વર્લ્ડકપમાં થયેલા વિવાદનાં પગલે આઈસીસી એ સુપર ઓવરનાં નિયમોમાં કર્યા ફેરબદલ
વિશ્ર્વકપમાં ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે જે રમાયો હતો અને તેમાં જયારે ઈંગ્લેન્ડ ટીમનો વિજય થયો હતો ત્યારબાદ હજુ સુધી વિવાદ શાંત થયો નથી ત્યારે આઈસીસી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોઈપણ સુપર ઓવર થનારને જ ત્યાં સુધી સુપર ઓવરમાં રમાશે જયાં સુધી કોઈ એક ટીમ વિજેતા ન થાય. આઈસીસી દ્વારા લેવાયેલા આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણો ફેરફાર આવશે તેવી પણ વાત સામે આવી રહી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (આઈસીસી) સોમવારે તેના સુપર ઓવરના નિયમમાં ફેરફાર કર્યો છે.
જૂલાઈમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ઈંગ્લેન્ડને સુપર ઓવર ટાઈ રહ્યા બાદ વધુ બાઉન્ડ્રીના કારણએ વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. જેના કારણે ઘણો વિવાદ થયો હતો.
વર્તમાન અને ભૂતપૂર્વ ક્રિકેટર્સ અને ક્રિકેટ નિષ્ણાતોએ આ નિયમની ઘણી ટીકાઓ કરી હતી.
વર્લ્ડ કપની ફાઈનલ યજમાન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. ઈંગ્લેન્ડ સામે ૨૪૧ રનનો લક્ષ્યાંક હતો અને નિર્ધારીત ઓવર્સમાં મેચ ટાઈ રહી હતી. ત્યારબાદ સુપર ઓવર કરવામાં આવી હતી અને સુપર ઓવરમાં બંને ટીમોએ ૧૫-૧૫ રન નોંધાવતા સુપર ઓવર પણ ટાઈ રહી હતી. જેના કારણે ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડની તુલનામાં વધુ બાઉન્ડ્રી ફટકારી હોવાના કારણે તેને ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીણામ બાદ આઈસીસીની આ સુપર ઓવરના નિયમની ઘણી ટીકાઓ થઈ હતી. હવે આઈસીસી દ્વારા સુપર ઓવરના તેના નિયમમાં ફેરફાર કર્યો છે.
જો હવે સેમિફાઈનલ કે ફાઈનલ જેવી મહત્વની ટુર્નામેન્ટમાં સુપર ઓવર પણ ટાઈ રહેશે તો જ્યાં સુધી કોઈ એક ટીમ જીતી નહીં જાય ત્યાં સુધી સુપર ઓવર જારી રાખવામાં આવશે. આઈસીસીએ સોમવારે યોજાયેલી એક બેઠક બાદ જણાવ્યું હતું કે આઈસીસી ક્રિકેટ કમિટીની ભલામણ બાદ ચિફ એક્ઝિક્યુટિવ કમિટીએ નિર્ણય કર્યો છે કે સુપર ઓવરનો નિયમ જારી રહેશે. મોટી ટુર્નામેન્ટની ફાઈનલ અને સેમિફાઈનલ જેવી મહત્વની મેચોમાં સુપર ઓવર પણ ટાઈ રહેશે તો નિયમ પ્રમાણે કોઈ એક ટીમ સુપર ઓવરમાં વધારે રન બનાવી લેશે તેને વિજેતા જાહેર કરવામાં આવશે.