સોરઠ ખાતે ૮૬ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો: ૭ મહિલા અને ૭૯ પુષો બિન હથિયારી લોક રક્ષક બેચ નં.૧૧૧ના તાલીમાર્થીઓ પોલીસ સેવામાં જોડાશે
રાજ્ય અનામત તાલીમ કેન્દ્ર દ્વારા ચોકી (સોરઠ) ખાતે બિન હથિયારી લોક રક્ષક તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ગુજરાત રાજ્ય અધિક પોલીસ મહાનિર્દેશકે પોલીસની કામગીરીએ સમાજ પ્રત્યેની સેવા છે. તેમ તાલીમાર્થીઓને શીખ આપી હતી.
આ તકે અધિક પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયએ તાલીમાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, પોલીસની કામગીરીએ સમાજ પ્રત્યેની સેવા છે. સમાજમાં દરેક વ્યક્તિની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને સંવેદનશીલતાથી ફરજ બજાવે તેના પર તેમણે ભાર મુકયો હતો.
ચોકી (સોરઠ) અનામત તાલીમ કેન્દ્ર ખાતે નાયબ પોલીસ મહાનિરીક્ષક અને આચાર્ય બી.આર.પાડોરના માર્ગદર્શન હેઠળ કચ્છ, ગીર સોમનાથ અને અરવલ્લી જિલ્લાના કુલ ૮૬ તાલીમાર્થીઓને ૮ મહિનાની ઇન્ડોર અને આઉટડોર તાલીમ આપવામાં આવી હતી. જેમાં ૭ મહિલા અને ૭૯ પુરૂષોની આજે તાલીમ પૂર્ણ થતા હવે પોતાના કાર્યક્ષેત્રમાં ફરજ બજાવશે તે માટે દિક્ષાંત સમારોહમાં શપથ લેવડાવવામાં આવ્યા હતા.