સિંગાપોરમાં બન્ને નેતાઓ વચ્ચે ૫૦ મિનિટ સુધી મહત્વની ચર્ચા: ટ્રમ્પ અને કિમે ઉમળકાભેર હાથ મિલાવ્યા
“અમારી મુલાકાત આડે ઘણી મુશ્કેલીઓ હતી”
“કિમ જોંગ ઉન સાથે અમારા સબંધો શાનદાર બનશે”
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરીયાના સુપ્રીમો કિમ જોગ ઉન વચ્ચે સિંગાપોરમાં ઐતિહાસિક મુલાકાત બાદ વિશ્ર્વને હાશકારો અનુભવાયો છે. વિગતો અનુસાર બન્ને વચ્ચે ૫૦ મીનીટ સુધી ચર્ચા થઈ હતી. આ બેઠક સિંગાપોરના સેન્ટોસા ટાપુ ખાતે હોટલ કપેલામાં ગોઠવાઈ હતી. બેઠક બાદ બન્ને નેતાઓ બાલકનીમાં આવી હાથ હલાવી અભિવાદન કરતા નજરે પડયા હતા.
આ મુલાકાત ઉપર ઘણા સમયી સમગ્ર વિશ્ર્વની નજર હતી. મુલાકાતમાં પરમાણુ હયિારો ઉપરના કડક નિયંત્રણો મુખ્ય સંધી હોવાનું જાણવા મળે છે. છેલ્લા ઘણા સમયી ઉત્તર કોરીયા દ્વારા અવાર-નવાર પરમાણુ તેમજ હાઈડ્રોજન બોમ્બના પરિક્ષણો થતા હોવાથી સમગ્ર વિશ્ર્વમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. જો કે, ત્યારબાદ એકાએક ઉત્તર અને દ.કોરીયા વચ્ચે સમજૂતી સંધાઈ હતી. ત્યારબાદ જગત જમાદાર અમેરિકાએ પણ કુણું વલણ અપનાવી શાંતિ મંત્રણા માટે તૈયારી દર્શાવી હતી. જો કે આ મુલાકાતમાં મુખ્ય શરત પરમાણુ કાર્યક્રમ બંધ કરવાની મુકાઈ હતી. જેના પરિણામે ઉત્તર કોરીયાએ પોતાની પરમાણુ સાઈટો નષ્ટ કરી હતી.
સિંગાપોર ખાતે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરીયાના સુપ્રીમો કિમ જોન ઉનની મુલાકાત વિશ્ર્વ શાંતિ માટે અગત્યનું પાસુ ગણવામાં આવી રહ્યું છે. સિંગાપોર સરકાર દ્વારા આ બેઠક પાછળ અંદાજે રૂ.૧૦૦ કરોડનો ખર્ચ કરાયો છે. બન્ને વૈશ્ર્વિક નેતાઓની આ મુલાકાત માટે સિંગાપોરના બે મુળ ભારતીય મંત્રીઓના પ્રયાસો કારણભૂત છે. વિવાઈન બાલક્રિષ્નન અને કે. શાનમુગન દ્વારા ટ્રમ્પ અને કિમની મુલાકાત માટે વ્યવસ ગોઠવાઈ છે. બાલક્રિષ્નન હાલ સિંગાપોરના વિદેશ મંત્રી છે જેમણે તાજેતરમાં જ વોશિંગ્ટન, પિયોંગયાંગ તા બેઈઝીંગની મુલાકાત લઈ આ બેઠક માટેનો તખતો ઘડયો હતો. ઉપરાંત છેલ્લી ઘડીએ બેઠકની વ્યવસ નિષ્ફળ બનાવતા પણ અટકાવી હતી. ટ્રમ્પ અને કિમ જોગની સુરક્ષાની જવાબદારી સિંગાપોરના મુળ ભારતીય મંત્રી શાનમુગનની જવાબદારી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરીયા અને અમેરિકા એમ બન્ને દેશો સો વ્યવહારો હોય તેવા ખુબ ઓછા દેશોમાં સિંગાપોરને સન મળ્યું છે. બન્ને દેશો સાથે સિંગાપોરના સંબંધો મજબૂત છે પરિણામે બેઠક માટે સિંગાપોરની જમીનને પસંદ કરવામાં આવી છે. આજે બેઠક બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ કિમ સોના સબંધોનો ઉકેલ લાવી શકે તેમ છે. મોટી સમસ્યાનો ઉકેલ મળી શકે તેમ છે. બન્ને નેતાઓ એક સાથે આગળ વધી મોટી સિધ્ધી પ્રાપ્ત કરી શકે તેવી આશા ડોનાલ્ડ ટ્રમ્પે વ્યકત કરી હતી.
બન્ને નેતાઓએ શિખરવાર્તાની શરૂઆત હોટલમાં મીડિયા સામે ઉમળકાભેર હાથ મિલાવી કરી હતી. કિમ જોગના પડખે બેઠેલા ટ્રમ્પે કહ્યું હતું કે, ભવિષ્યમાં અમારા સબંધો ખુબજ શાનદાર રહેશે. હું ખુબજ સારૂ અનુભવી રહ્યો છું. ભારતીય સમય અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોગ ઉન વચ્ચેની મુલાકાતનો પ્રારંભ વહેલી સવારે ૬:૩૦ કલાકે થયો હતો. આ મુલાકાત મામલે કિમ જોગ ઉને કહ્યું હતું કે, સિંગાપોરની આ બેઠક વચ્ચે ખુબજ મુશ્કેલીઓ હતી. આ મુશ્કેલીઓનો ઉકેલ લાવી અમે મંત્રણા કરી છે.