સવારે વહેલા ઊઠીને આખા દિવાના કામની ગોઠવણી કરતાં હોઈએ છીએ. પરાંટું દિંચારી શરૂ કરતા પહેલા જ કેટલાક એવા કામ કરીએ છીએ જે આખી ડિંચાર્યને નુકશાન પહોચડે છે. તો આવો જોઈએ કેટલાક એવા કામ જેને સવારના ઉઠતાવેત કરવાથી દિવસ આખો ખરાબ જાય છે.
અલાર્મ બંધ કરીને પાછું સૂઈ જવું….
મોટાભાગના લોકો સવેરે સમયસાર ઉઠવા માટે અલાર્મ સેટ કરીને સુવે છે પરંતુ તે લોકો અલાર્મ વાગતા ઉઠવાના બદલે તેને બંધ કરીને પાછા સૂઈ જાય છે. જેના પરિણામ સ્વરૂપ આખી દિનચર્યા ખોરવાઈ જાય છે. આ બાબતે તજજ્ઞનોનું પણ કહેવું છે કે આવું કરવાથી આખો દિવસ આળસનો અનુભવ કરશો. અને એટ્લે જ તમારે રાત્રે જલ્દી સુવાનું અને સવારે અલાર્મ સાથે જ ઉઠવાની આદત કેળવવી જરૂરી બને છે.
સવારે એક જાટકે ઉઠી જવું…
કેટલીકવાર એવા સંજોગો સામે આવે છે કે જ્યારે તમે અલાર્મ સેટ કરતાં ભૂલી ગયા હો, મોડા સૂતા હો, અને ઉઠવાનું ભાન નથી હોતું તેવા સમયે સ્મયનું ભાન થતાં એક જાતકે ઊંઘ ઊડે અને તરત જ ઉઠી જાવ છો . પરંતુ તમારી આવી આદતથી શરીરની નસ અને માસપેસીઓ ખેચાય છે. એટ્લે જ જ્યારે ઉઠો ત્યારે 2 મિનિટ રિલેક્સ થાઓ અને પછી ઊભા થાઓ.
ભૂખ્યા પેટે કેફિન લેવું…
સવારે ઊઠીને અનેક લોકો ચા, કોફી કે દૂધ પીવાના આદિ હોય છે, જે પચનને લગતી સમસ્યાઓને અંજામ આપે છે. જેનાથી એસિડિટી અને મેટબોલીસમ ખરાબ થાય છે. એટ્લે સવારે ઊઠીને ખાલી પેટે એક ગ્લાસ નવસેકું પાણી પીવું જોઈએ . આ ઉપરાંત લીંબુ પાણી પણ પી શકો છો. જેનાથી બોડી ડિટોક્સ થાય છે અને વાત્ત,પિત્ત દૂર થાય છે.
દિંચારી ન બનાવવી….
સવારે ઊઠીને એ જ ના ખબર હોય કે આખો દિવસ શું કામ કરવાનું છે તેનાથી દિવસની શરૂઆત થાય તો વિચારો દિવસ કેવો પસાર થાય ? આ વિચાર આવતાજ ઉઠતાની સાથે જ એક ઊંડા વિચારમાં ખોવાઈ જવાય છે. એટ્લે રાત્રે સૂતા પહેલા જ આગલા દીવાસના કામનું પ્લાનિંગ કરવાની આદત કેળવવી જોઈએ. આવું કરવાથી તમારો આખો દિવસ પ્લાનિંગ મુજબ પસાર થસે અને કોઈ પણ જાતનો તણાવ નહીં અનુભવો.
સવારનો નાસ્તો ન કરવો…..
સામાન્ય રીતે મોટાભાગના લોકો સામના અભાવે સવારનો નાસ્તો કરવાનું ટાળે છે. પરંતુ સવારે ખાલી પેટ રાખવા કરતાં કઈક હળવો નાસ્તો કરવો જરૂરી છે. જે તમને આખા દિવસની એનર્જી પૂરી પાડે છે. જો સવારનો નાસ્તો નથી કરતાં તો દિવસ આખો સુસ્તી રહે છે અને કામમાં ધ્યાન નથી આપી શકાતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com