• ગુજરાતના ખૂબ કલ્યાણ અને છેવાડાના માનવીના વિકાસના આશિર્વાદની મુખ્યમંત્રીએ વ્યકત કરી કામના

  • મુખ્યમંત્રીએ ગુરૂપૂર્ણિમાના પવિત્ર પર્વે તાજપુરાધામના બ્રહ્મલીન પૂજ્ય નારાયણ બાપુની કરી ભાવસભર ગુરૂવંદના

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું  કે સેવાની ભાવના સાથે કરવામાં આવતા લોકોપયોગી કામો અને પ્રવૃત્તિઓનો વ્યાપ ઇશ્વવરકૃપાથી સતત વધતો રહે છે. તેમણે જણાવ્યું  કે સંત વિભૂતિ નારાયણ બાપુએ દરિદ્ર નારાયણની ઇશ્વ્રના રૂપમાં સેવા કરીને સેવા પરમો ધર્મનો કલ્યાયણકારી માર્ગ ચીંધ્યો છે.   ગુરૂપુર્ણિમાના પવિત્ર પર્વે નારાયણ ધામમાં બાપુની વંદના કરવાની જે તક મળી એનો હર્ષ વ્યૂકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યુંદ કે સ્વાનર્થ વગર સેવાની ભાવનાથી જ તાજપુરાની પવિત્રતા વધી છે. તેમણે સારા અને લોકોપયોગી કામો કરીને નવા ગુજરાતના નિર્માણનો સંકલ્પા વ્યશકત કરવાની સાથે ગુજરાતના ખૂબ કલ્યાકણ અને છેવાડાના માનવીના વિકાસના આશિર્વાદની બ્રહ્મલીન બાપુની પાસેથી ખેવના કરી હતી.

001 23

મુખ્યૂમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુરૂપૂર્ણિમાના પવિત્ર પર્વે મધ્ય  ગુજરાતમાં પંચમહાલ જિલ્લારના પવિત્ર નારાયણતીર્થ તાજપુરા ખાતે નારાયણ આઇ હોસ્પીવટલના ૨૫૦ પથારી ધરાવતા ત્રણ નવિન વોર્ડનું લોકોર્પણ કર્યુ હતું. તેમણે તાજપુરા ધામના બ્રહ્મલીન પૂજય નારાયણ બાપુની પર્વને અનુરૂપ ભાવસભર ગુરૂવંદના કરી હતી અને તેમનું દૈહિક નિવાસસ્થોન રહેલી પવિત્ર ગુફામાં દર્શન-અર્ચન કર્યા હતા. તેમણે પૂ.બાપુની ભાવના અને શીખ પ્રમાણે ધર્મસેવાની સાથે માનવસેવાની પરંપરા આગળ ધપાવવા માટે નારાયણ ધામ ટ્રસ્ટીબ મંડળને અભિનંદન પાઠવ્યામ હતા.

001 7

ભાવિકોએ મુખ્યીમંત્રીશ્રીને સદ્ ગુરૂદેવ અને નારાયણ ભગવાનના જયનાદોથી વધાવી લીધા હતા. ધામ સંચાલકોએ મુખ્યનમંત્રીશ્રીનું સન્માાન કર્યું હતું અને પરમપૂજ્ય નારાયણ બાપુની છબી અપર્ણ કરી હતી.

મુખ્ય ટ્રસ્ટી  રાજેશભાઇ રાજગોરે સૌને આવકારતા જણાવ્યું હતું કે દરિદ્ર નારાયણની સેવા એ જ પ્રભુસેવા ના સૂત્રને સાકાર કરવા ટ્રસ્ટહ વિનામૂલ્યેિ આરોગ્યે સેવા કરે છે અને અત્રેની નેત્ર સારવાર સુવિધાનો ૧૧ લાખથી વધુ જરૂરીઆતમંદ દર્દીઓએ લાભ લીધો છે.  ભરતસિંહ પરમારે જણાવ્યુંવ હતું કે બાપુની કૃપાથી તાજપુરા તેજપુરા બની રહે એવા પ્રધાનમંત્રી નરેન્દ્રનભાઇ મોદીના શબ્દો સાર્થક થઇ રહયા છે.

7F267853 4FE4 4136 8767 7DCE3D9572C9

આ પ્રસંગે કાલોલના ધારાસભ્ય શ્રીમતી સુમનબેન ચૌહાણ, જિલ્લાર પંચાયત પ્રમુખ રાજપાલસિંહ યાદવ, હાલોલ તાલુકા પંચાયત પ્રમુખ બાબુભાઇ રાઠવા, હાલોલ નગરપાલિકાના પ્રમુખ સુભાષભાઇ પરમાર, નારાયણ સેવા ટ્રસ્ટપના ટ્રસ્ટીવઓ, ગુજરાત રાજય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ડિરેકટર ગોપાલભાઇ શેઠ, કાર્યકારી કલેકટર અને જિલ્લાર વિકાસ અધિકારી  એ.જે.શાહ, આઇ.જી.રેન્જસ  મનોજ શશીધરન, જિલ્લાા પોલીસ વડા  રાજેન્દ્ર  ચુડાસમા, મહાનુભાવો અને ભાવિકો ઉપસ્થિેત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.