Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમ પગલે આગળ વધી રહ્યું છે ત્યારે આર્થિક સધ્ધરતા માટે વિકાસ દર ની રફતાર તેજ બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે .

અર્થતંત્રને વિકાસ દર સાથે સીધો સંબંધ હોય તે સ્વાભાવિક છે પરંતુ ભારત જેવા વિકાસના રોડ મેપ પર ઝડપથી આગળ વધી રહેલા રાષ્ટ્ર માટે નાણા ના ઉપાજન જેટલું જ પૈસાનું કરકસર ભર્યા આયોજનની આવશ્યકતા રહે છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિમાં ભારત જ નહીં સમગ્ર દેશ માટે આર્થિક પ્રવૃત્તિઓ ની સાથે સાથે પર્યાવરણની વિષમતા ની પરિસ્થિતિ પણ પડકારરૂપ બની રહી છે 21મી સદીનું વિશ્વ એક સરખી રીતે પૃથ્વીના વધતા જતા તાપમાન ની સમસ્યા નો સામનો કરી રહી છે .

2023 નું વર્ષ ઈતિહાસમાં સૌથી વધુ ગરમ વર્ષ રહ્યું છે અને હજુ વૈશ્વિક તાપમાન નિરંતર પણે વધતું રહેશે તેવી આગાહી કરવામાં આવી રહી છે જે ખૂબ જ ચિંતા નો વિષય છે. દુનિયાની આબોહવા વિષમ રીતે બદલાઈ રહી છે યુરોપમાં આગ ઝડપી ગરમી ટેલિફોર્નિયામાં જંગલનો દાવ પાકિસ્તાનમાં ભયાનક પુર સહારા ના રણમાં જળ હોનારત જેવી ન બનવા જેવી ઘટનાઓ ગ્લોબલ વોર્મિંગ ના કારણે ઘટી રહી છે આ ઘટનાઓ માત્ર દુર્ઘટના નહીં પણ મોટાભાગના દેશોને ખર્ચના ખાડામાં ઉતારનારા બની રહ્યા છે ,આવી  કુદરતી આફતો ની અસર વિકાસ પર થાય તે સ્વાભાવિક છે

ફ્રાન્સમાં યોજાયેલી ક્લાઈમેટ ચેન્જ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વ ના દેશોને ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યામાં સહિયારો પુરુષાર્થ કરવા અપીલ કરી હતી દરેક રાષ્ટ્રને વાતાવરણમાંથી બે ડિગ્રી સેલ્સિયસ ગરમી ઓછી થાય તેવા રસ્તા અપનાવવાના અનુરોધનો વિશ્વ સમાજે સન્માનપૂર્વક આવકાર આપ્યો હતો. વાતાવરણમાં થી ગરમી ઘટાડવા પેટ્રોલ ડીઝલનો અને કાર્બોહાઇડ્રેટ પદાર્થોના બળતણ તરીકે ઉપયોગના બદલે સૂર્ય અને પવન ઊર્જા ના વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોથી લઈ જીવન ધોરણ અને ગ્લોબલ વોર્મિંગ માટે નિશ્ચિત ભંડોળ ઊભું કરવાની હિમાયત કરવામાં આવી હતી.  ગ્લોબલ વોર્મિંગ પર્યાવરણ માટે જ નહીં પરંતુ વિશ્વ ના આર્થિક વિકાસ માટે પણ અવરોધ રૂપ બની રહ્યું છે

આબોહવા પરિવર્તન એ પૃથ્વી પરના તાપમાન અને લાક્ષણિક હવામાન પેટર્નમાં લાંબા ગાળાના ફેરફારો કરી નાખ્યા છે જેમાં ખાસ કરીને નો ઉલ્લેખ કરે છે પ્રમાણથી ખૂબ ગરમ ઉનાળો, સખત શિયાળો, અણધારી વરસાદ, ભયંકર વાવાઝોડા, દરિયાનું સ્તર વધવું અને સમગ્ર અસરનો સમાવેશ થઈ શકે છે.

ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા માત્ર જેવી અને પર્યાવરણ પડકારો પૂરતી નિમિત નથી આ સ્થિતિ આર્થિક રીતે પણ  પાઈ માલ કરી શકે છે ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા કોઈ એક રાષ્ટ્ર કે વર્ગ પૂરતી મર્યાદિત નથી દુનિયા સામેનો આ પડકાર સામુહિક રીતે ઉકેલવા માટેની સમજ કેળવવાનો હવે સમય આવી ગયો છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.