કપાસના ભાવમાં ત્રણ જ દિવસમાં રૂ.75 તુટયા: મંદીના પગલે ભાવ રૂ.1700ની અંદર
રાજકોટ સહિત રાજ્યભરમાં કપાસનો પાક વાવનાર ખેડૂતોને પોતે વાવેલા કપાસના ભાવો સારા મળશે એવી આશા રહી હતી. પરંતુ કપાસમાં એકાએક મંદીના માહોલથી જગતાત ચિંતામાં મૂકાઈ ગયો છે.
કપાસમાં વ્યાપક મંદી થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કપાસના ભાવમાં ત્રણ જ દિવસમાં રૂ.75 ની મંદી થતા રૂ. 1700 ની સપાટીની અંદર જતા હતા હવે બે હજા2ની ધારણા રાખીને કપાસ ન વેંચતા ખેડૂતોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. કપાસની સાથે રૂની ગાંસડીમાં પણ પાંચ દિવસમાં રૂ. 3500-3600 ના કડાકા સાથે રૂ.63,000 ની સપાટીએ ભાવ પહોંચી ગયો છે. હવે કારમી મંદી થશે એવું દેખાવા લાગતા ખેડૂતો પોતાનો કપાસનો પાક વેચવા નીક્ળી પડ્યા છે.
ગુજરાતભરમાં કપાસની આવક ગયા સપ્તાહ સુધી લાખથી સવા લાખ મણ થતી હતી પણ હવે નબળા મનના કિસાનો મંદી ભાળી જતા વેચવા લાગ્યા છે. બે દિવસથી કપાસની આવક માર્કેટ યાર્ડોમાં ફરીથી સવા બે લાખ મણ સુધી પહોંચી ચૂકી છે એટલે ભાવ પણ તૂટ્યા છે. ગાંસડીના ભાવ તૂટતા દબાણ હતું જ અને હવે કપાસનો ભાવ માર્કેટ યાર્ડોમાં ગયા સપ્તાહના અંતે રૂ.1810 હજારનો સુધી ઉંચામાં બોટાદ ખાતે બોલાયો હતો. બોટાદ યાર્ડમાં મંગળવારની હરાજીમાં આવક 15 હજાર મણ જેટલી વધીને 40 થયો છે.
પાછલી સીઝનમાં કપાસના ભાવ મણે રૂ. 2500 સુધી મળ્યા હતા. જો કે આ વખતે ઉત્પાદનમાં ખાસ્સો વધારો થવાનો અંદાજ છે અને વૈશ્વિક બજારમાં ટેક્સટાઇલની માગ ખૂબ જ નબળી હોવાને લીધે કપાસના ભાવ તૂટી પડ્યા છે. બીજી તરફ ખેડૂતોએ બેવડો ભાવ મળશે એ ગણતરીએ જ કપાસ વેંચ્યો નથી, સાચવી રાખ્યો છે પણ હવે મંદીનો અભાવ છે. દરમિયાન સીઝન શરૂ થતા ગભરાટભરી વેચવાલી કોટનમાં હોવાનું એસોસીએશનના એક બ્રોકરે કહ્યું હતું.
જિનરો કહે છે, કપાસના ભાવ ઘટવાને લીધે ડિસ્પેરિટીમાં રૂ. 200 – 300 નો ઘટાડો થયો છે છતાં હજુ રૂ. 1000 – 1200 ગુમાવવાના આવે છે. વૈશ્વિક બજારમાં ભારતીય કપાસ ઉંચો હોવાથી નિકાસ શૂન્ય જેવી છે અને જીનો 70 ટકા ક્ષમતાએ ચાલે છે. આવું જ યાર્ન મિલોમાં પણ છે. ગુજરાતની યાર્ન મિલો 75 – 80 ટકા ક્ષમતાથી ચાલે છે કારણકે ત્યાં પણ ડિસ્પેરિટી છે અને નિકાસ હજુ બે દિવસ રૂ. 50 – 75 નો ઘટાડો આવે તો યાર્ડોમાં ફરીથી અઢી લાખ મણ કપાસ આવવા લાગે એમ તેમણે ઉમેર્યું હતું.
બે હજારની આશાએ રાખેલા કપાસના રૂ.1000 પણ માંડ મળે છે. નવેમ્બર મહિનાનો પાનો અંદાજ રજૂ કર્યો હતો. એમાં પાક અંદાજ અગાઉના 341 લાખ ગાંસડીથી ઘટાડીને 339.75 લાખ ગાંસડી મૂકવામાં આવ્યો છે. ગુજરાતમાં કપાસનું ઉત્પાદન 93.50 લાખ ટન થશે એવો અંદાજ સંસ્થાએ વ્યક્ત કર્યો છે. કપાસનો ઊંચો ભાવ મળી રહેશે તેવી આશાએ કપાસ વાવતા ખેડૂતો આ કપાસનો ભાવ ગગડતા ચિંતામાં મુકાયા છે.
રૂનું ઉત્પાદન 339.75 લાખ ગાંસડી થવાનો અંદાજ
દેશમાં રૂનું ઉત્પાદન 339.75 લાખ ગાંસડી થશે તેવો નવેમ્બરનો સુધારિત અંદાજ કોટન એસોસીએશન ઓફ ઇન્ડિયા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યાં છે. આગલા મહિનાના અંદાજ કરતા નવેમ્બરમાં 4.25 લાખ ગાંસડી ઘટાડી નાંખવામાં આવી છે. ઉત્પાદન ઘટાડો પંજાબ, રાજસ્થાન, હરિયાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં થવાની ધારણા મૂકાઇ છે. સંસ્થાએ જણાવ્યું છે કે, ઓક્ટોબર અને નવેમ્બરમાં રૂનો સપ્લાય 84.68 લાખ ગાંસડી રહ્યો હતો. જેમાં 50.29 લાખ ગાંસડીની આવક, 2.50 લાખ ગાંસડીની આયાત અને 31,89 લાખ ગાંસડીના ખૂલતા સ્ટોકનો એમાં સમાવેશ થાય છે.
આ બન્ને મહિનાઓમાં વપરાશ 40 લાખ ગાંસડીનો રહ્યો હતો. 30 નવેમ્બર સુધીમાં નિકાસ 1 લાખ ગાંસડી જ થઇ શકી છે. નવેમ્બરના અંતે સ્ટોક 43.68 લાખ ગાંસડી રહ્યો હતો. એમાં 31.68 લાખ ગાંસડી ટેક્સટાઇલ મિલો પાસે છે. 8 લાખ ગાંસડી સીસીઆઇ, મહારાષ્ટ્ર ફેડરેશન અને અન્ય પ્લેયરો પાસે છે.2022-23ની સીઝનમાં રૂનો પુરવઠો સીએઆઇના અંદાજ પ્રમાણે 383.64 લાખ ગાંસડી ઉપલબ્ધ બનવાનો છે. એમાં 31.89 લાખ ગાંસડી ખૂલતો સ્ટોક, 339.75 લાખ ગાંસડી પાક અને 12 લાખ ગાંસડીની આયાતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
2021-22 માં 14 લાખ ગાંસડીની આયાત કરવામાં આવી હતી. તેની તુલનાએ આયાત ઘટશે. સ્થાનિક વપરાશ 300 લાખ ગાંસડી રહેશે. જે ગયા વર્ષમાં 318 લાખ ગાંસડી રહ્યો હતો. 30 લાખ ગાંસડીની નિકાસનો અંદાજ રાખવામાં આવ્યો છે. જે ગયા મહિનામાં મૂકાયો હતો તેટલો છે. પરંતુ ગયા વર્ષમાં નિકાસ 43 લાખ ગાંસડીની કરવામાં આવી હતી. સીઝનના અંતે 57.89 લાખ ગાંસડીનો સ્ટોક બચશે તેવી ધારણા હતી પણ હવે 53.64 લાખ ગાંસડી અંદાજ મૂકાર્યો છે.