દોહા ખાતે તાલીબાન સાથેની સંધીમાં અમેરિકાનાં સેક્રેટરી માઈક પોમપીયોની હાજરી
અફઘાનિસ્તાનમાં છેલ્લા ૧૭ વર્ષથી અમેરિકા અને તાલીબાન વચ્ચે અનેકવિધ પ્રકારનાં વિવાદો સામે આવી રહ્યા છે. ઘણી ખરી વખત શાંતી કરાર માટેની પણ તૈયારીઓ કરવામાં આવી હતી પરંતુ કોઈપણ કારણોસર સંધી થઈ શકી ન હતી ત્યારે ફરીથી અમેરિકા અને તાલીબાન વચ્ચે શાંતી સંધી થાય તેવી ચર્ચા ચાલી રહી છે જેમાં અમેરિકાનાં સેક્રેટરી માઈક પોમપીયો દોહા ખાતે ઉપસ્થિત રહેશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. ગત ડિસેમ્બર માસમાં અમેરિકાએ તેના ૭ હજાર સૈનિકોને પરત લઈ લેવાની યોજના બનાવી હતી પરંતુ હાલની પરિસ્થિતિ જોતા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, અંતે જગત જમાદાર પૂર્ણત: થાકી ગયું હોય જે રીતે તાલીબાનમાં રહેતા અમેરિકન સૈનિકો પાછળ જે ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેનાથી જગત જમાદાર પૂર્ણત: થાકી ગયેલું લાગે છે. જયારે બીજી તરફ અફઘાનિસ્તાનથી પણ અમેરિકન સૈનિકોને પાછા બોલાવી લેવાની જે તાલીબાનની માંગણી છે તેને પણ મહદઅંશે અમેરિકા દ્વારા સ્વિકાર કરવામાં આવ્યો છે તેના પરીણામ સ્વરૂપે આ સંધી કરાર થયો હોય તેવું લાગે છે.
અફઘાનિસ્તાનમાં એક સમયે રશિયનનું શાસન જોવા મળતું હતું ત્યારે અમેરિકા દ્વારા જે રીતે તાલીબાનીઓને આર્થિક સહાય કરી રશિયન લોકોને ભગાડી નાખવામાં જે મદદ કરવામાં આવી ત્યારબાદ અમેરિકા માટે તાલીબાન ચિંતાનો વિષય બની ગયો હતો. ૧૯૯૦નાં દસકાની શરૂઆતમાં જયારે સોવિયત સેના અફઘાનિસ્તાનથી હટી ત્યારે ખરાઅર્થમાં તાલીબાનનો જન્મ થયો હતો. આ સંગઠને અફઘાનિસ્તાન પર ૧૯૯૬થી ૨૦૦૧ સુધી રાજ કર્યું હતું. બીજી તરફ બોમ્બે ખાતે જે ૯/૧૧નો હુમલો થયો હતો તેમાં પણ તાલીબાની આતંકીઓનો મુખ્ય હાથ હોવાનું સામે આવ્યું હતું. જેમાં અમેરિકાએ તાલીબાનની શરણમાં રહેલા અલકાયદાના આતંકીઓને જવાબદાર ગણ્યા હતા પરંતુ અમેરિકા દ્વારા જે સૈન્ય મોકલવામાં આવ્યું ત્યારબાદની ઝડપભેર કાર્યવાહીમાં તાલીબાનને સતાથી હટાવી દેવામાં આવ્યું હતું. એક સમયે શાંતી પ્રસરાય જાય તેવો માહોલ પણ ઉદભવિત થયો હતો પરંતુ જેમ ૨૦૧૪માં વિદેશી સૈનિકો પરત જવાનો સિલસિલો શરૂ થયા બાદ તાલીબાનની તાકાત અને પહોંચ ખુબ જ વધી હતી. હાલના સમયે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, હવે તેઓ તાલીબાન સાથે શાંતી સંધી કરવા તરફ આગળ વધી રહ્યું છે જે માટે દોહા ખાતે અમેરિકા અને તાલીબાન વચ્ચે શાંતી કરાર કરવામાં આવશે જેમાં સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમપીયો હાજર રહેશે. હાલ અમેરિકાને પણ પાકિસ્તાન તરફનો શોફર્ટ કોર્નર જોવા મળી રહ્યો છે અને એ વાતની પણ સ્પષ્ટતા થાય છે કે તાલીબાનના આતંકીઓની વિચારસરણી અન્ય આતંકીઓ કરતા ખુબ જ વિપરીત છે.
છેલ્લા ૬ દિવસમાં અફઘાનિસ્તાનમાં હિંસાનું પ્રમાણ નહિવત: માઈક પોમપીયો
અમેરિકાનાં સ્ટેટ સેક્રેટરી માઈક પોમપીયોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ૬ દિવસમાં અફઘાનિસ્તાનમાં હિંસાનું પ્રમાણ નહિવત રહ્યું છે જેથી તાલીબાન વચ્ચે જે શાંતી સંધી થશે તે ખરાઅર્થમાં ફાયદારૂપ નિવડશે અને પોમપીયોએ જણાવતા પણ કહ્યું હતું કે, અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી તેમના સૈનિકોને પણ પરત બોલાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલના સમયમાં અંદાજીત ૧૩,૦૦૦ અમેરિકન સૈનિકોમાંથી ૮૬૦૦ સૈનિકોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. અમેરિકા સાથેના સંધી કરાર થયા બાદ રી-ઈલેકશન અંગેનો મુદ્દો પણ પ્રબળ બનશે.
ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં ફરજ બજાવી રહેલા અમેરિકી સૈનિકોનો માન્યો આભાર
અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવતા કહ્યું હતું કે, તાલીબાન અને અફઘાનિસ્તાનની સરકાર તેમના વચનો પર ખરું ઉતરશે તો અમેરિકાના સૈનિકોને પરત બોલાવી લેવામાં આવશે અને જે યુદ્ધ ચાલી રહ્યા છે તેના પર પૂર્ણવિરામ પણ મુકવામાં આવશે. કરાર મુજબ અફઘાનિસ્તાનને અલકાયદા, આઈ.એસ.આઈ.એસ અને અન્ય આતંકી જુથોથી મુકત કરાવવાની પણ માંગણી અમેરિકા દ્વારા કરવામાં આવી છે ત્યારે રાષ્ટ્રપ્રમુખ દ્વારા અફઘાનિસ્તાનનાં લોકોને એમ પણ જણાવાયું છે કે તેઓ તેમના નવા ભવિષ્યનું જતન સારી રીતે કરે. આ તકે તેઓએ અફઘાનિસ્તાનમાં ફરજ બજાવી રહેલા અમેરિકન સૈનિકોનો પણ આભાર માન્યો હતો અને તેઓની પ્રશંસા કરી જણાવ્યું હતું કે, સૈનિકોને કાબીલે તારીફ કામગીરીથી આઈએસઆઈએસ અને અલકાયદાનાં ખુબ જ મોટાગજાના આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.