ઓખા ગુગણી બ્રાહ્મણો દ્વારા વર્ષો પહેલા ગાયત્રી જ્ઞાન મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં માતા ગાયત્રીદેવી સાથે દ્વારકાધીશજી અને લક્ષ્મીમાતાની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી હતી. અહી દરરોજ દ્વારકાધીશજીના આઠ પહોરના દર્શન સાથે મંગલા આરતી સયન આરતી કરવામાં આવે છે. ત્યારે બુધવારના રોજ પૂજારી રવિન્દ્ર વાયડાના પરિવાર દ્વારા જલયાત્રા “કાના સંગ ગૌપી નૌકા વિહારના અદ્ભૂત દર્શન રાખવામાં આવ્યા હતા. જે દર્શન માટે દેવો પણ તરશે છે. તે દર્શનનો લાભ ઓખાના વૈષ્ણવો લઇ કૃતાર્થ થયા હતાં.