વૈશ્ર્વિક મંદિએ વિશ્ર્વની મહાસત્તાઓનો પાયા હચમચાવી નાખ્યાં હતા ત્યારે ઇસ્લામનું પવિત્ર યાત્રાધામ એવું મક્કા મદિનાં જ્યાં આવ્યું છે. ત્યાં સાઉદીમાં પણ આ મંદીની અસર જોવા મળી હતી જેના કારણે છેલ્લા બે વર્ષથી મક્કા મંદિના મસ્જિદ કંસ્ટ્રક્શનની કામગીરી ઠપ્પ થઇ હતી. જેનું મુખ્ય કારણ સાઉદીનો મુખ્ય વ્યાપાર એવો તેલનો બીઝનેસ ખાડે ગયો હતો. પરંતુ ગયા બે વર્ષ બાદ ઓઇલ બીઝનેસમાં તેજી આવતા ત્યાંની સરકારએ મક્કા મસ્જિદની બંધ થયેલી કામગીરીનો ફરી શ‚ કરવાનો નિર્ણય લીધો છે. અને તેના માટે ૨૬.૬ બીલીયન ડોલર ખર્ચાશે તેવી પણ  ઘોષણા કરાઇ છે. અત્રે નોંધનીય વાત એ છે કે બે વર્ષ પહેલા ત્યાં કસ્ટ્રક્શન કામગીરી દરમિયાન ક્રેઇન પડતા ૧૦૭ હજયાત્રીઓના મૃત્યુ થયા હતા.

આ ઘટના બાદ હવે આવતા મંદિનાથી ફરી ત્યાં કામગીરી શ‚ થઇ રહી છે ત્યારે હજયાત્રીઓની સુરક્ષાની પૂરી તકેદારી રાખવામાં આવશે તેમજ આ કામગીરીમાં જોડાતા તમામ કાર્યકરોને પૂરતું વળતર ચુંકવવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. તેમજ મક્કા મસ્જિદ પાસે અબ્રાજ કુડાઇ નામની હોટલનું પણ ૩.૫ બીલીયન ડોલરના ખર્ચેે આવતા મહિનાથી કામ શ‚ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.