રૂ.૪૦ લાખના ખર્ચે નવો ડામર રોડ તૈયાર થશે
જામનગર જિલ્લા ના જોડિયા તાલુકા ના બદનપર પર ગામે બાદનપર ગામ થી ક્નકસેશ્વર મહાદેવ ના મંદિર સુધી ડામર રોડ નું કામ નું ખાતમૂરત ૯- જોડિયા જિલ્લા પંચાયત ના સીટ ના સદસ્ય અને મહિલા અને બાલ કલ્યાણ વિભાગ ના ચેરમેન એસ .એસ .ખયાર ના હસ્તે કરવામાં આવેલ હતુ.
આ તકે જોડિયા તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ અમરસી ભાઈ નંદાસણઆ, જોડિયા તાલુકા પંચાયત ના પ્રમુખ વિજયભાઈ છત્રોલા,પ્રકાશ ભીમણી ,નૂરમામદભાઈ, હાજી બારૈયા બાદનપર ગામ ના સરપંચ હરિભાઈ વસાવા એ.સો તથા ગ્રામજનો વગેરે હાજર રહ્યા હતા અને રૂપિયા ૪૦ લાખ ખર્ચે આ નવો ડામર રોડ સૌ પ્રથમ બનાવામાં આવશે.
જોડિયા તાલુકા નું એક જૂનું અને પ્રસિદ્ધ મંદિર છે આસપાસ ના ગામ લોકો અહીં હરવા ફરવા અને દર્શને આવે છે આ રોડ બનતા સહેલાણીઓ અને દર્શન કરવા આવતા શ્રદ્ધાળુ સહેલાય થી મંદિર પાેચી સક સે આ રોડ નું કામ થતા બાદાનપર ગામ લોકો માં ખુશી ની લહેર જોવા મળી છે .
આ રોડ મંજુર કરવામાં જિલ્લા કક્ષા એ જિલ્લા પંચાયત માં મંજૂરી માટે ની કામગીરી આ વિસ્તાર ના જિલ્લા પંચાયત ના સદસ્ય અને મહિલા બાલ કલ્યાણ વિભાગ ના ચેરમેન એસ .એસ .ખયારએ વહીવટી કામગીરી કરી હતી જયારે રાજ્ય કક્ષા એ રોડ મંજુર કરાવવા આ વિસ્તાર ના ભુતપૂર્વ ધારાસભ્ય રાઘવજી ભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી .