રામધામના સ્વપ્ન દ્રષ્ટા અને ધારાસભ્ય જીતુભાઇ સોમાણી-વિનુભાઇ કટારીયા તથા વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, હસુભાઇ ભગદેવ અને ભીખાલાલ પાઉં તથા ટ્રસ્ટીઓની સતત રહેશે ઉપસ્થિતિ
વાંકાનેર-ચોટીલા પાસે નિર્મણાધીન “શ્રી રામધામ” (જાલીડા)ની પાવનભુમી પર ઋષિમુનીઓએ જ્યાં ત્યાગ કર્યો છે તે વર્ષો પુરાણુ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં દાદા બિરાજમાન હતા તે મંદિરને શ્રીરામધામ ટ્રસ્ટ દ્વારા ર્જીણોધ્ધાર અંદાજે દોઢ થી બે કરોડના ખર્ચે નવનિકરણનો પ્રારંભ કરાયો છે.
આ નુતન મંદિરનું કામ જોરશોરથી ચાલુ કરી દેવામાં આવ્યુ છે. ત્યારે તાજેતરમાં આઠ દિવસ લાઇટ ન હોવાથી જનરેટર તથા પાણીના ટેન્કરની સુવિધા તાત્કાલીક ઉપલબ્ધ કરવામાં આવેલ અને એકપણ દિવસ કામ બંધ રહ્યું હતું. તેમ રામધામના અગ્રણી આગેવાન વિનુભાઇ કટારીયા તથા ટ્રસ્ટી હસુભાઇ ભગદેવે માહિતી આપતા જણાવ્યું હતું.
શ્રી રામધામ ભુમીના પટાંગણમાં પણ મહાકાય તૈયાર કરવામાં આવ્યો તેમાં પણ પ્લાસ્ટર, લાદી, બારી, દરવાજાનું કામ પૂર્ણ કરેલ છે. હાલમાં આ મહાકાય હોલમાં પી.ઓ.પી.નું કામ જોરશોરથી ચાલી રહ્યું છે.
આ ઉપરોક્ત રામેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર નિર્માણમાં થયાના કાર્યકર વિનુભાઇ કટારીયા, ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, ટ્રસ્ટીઓ હસુભાઇ ભગદેવ, ભીખાલાલ પાઉં, મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી સહિતના વિવિધ અગ્રણીઓ-આગેવાનો, કાર્યકર્તાઓ ઉપરાંત આર્ટીટેક હર્ષીતભાઇ સોમાણી સહિતનાની સતત ઉપસ્થિતિ રહેતી હોય છે. આ સાથે રામધામના અગ્રણી વિનુભાઇ કટારીયા તથા ટ્રસ્ટી હસુભાઇ ભગદેવ દ્વારા જણાવેલ કે ર્જીણોધ્ધારના દાતાઓને રામધામ ખાતે ચાલી રહેલું શ્રી રામેશ્વર દાદાના નવિનીકરણ થઇ રહેલ મંદિરની સ્થળની જાત મુલાકાતે પધારવા આમંત્રિત કરાયા છે. વધુમાં જણાવતા કે જેમ રામેશ્વર મહાદેવ નિર્માણકાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે.