આઇસીસી આગામી પુરુષ વનડે વિશ્વકપ માટે પ્રાઈઝ મનીની જાહેરાત કરી દીધી છે. આઈસીસીએ ટૂર્નામેન્ટમાં પ્રાઈઝ મનીનું બજેટ 1 કરોડ અમેરિકી ડોલર રાખ્યું છે. વિશ્વકપની યજમાની ભારતની પાસ છે. 5 ઓક્ટોબરથી વિશ્વકપનો પ્રારંભ થશે, તેમાં પહેલી મેચ ગત વર્લ્ડકપની વિજેતા ટીમ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટની ફાઈનલ 19 નવેમ્બરે યોજાશે. ઉદ્ઘાટન અને ફાઈનલ મેચ અમદાવાદના નરેનદ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
10 ટીમો વચ્ચે કુલ 48 મેચ રમાશે. વિશ્વકપની શરુઆત પહેલા પ્રત્યેક ટીમ 46 દિવસ સુધી ચાલનારી ટૂર્નામેન્ટ માટે તૈયાર થવા માટે બે અભ્યાસ મેચ રમશે.
વિજેતા ટીમને 40 લાખ અમેરિકી ડોલર મળશે. ફાઈનલમાં હારનારી ટીમને 20 લાખ અમેરિકી ડોલર મળશે. ગ્રૂપ મેચમાં તમામ 10 ટીમ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે. પોઈન્ટ ટેબલમાં ટોપ ચાર પર રહેનારી ટીમ સેમીફાઈનલમાં પહોંચશે. 2019માં પણ આ ફોર્મેટમાં ટૂર્નામેન્ટનું આયોજન થયું હતું. ગ્રૂપ રાઉન્ડમાં મેચ જીતવા પર પણ પુરસ્કારની રકમ આપવામાં આવે છે. ટીમને પ્રત્યેક જીત માટે 40,000 અમેરિકી ડોલર મળશે. ગ્રૂપ સ્ટેજના અંતે જે ટીમ નોકઆઉટમાં પહોંચવામાં નિષ્ફળ રહેશે તેમાંથી પ્રત્યેકને 1 લાખ અમેરિકી ડોલર મળશે.
વિશ્વકપના 13મા સંસ્કરણમાં 10 ટીમ વચ્ચે ટ્રોફી માટે પ્રતિસ્પર્ધા થશે. યજમાન ભારત ઉપરાંત ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને નેધરલેન્ડ રમશે. 10 ટીમો વચ્ચે કુલ 48 મેચ રમાશે. વિશ્વકપની શરુઆત પહેલા પ્રત્યેક ટીમ 46 દિવસ સુધી ચાલનારી ટૂર્નામેન્ટ માટે તૈયાર થવા માટે બે અભ્યાસ મેચ રમશે.