વિદ્યાર્થીએ સાઇકલથી ચાલતુ વોશીંગ મશીન બનાવ્યું

 

થાનગઢના જામવાળી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ એક હજાર રૂપીયાના ખર્ચે જુની સાઇકલ માંથી સાઇકલથી ચાલતુ વોશીંગ મશીન બનાવ્યુ હતુ.જેને રાજ્યકક્ષાએ ભાગ લેવા પસંદગી થઇ હતી.જ્યાં સોરાષ્ટ્ર ભરમાંથી માત્ર 3 કૃતિઓને જ સ્થાન મળ્યુ હતુ.જેમાંની એક થાન જામવાળી શાળાની હોવાની ગૌરવ અપાવ્યુ હતુ. હાલ બદલાતા યુગમાં અવનવી ટેકનોલોજી થકી લોકોના જીવન સરળ બની રહ્યા છે.ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકોને ઇનોવેશન માટે પ્રોત્સાહન મળે માટે જિલ્લાભરમાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયા હતા.જેમાં થાનગઢના જામવાળી શાળાના વિદ્યાર્થીઓએ કોઇ પણ જાતની ઇલેક્ટ્રીસીટીના ઉપયોગ વગર કપડા ધોતુ વોશીંગ મશીન બનાવ્યુ હતુ.જે તાલુકા, ઝોન અને જિલ્લા બાદ રાજ્યકક્ષાએ પસંદગી પામ્યુ હતુ. આ અંગે શાળા આચાર્ય દરશથસિંહએ જણાવ્યુ કેધો.9ના વિદ્યાર્થીને બોળીયા રાજુભાઇ રઘુભાઇને આ વિચાર આવ્યો હતો.તેને યોગ્ય સલાહ અને માર્ગદર્શન શિક્ષિકા ટોરીયા હેતલબેને અને શાળા સ્ટાફે આપ્યુ હતુ.આ પ્રોજેક્ટમાં જુની સાયકલ અને અન્ય વસ્તુઓનીમદદથી સાઇકલ પાવર્ડ વોશીંગ મશીન બનાવ્યુ છે.

જેમાં સાઇકલીંગ કરવાથી કપડા ધોવાય છે.આમ કપડા ધોવા કોઇ પણ ઇલેકટ્રીકસીટીની જરૂર પડતી નથી સાથે લોકોના સ્વાસ્થયની પણ જાળવણી થાય છે.આ કૃતિને ઓનલાઇન અપલોડ કરાતા જિલ્લાકક્ષાએ પ્રથમ સિલેક્ટ થયા બાદ બારડોલમાં યોજાયેલ રાજ્યકક્ષાએ પહોંચી હતી. આ અંગે શિક્ષકે જણાવ્યુ કે આ વિદ્યાર્થીને વિજ્ઞાન મેળા અંગે શાળામાં જણાવાયા બાદ તેઓ ઇન્ટરનેટમાં સર્ફિંગ દરમિયાન આ કૃતિ બનાવવા અંગે વિચાર આવ્યો હતો.જે શાળામાંથી માર્ગદર્શન અપાયુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.