષક છે. નવલકા લખતી વખતે ડેડલાઈન ની હોતી પણ કોલમ લખતી વખતે ડેડલાઈન ખૂબ હોય છે. કોલમ લેખન એટલે ઉતાવળે લખાતું સાહિત્ય, શબ્દ સરવાણી જ તંત્રી અને અખબાર હોય છે. ડેડલાઈનનું દબાણ વિષય પર સંશોધન, મર્યાદિત શબ્દોમાં લખવું અને લખાણને કઈ રીતે પ્રસ્તુત કરવું તે કોલમીસ્ટ માટે અઘરી વાત છે. અખબારો વાંચો અને તેમાંી નાની લાઈન પણ તમને સર્જન બનવા માટે પ્રેરણા આપે છે. અજયભાઈ સોની ગુજરાતી સાહિત્યના યુવા લેખક છે. તેમણે તાજેતરમાં યુવા ગૌરવ પુરસ્કાર મળ્યો છે. તેમણે વિર્દ્યાીઓને સંબોધતા જણાવ્યું હતું કે, ડેડલાઈન શબ્દ લેખકો માટે ઉપયોગમાં ન લેવો જોઈએ પણ એ છાપામાં ઉપયોગ કરવો જોઈએ. વાર્તામાં પાત્રો એ પ્રામિક જરૂ રીયાત છે. વાર્તા સંવેદનાી જુદી પાડી શકાય છે. કોલમની વાર્તામાં પુનરાવર્તન વાની શકયતા વધુ છે. એટલે હું વ્યક્તિગત ની માનતો કે, કોલમમાં ડેડલાઈન હોવી જ જોઈએ.
આ બુકફેર અને લીટરેચર ફેસ્ટીવલમાં દરરોજ યોજાતા તમામ વકતવ્યો, કાર્યક્રમો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પરી લાઈવ કરવામાં આવે છે અને તમામ કાર્યક્રમો દરરોજ ૫૦ હજારી વધુ લોકો નિહાળે છે. આ બુકફેરમાં મુખ્ય આકર્ષક સમાન ભારતીય દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આહુતિ આપનાર સ્વતંત્ર સેનાની ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ, ચંદ્રેશખર આઝાદ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને વીર સાવરકરજીના પાત્રો જીવંત કરવામાં આવ્યા છે. કિડ્સ કોર્નરમાં દરરોજ વિવિધ બાળકોને લગતી બાળરમત રમાડવામાં આવે છે. દરરોજ સવારે અને બપોરના સેશનમાં ૧ હજારી વધુ બાળકો ભાગ લઈને આનંદ મેળવે છે. બુકફેર અને લીટરેચર ફેસ્ટીવલમાં મુલાકાતે આવેલા વૃદ્ધો અને દિવ્યાંગો માટે વ્હીલચેરની ખાસ વ્યવસ કરવામાં આવી છે. બુકફેરમાં સૌી વધુ અંગ્રેજી નવલકા, ગુજરાતી નવલકા, લોકપ્રિય અંગ્રેજી પુસ્તકોના ગુજરાતી ભાષામાં રૂ પાંતરીત પુસ્તકો, કોમ્પીટીટીવ પરીક્ષાના પુસ્તકો, વૃદ્ધ લોકો માટે ધાર્મિક પુસ્તકો, શ્રેષ્ઠ પ્રકાશકો અને નામાંકીત પબ્લિસર દ્વારા રાખવામાં આવ્યા છે. જેમાં રાજકોટ અને સૌરાષ્ટ્રની કોલેજો, શાળાઓ દ્વારા મોટા પ્રમાણમાં પુસ્તકોની ખરીદી કરવામાં આવી રહી છે અને આ બધા જ પુસ્તકો પર વિર્દ્યાીઓને ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેાણી, ઉપકુલપતિ ડો.વિજય દેસાણી, સિન્ડીકેટ સભ્ય અને કોર્ડીનેટર ડો.મેહુલભાઈ રૂ પાણી, ઈવેન્ટ કોર્ડીનેટર ડો.નિલેશ સોની અને રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના કો.ઓર્ડીનેટર નરેન્દ્રભાઈ આરદેસણાએ રાજકોટના પંચદિવસીય સાહિત્યોત્સવને જાજરમાન બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે. ગુજરાત સરકારના વાંચે ગુજરાત અંતર્ગત તા.૨૫ ી ૨૯ જાન્યુઆરી દરમિયાન તરવરાટ સાહિત્ય, શબ્દ સંવાદ, ઓર્સ કોર્નર અને એન્ટરપ્રિન્યોર સો વાર્તાલાપ સર્જન, વર્કશોપ અને બાળકોને લગતા વિવિધ કાર્યક્રમો ચાર દિવસ સુધીમાં યોજાયા છે. હજું આવતીકાલ સુધી બુકફેર ચાલવાનો હોય રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓને બુકફેરનો લાભ લેવા બુકફેરના કો-ઓર્ડીનેટર મેહુલભાઈ રૂ પાણીએ આહવાન કર્યું છે.
- લોકોમાં વાંચન પ્રત્યે રૂ ચી કેળવાય તે માટે આગામી દિવસોમાં વધુ આયોજનો કરાશે : મેહુલ રૂપાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બુકફેરને પોતાના ખભે ઉંચકી અને સારામાં સારી રીતે આયોજનો કરી અને ન ભૂતો, ન ભવિષ્ય જેવા આયોજનથી ‘અબતક’ના મેનેજિંગ તંત્રી સતીષભાઇ મહેતાને પૂરેપૂરી વિગતોથી વાકેફ કર્યા અને બૂક સ્ટોલ તેમજ ત્યાંની વયવ્સથા, કિડઝ ફેસ્ટિવલ અને ફૂડ સ્ટોલ સહિતની તમામ બાબતની ઝીંણવટપૂર્વક માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે કોર્પોરેટ ઇવેન્ટ જેવું સારામાં સારી રીતે સફળ આયોજન બનાવ્યું છે. સાથોસાથ મેહુલભાઇએ આવતા દિવસોમાં લોકોને વાંચન પ્રત્યે વધુ રૂચી ઉભી થાય તે માટે આયોજન કરવા રાજ્ય સરકારને સાથે લઇ દેશના ગુરજાર જેવા કલાકારો જોડી મોટું આયોજન કરવાની વિચારણા દર્શાવી હતી.
- જર્નાલીઝમ કોર્સને માત્ર એકેડેમિક નહીં રખાય : પીવીસી દેસાણી
પીવીસી દેસાણી જર્નાલીઝમ કોર્સના સમયમાં ફેરફાર અને જર્નાલીઝમ કોર્સના વિદ્યાર્થીઓને કારકિર્દીને લઇ તાત્કાલિક અમલ કરવાનું અને જર્નાલીઝમ કોર્સને ફક્ત એકેડેમીક ન બનાવતા વ્યવસાયલક્ષી શું ફેરફાર કરવા એવા સૂચનોને ગંભીરતાથી લઇ અને ‘અબતક’ને પોઝીટીવી ખાત્રી આપી છે કે જર્નાલીઝમ કોર્સને ખાલી એકેડેમીક ન રાખતા વ્યવસાયિક રીતે જે કાંઇ ફેરફાર કરવાના જરૂરી છે તે ટૂંક સમયમાં જ અમલી બનાવવામાં આવશે.