વોર્ડ નં.૩માં પોપટપરાનાં જુદી જુદી આવાસ યોજનાને જોડતા મુખ્ય રોડની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તેમજ અન્ય સુવિધાઓ તાકીદે આપવા વોર્ડના કોર્પોરેટર ગાયત્રી બા વાઘેલાએ વોર્ડના રહેવાસીઓ સાથે મળીને મ્યુ. કમિશ્નરને રજૂઆત કરી હતી.
રજુઆતમાં જણાવ્યા મુજબ પોપટપરા વિસ્તારમાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં ૫૫૦૦ આવાસને ધ્યાનમાં લઈ જે ભૌતિક સુવિધાઓ ઉભી કરવાની હોય તેમાં તંત્ર નિષ્ફળ નિવડયું છે. આ બાબતે સતત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી લઈ મ્યુ. કમિશ્નરને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. આવાસ યોજના અંતર્ગત આવેલા સાતથી આઠ ટીપીનાં રોડ બનાવવાની કામગીરીનાં ટેન્ડરો ડિસેમ્બર ૨૦૧૫માં પ્રસિધ્ધ થઈ કામગીરી અપાઈ ગઈ હતી. છતા મ.ન.પા.ના રોડ રસ્તાની કામગીરી સંભાળતા બાંધકામ વિભાગ અને ટી.પી. વિભાગના સંકલન અને ઉદાસીનતાના કારણે રોડના ડી માર્કસનની કામગીરી સમયસર થઈ શકી નથી. જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
બધી જ આવાસ યોજનામાં મોટી સંખ્યામાં લોકો રહેવા આવી ગયા હોવા છતા ‚ા.૨.૨૯ કરોડના ખર્ચે ચાલી રહેલી રોડની કામગીરીમાં જવાબદાર અધિકારી સુપરવિઝન નિયમિત ‚પથી કરતા ન હોય કે પછી કોઈ જો કોઈ કારણોસર કામ લંબાતું જાય છે ત્યારે નીચેના મુદાઓ પુન: આપણે ધ્યાને મૂકી તાત્કાલીક ધોરણે આ કામગીરી કરવા રજુઆત કરવામાં આવી છે.
આવાસ યોજનાને જોડતા મુખ્ય ટી.પી. રોડોની કામગીરી સત્વરે પૂર્ણ થાય. આ રોડની કામગીરીમાં બે વિભાગમાં કામગીરી કરવામાં આવે કે જેથી રોડની એક સાડ ઉપર માણસો સહેલાઈથી અવર જવર અને વાહન વ્યવહાર કરી શકે.
આ રોડની કામગીરીમાં જયાં પથ્થરો પાથરવામાં આવ્યા છે. ત્યાં તાત્કાલીક ધોરણે મોરમ કે ટાંચ નાખવાની કામગીરી પૂર્ણ કરવામા આવે. આવાસ યોજનાને જોડતા એક પણ રોડ ઉપર લાઈટની સુવિધા નથી જેથી તાત્કાલીક ધોરણે
લાઈટનાં ઈલેકટ્રીક પોલ ઉભા કરવામાં આવે.
આવાસ યોજનામાં ચાલી રહેલી રોડ રસ્તાની કામગીરીમાં ભૂગર્ભ ગટરની મુખ્ય લાઈનોને પણ ક્ષતી પહોચી છે. તે તાત્કાલીક ધોરણે રીપેર કરવામાં આવે.