વેપારી એસો., ન.પા.ના પ્રમુખ, ચીફ ઓફિસર, તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તરફથી મળે છે પ્રોત્સાહન; પાગલોને બાલ-દાઢી, સ્નાન કરાવી સ્વચ્છ વસ્ત્રો પહેરાવવા; સેવાકીય પ્રવૃત્તિમાં સમાજ શ્રેષ્ઠીઓનો આર્થિક સહયોગ મળતો હોવાનું જણાવતા કિરીટ બારોટ
ગરીબી એટલે જીવન માટે જરૂરી વસ્તુઓ જેમ કે, આહાર, રહેઠાણ, વસ્ત્ર પ્રાપ્ય ન હોય તેવી સ્થિતિ. સૌંદર્યની જેમ ગરીબીને ઓળખવી સહેલી છે પણ તેની વ્યાખ્યા કરવી અને તુલના કરવી ખૂબ અઘરી છે. ગરીબીના બે ખ્યાલો છે: સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં વ્યક્તિઓ કે તેમના જૂથોની આવકની સરખામણી થાય છે અને ઓછી આવક ધરાવતી વ્યક્તિ કે જૂથને ગરીબ કહેવામાં આવે છે.
નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં વ્યક્તિની આવકને જીવનધોરણનું ચોક્કસ સ્તર પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ આવક સાથે સરખાવવામાં આવે છે અને તેની વાસ્તવિક આવક લઘુત્તમ જરૂરી આવકથી ઓછી હોય તો તેને ગરીબ કહેવામાં આવે છે. આવા ગરીબ પરીવારોની જરૂરીયાતો અને તેના બાળકોની પાયાની આવશ્યકતાઓની ખેવના સરકારતો વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા અમલી બનાવી રહી જ છે.
આમ છતાંય ક્યાંક આવા ગરીબ, માનસીક અસંતુલીત માનવીઓની વહારે કોઇ લોકસેવાનો ભેખધારી આવીને બુજાતા દિવડામાં દિવેલની ભુમીકા ભજવી જાય છે. આવી જ વાત માણાવદર તાલુકાનાં બાટવા ગામના કીરીટભાઇનાં જીવન પ્રવૃતિઓથી જોવા મળી રહી છે. નગરપાલીકામાં ચોથાવર્ગનાં કર્મચારી તરીકે સેવા કરતા કીરીટભાઇનાં ફરજ ઉપરાંત બાટવામા થતી લોકસેવાની પ્રવૃતિને નિરખવા જેવી ખરી…….મુળ માણાવદર તાલુકાના રફાળા ગામનાં વતની બાલુભાઇ બારોટનાં ૩૮ વર્ષિય પુત્ર શ્રી કીરીટભાઇ નજીવો શૈક્ષણીક અભ્યાસ કરી બાટવાની નગરપાલીકામાં પાંચ વર્ષ અગાઉ પટાવાળાની નોકરી સ્વીરકારી પરીવારની આર્થિક જવાબદારીમાં જોડાયા, પણ કીરીટભાઇને તો માત્ર માતા-પિતા જ પરિવાર નહોતો તેને તો હતુ.
આખુ ગામ એક પરીવાર અને ગામમાં કોઇ ભુખ્યુ સુવે તે કીરીટભાઇને કેમ પાલવે, બસ આ વિચાર માત્રથી કીરીટભાઇએ ગરીબો અને ભુખ્યાની સેવાનો મનસૂબો મનોમન ઘડી કાઢ્યો, ગામમાં એવા કોણ અને કેટલા વ્યક્તી છે કે જેને સમયે જમવાનું મળતુ નથી, ભુખ્યા, પાગલ, કપડાથી વંચિત નિરાધાર લોકોની તપાસ કરતા બાટવામાં છ જેટલા માનસીક બિમાર વ્ય ક્તી રહે છે અને તે પણ બીજા રાજ્યની ભાષા જ બોલતા હોવાથી વાતચિત કે બોલીચાલીથી તેમની જરૂરતો સમજવી ઘણી મુશ્કેલ બને છે.
