આગામી ૨૪ કલાકમાં પર્શ્નો નહીં ઉકેલાય તો આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી
એશિયામાં સૌથી મોટી સોડાએસની કંપની ધ્રાંગધ્રા શહેરમાં આવેલી છે. અહિં અસંખય લોકોને રોજગાર પુરુ પાડતી ડીસીડબલ્યુ કંપનીમાં લેબરોમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. જેમાં ધ્રાંગધ્રા ડીસીડબલ્યુ કંપની દ્વારા કામદારોનું શોષણ થતું હોવાનું જણાવ્યું હતું. આ લેબરોનું કહેવું છે કે કંપની દ્વારા તેઓને કેટલાય વર્ષોથી રાખવા છતાં હજુ સુધી કોઈ કાયમી કરાતા નથી અને તેઓને દરરોજનું ભથ્થુ પણ ઓછું આપવામાં આવે છે.
જયારે કંપની દ્વારા એક માસમાં માત્ર દસ કે પંદર દિવસ જ આ લોકોને કામ આપી બાકીના દિવસોમાં પાછા મોકલી દેવામાં આવે છે. જેથી તેઓને પુરતી એક માસની હાજરી મળતી નથી. કંપનીના લેબરો દ્વારા ડીસીડબલ્યુ કંપની બહાર જ બેસી જઈ ધરણા શરૂ કર્યા હતા.
જેમાં કંપનીમાં એક પણ વાહન આવવા તથા જવા દેવામાં આવ્યું ન હતું. લેબરો દ્વારા અચાનક જ આંદોલન શરૂ થતા કંપનીના કોન્ટ્રાકટરો તથા અધિકારીઓ કામદારો પાસે દોડી આવ્યા હતા. જયા વાતચીત દરમિયાન કોન્ટ્રાકટરોએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, કંપની જો તેઓને તમામ સહાયતા આપે તો તેઓ કામદારોની તમામ શરતો માનવા તૈયાર છે. પરંતુ કંપનીના અધિકારીઓ દ્વારા નિર્ણય લેવા માટે તમામ અધિકારીઓની મીટીંગ બાદ જ તેઓ કોઈપણ નિર્ણય પર આવી શકવાનું જણાવ્યું હતું. તેવામાં ધ્રાંગધ્રા ડીસીડબલ્યુ કંપનીના કામદારો દ્વારા રોજગાર ભથ્થુ વધારવું, વર્ષોથી કામ કરતા લોકોને સીનીયોરીટી આપવી, લેબરોને સેફટીના સાધનો પુરા પાડવા સહિતના પર્શ્નો સાથે આંદોલન છેડી આગામી ૨૪ કલાકમાં તેઓની માંગ નહીં સંતોષાય તો કામદારોના આગેવાન અમિતભાઈ ચાવડા દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com