રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી. દ્વારા પુસ્તક પરબમાં સુધા મૂર્તિની ૨૦ પ્રેરણાદાયક સત્ય વાર્તાઓની ભાવયાત્રા
રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા પુસ્તક પરબ સફળતાથી ચાલી રહ્યું છે. તાજેતરમાં મણકામાં વિખ્યાત લેખિકા, સમાજ સેવિકા, શિક્ષક, સુધા મૂર્તિની ૨૦ પ્રેરણાદાયક સત્ય વાર્તાઓની ભાવયાત્રા રાજકોટ આકાશવાણીનાં પ્રોગ્રામ એકઝીકયુટીવ – કટાર લેખક સલીમભાઈ સોમાણીએ બેન્કની રાજકોટ ખાતેની હેડ ઓફિસ ‘અરવિંદભાઈ મણીઆર નાગરિક સેવાલય’માં રજુ કરી હતી.
સલીમભાઈ સોમાણીએ રજુ કરેલા વકતવ્યની એક ઝલક, ‘આ પુસ્તકમાં માનવીય મુલ્યોને ઉજાગર કરતી વાર્તાઓ, સત્ય વાર્તાઓ રજુ કરાઈ હતી. સવિતા નામનાં એક કામવાળાબેનની વાત છે કે તેણીની દિકરી તે જયાં કામ કરતી હતી તેના દિકરીનાં પુસ્તકોથી ભણે છે અને અચાનક ધો.૧૦ની પરીક્ષાનાં આગલા દિવસે ટુંકી બિમારીમાં મૃત્યુ પામે છે. વર્ષો બાદ તે કામવાળાબેન મળે છે અને જણાવે છે કે તેણી અન્ય નબળી પરીવારની ક્ધયાને ભણવા માટે પુસ્તકોની મદદ કરે છે.બીજી એક સત્ય વાર્તા છે કે, મુંબઈના લોખંડવાલા કોમ્પ્લેક્ષમાં એક વડિલ દંપતિ એકલું રહે છે અને અતડું પણ હોય છે. થોડા સમય પછી અચાનક પડોશીની નાની દીકરી સાથે પરિચય કેળવાય છે અને તે દીકરીના માતા-પિતા તે વડીલ દંપતિને ભોજનનું આમંત્રણ આપે છે અને તે પણ નાની દીકરીને વાર્તા કહેવાના શુભ આશય સાથે. જયારે પણ તમે સ્વયં સ્કુરણાથી કોઈ કાર્ય કરો છો તો તે હંમેશા સાચું જ હોય છે.
આ પુસ્તક પરબના ચેરમેન નલિનભાઈ વસા, જીવણભાઈ પટેલ, ટપુભાઈ લીંબાસીયા, ડાયાભાઈ ડેલાવાળા, અર્જુનભાઈ શીંગાળા, જીમ્મીભાઈ દક્ષીણી, કિર્તીદાબેન જાદવ, હરકિશનભાઈ ભજટ્ટ, વિનોદ શર્મા, વિવિધ શાખા વિકાસ સમિતિના ક્ધવીનર, સહ ક્ધવીનર, સદસ્યો, ડેલીગેટ, દમયંતીબેન દવે, વિશેષમાં લલિતભાઈ ચંદે, આમંત્રિતો-નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સલીમભાઈ સોમાણીનું પુસ્તક-ખાદીનો રૂમાલ અને સ્મૃતિ ભેટ આપી બેન્કનાં ડિરેકટર અર્જુનભાઈ શિંગાળાએ સન્માન કર્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com