ઉપરાંત ગામમાં ૩૦ જેટલા ગરીબ વૃધ્ધો જોવા મળ્યા કે જેની શારીરીક અવસ્થાહ અને આર્થિક સ્થીકતી સહાય માંગતી હતી. વૃધ્ધ અશક્ત ગરીબો અને પાગલોની સેવા કીરીટભાઇને હૈયે લાગી ને બસ દરરોજ નિયમિત તેમનેખવડાવવા, નિયમિત સ્નાવન કરી સુધડ વસ્ત્રો પ્રદાન કરવાની કામગીરી કરવાની શરુઆત કરી અને આ પ્રવૃતિમાં ગામનાં સમાજશ્રેષ્ઠી ઓનો સહયોગ સાંપડતો ગયો, આજે ૪૦ જેટલા ટીફીન ઘરે ઘરેથી મેળવીને જરૂરીયાતમંદ વ્ય્ક્તિને ભોજન પીરસીને કીરીટભાઇ જમાડે છે.
સાથે પાગલ વ્યીક્તિને બાલદાઢી કરવા, તેને સ્નાંન કરાવી સુઘડ વસ્ત્રો પહેરાવવાની કામગીરી તો ખરી. આવી દોડધામની પ્રવૃતિમાં ગામનાં વેપારીઓનો સંપુર્ણ સહયોગ, ગામમાંથી કોઇ પણ વેપારીને કહેવાય કે આજે આ વસ્તુ કે આટલી નાણાકીય આવશ્યકતા છે તો એક પળનાં વિલંબ વિના કીરીટભાઇની સેવાપ્રવૃતિમાં બાટવાના વેપારીઓ અને ગ્રામજનોનો સહયોગ મળી રહ્યો છે.
જરૂરીયાતથી વધારે કોઇ દાતા આપે તો પણ કીરીટભાઇ હસતા હસતા કહે કે બાપા મારે જોઇશે તો કહીશ અત્યારે ઘણું છે. આવી સંતોષી વાત સાથે જ્યારે બાટવાનાં પ્રવર્તમાન પોલીસ અધિકારી પાલીયાને આ સેવા યજ્ઞમાં કઇંક સહયોગી બનવાની મહેચ્છા વ્યક્ત કરી તો કીરીટભાઇ કહે કે સાહેબ ટીફીન સેવા તો બાટવાની બહેનો જ પુરી કરી દે છે હું તો વાહક છુ ગરીબો અને વૃધ્ધો તથા પાગલને જમાડવાનું જ કામ કરૂ છુ.
શરૂઆતમાં લોકો અને સ્નેહીજનો આ પ્રવૃત્તિને મારૂં પાગલપન સમજતાં, પરંતુ આજે સમાજના મોટા-મોટા લોકો તરફથી અમને સહકાર અને પ્રોત્સાહન મળી રહ્યું છે લાગે છે કે હું જે કરૂ છુ તે પ્રભુને ગમતું હશે.ક્યારેક કીરીટભાઇ અસ્થિર લોકોને લઇને લટાર મારવા નીકળે, તેમને બધું બતાવે, પૌષ્ટીક આહાર જમાડે અને ખૂબ જ પ્રેમથી પરિવારના સદસ્યની માફક વ્હાલ કરે. કીરીટભાઇ કહે છે કે એક વાકયમાં કહેવું હોય તો આ લોકો ભલે કાંઇ સમજતા ન હોય, પરંતુ પ્રેમની ભાષા જરૂર જાણે છે. બાટવામાં આવીને મને સેવાનો લાભ મળ્યો છે, સાથે ગામલોકોએ સહયોગ આપ્યો છે. આથી જ મારી જાતને ખુશ નસીબ સમજુ છુ.
બાટવાના વેપારી એસોશીયેશન, નગરપાલીકાનાં પ્રમુખ, ચિફ ઓફીસર અને તંત્રનાં વિવિધ વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ મારા સાથીદારો અને સમાજના આગેવાનો દ્વારા અમને મળતું પ્રોત્સાહન અમારી અંદર પ્રાણ પૂરે છે. કીરીટભાઇ બારોટનાં પિતાશ્રી બાલુભાઇ લોકસંસ્કૃમતિમાં ભજન અને સંતવાણીનાં ઉંચાગજાના આર્ટીસ્ટ્ હોવાના નાતે લોકસેવાની વારસાઇ મેળવેલ કીરીટભાઇની સેવા સરવાણીમાં સદૈવ ઉંજણ મળતુ રહે અને ઈશ્વર તેમની સેવાની ધુણી કાયમ જલતી રાખે એવી બાટવાનાં લોકોની જીહ્વાએ સાંભળવા મળે છે.કીરીટભાઇ બારોટનાં મોબાઇલ નંબર ૭૮૭૪૫૨૫૨૬૫ પર અભિનંદન મળી રહ્યા છે.