રાજકોટ-હરિધામ-વિદ્યાનગર-અમદાવાદ-નેત્રંગમાં અવિરત સેવાયજ્ઞ

ઉત્તર ગુજરાતમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને કારણે જનવનને ભારે અસર ઇ છે ત્યારે યોગી ડિવાઈન સોસાયટીના પરમાધ્યક્ષ પરમ પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજની આજ્ઞા પ્રમાણે ગુજરાત સ્તિ તમામ કેન્દ્રોમાં સંતો-હરિભકતો દ્વારા ફૂડપેકેટસ તૈયાર કરવાનો સેવાયજ્ઞ અવિરત ચાલી રહ્યો છે. કુદરતી આપત્તિઓના સમયે અસરગ્રસ્તોની વ્હારે પહોચવામાં અગ્રેસર રહેતી વૈચ્છિક સંસ યોગી ડિવાઈન સોસાયટીના મુખ્યમક હરિધામ-સોખડા (જી. વડોદરા) ખાતે બે દિવસી ફૂડપેકેટસ તૈયાર કરીને વહીવટી તંત્રને અસરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ માટે આપવામાં આવી રહ્યાં છે.ફૂડપેકેટસની માંગને પહોચી વળવા યોગી ડિવાઈન સોસાયટીનાં રાજકોટ, વિદ્યાનગર, અમદાવાદ, નેંત્રગ વગેરે કેન્દ્રોમાં પણ સેવાયમ શ‚ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રના માર્ગદર્શન પ્રમાણે પૌષ્ટિક સુખડી અને ગાંઠિયાના આ ફૂડપેકેટસ તૈયાર કરવામાં હરિભક્ત ભાઈઓ-બહેનો સામેલ થયાં છે. યોગી ડિવાઈન સોસાયટીના પ્રવકતા ત્યાગવલ્લભ સ્વામીના જણાવ્યા પ્રમાણે હાલ વિદેશની ધર્મયાત્રાએ પધારેલા પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજે અતિવૃષ્ટિને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં અસરગ્રસ્તાને સત્વરે ખાદ્ય સામગ્રી પહોંચાડવાના સેવાયજ્ઞમાં જોડાઈ જવા ગુજરાત સ્થિત સત્સંગ સમાજને આજ્ઞા કરી છે. હરિધામ-સોખડા ખાતે કૃષ્ણચરણ સ્વામી, સંતવલ્લભ સ્વામી અને સુચેતન સ્વામી, રાજકોટમાં ત્યાગવલ્લભ સ્વામી અને સર્વાતીત સ્વામી, વિદ્યાનગરમાં ગુરુપ્રસાદ સ્વામી, નેત્રંગમાં ભક્તિવલ્લભ સ્વામી, અમદાવાદમાં બ્રહ્મવિહારી સ્વામી વગેરે સંતોના માર્ગદર્શનમાં ફૂડ પેકેટસનો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે.ત્યાગવલ્લભ સ્વામીએ ઉમેર્યું હતું કે, કુદરતી આપદાઓના સમયે વહીવટી તંત્રની સાથોસાથ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ અસરગ્રસ્તોની વહારે પહોંચવામાં અગ્રેસર રહે છે. ગુજરાતની ભૂમિ અને તેના વતનીઓની તાસીરમાં મદદ‚પ થવાની ભાવના વણાયેલી છે. તેને કારણે અસરગ્રસ્તો હુંફ અને આત્મીયતાનો અનુભવ કરીને જીવનને પુન: ધબકતું કરવા માટે કટિબધ્ધ બને છે. અસરગ્રસ્તોના પુનર્વસનની કામગીરી પણ આ સ્વૈચ્છિક સંસ્થાઓ અને સમાજના શ્રેષ્ઠીઓની ઉદાર સખાવતથી ઝડપી બને છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.