શહેરના આમ્રપાલી ફાટકે રેલ્વે અંડર બ્રિજનુ નિર્માણ કાર્ય યુધ્ધના ધોરણે ચાલી રહ્યુ છે. ચાલુ દિવસોમાં આ કાર્ય દરમ્યાન મુસાફરો, વાહન ચાલકોને મોટી મુશ્કેલી પડતી. આમ જનતાની સુવિધા માટે આ કાર્ય ખૂબ મહત્વપૂર્ણ છે.
લોકડાઉન પૂર્વે અટકેલુ આ અંડરબ્રિજનુ કાર્ય પુન: શરૂ કરાવવા રેલ પ્રશાસન દ્વારા જિલ્લા પ્રશાસન સાથે મળીને મીટીંગ કરાઇ હતી ત્યારબાદ કલેકટર ઓફિસ અને રેલ્વ એન્જિનીયરીંગ વિભાગના અધિકારીઓએ સાઇટ વિઝીટ પણ કરી હતી. અંતે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા લોકડાઉનના તમામ નીતી નિયમો પાળીને આ નિર્માણ કાર્ય શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. નિર્માણ કાર્ય માટે ૪ પોકલૈડ મશીન, ૨ ક્રેઇન, ૨ જેસીબી, ડમ્પર, ટ્રૈલર, ટ્રકટર, બ્રેકર્સ વગેરે મશીન તથા મજૂરોની મદદથી આ કાર્ય કરવામા આવી રહ્યુ છે.
લોકડાઉન દરમ્યાન રેલ્વેનો એન્જિનીયરીંગ વિભાગ તથા કેન્દ્રકટર જે.વી. એજન્સીની ટીમ દ્વારા યુધ્ધના ધોરણે ખૂબ ટુંકાગાળામાં લાંબો સમય ચાલનારુ કાર્ય ચોમાસા પહેલા પૂર્ણતાના આરે પહોંચ્યુ છે.