પહેલા ત્રણ પરિવાર જ રાજ કરતા હવે ‘જનતા’ રાજ કરે છે
વિપક્ષોના આક્ષેપોનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં જે કામ’ચાર પેઢી’એ કર્યુ એ કામ અમે દોઢ વર્ષમાં કર્યુ છે. તેમણે જણાવ્યું કે, અગાઉ જમ્મુ-કાશ્મીરમાં ત્રણ જ પરિવાર રાજ કરતા હતા હવે જનતા રાજ કરે છે.
જમ્મુ-કાશ્મીરમાં પરંપરા બદલાઇ રહી છે પહેલા અહીં ત્રણ પરિવારો જ શાસન કરતા હતા. હવે જનતા રાજ આવી ગયું છે.
અગાઉના શાસકોએ કોના દબાણમાં ધારા ૩૭૦ ને અત્યાર સુધી દબાવી રાખી હતી.
તેમણે જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં બે નિશાન, બે કાયદા અને બે પ્રધાન નહીં રહે એ અમારો ૧૯૫૦ થી અમારૂ વચન હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આવતા જ અમેએ વચન પુરુ કર્યુ છે.
તેમણે જમ્મ-કાશ્મીરની ચુંટણીઓ અંગે જણાવ્યું કે તાજેતરમાં જ પંચાયતોની ચુઁટણીમાં ગોળીઓ ચાલી નથી. હવે જે લોકો ગ્રામ પ્રધાન કે પંચાયત માટે ચૂંટાયા છુ એ જ લોકો જ આગામી સમયમાં રાજયના ધારાસભ્ય બનશે, ધારાસભ્ય તરીકે ચૂંટાશે.
જમ્મુ-કાશ્મીરના સર્વાગી વિકાસ મોટે અમે ૧પ૦૦ કરોડ રૂપિયા આપ્યા છે. ખાણના અધિકારો પણ પંચાયતોને આપ્યા છે. તાજેતરમાં જ લેફટનન્ટ ગર્વનરેઆ અધિકાર આપ્યા છે.
કોંૅગ્રેસ પર હુમલો કરતો ગૃહ મંત્રીએ જણાવ્યું કે જે પક્ષ અમારા પર ટુજી અને થ્રીજી રોકવાનો આક્ષેપ કરે છે એના રાજમાં જમ્મુ-કાશ્મીરમાં તો મહીનાઓ સુધી મોબાઇલ બંધ રહ્યા હતા. સૌથી મોટો અધિકાર શાંતિથી જીવન જીવવાનો છે.
ગૃહમંત્રીએ જણાવ્યું કે રાજયમાં અફવા ન ફેલાય એ માટે ઇન્ટરનેટ સેવા થોડા સમય માટે બંધ કરવામાં આવી હતી.