વિશ્વની સૌથી શક્તિશાળી દેશ એટલે અમેરિકા જેમની પાસે વિશ્વનું સૌથી શક્તિશાળી સૈન્યદળ છે. અમેરિકા પોતાના દેશની સુરક્ષા અને સલામતી માટે નવા-નવા હથિયારો તૈયાર કરતું રહે છે. હવે અમેરિકાં પોતાની સેના માટે એક એવા હાઈટેક ચશ્મા બનાવી રહ્યું છે, જેથી તેના ઈન્ફેન્ટીની સૈનિકો સુરક્ષિત બેસીને બહારની દુનિયાને સરળતાથી જોઇ શકે. અમેરિકન આર્મીમાં આ નવા ઉપકરણનો સમાવેશ થતાં જ સૈનિકો ખૂબ જ ટૂંકા સમયમાં તેઓ ઘટનાસ્થળની વાસ્તવિક પરિસ્થિતિઓને સમજી શકશે. આ સિસ્ટમનો ઉપયોગ કરનાર દરેક સૈનિક સરળતાથી દિવાળ પાર જોઈ શકે છે. આ સિસ્ટમનું નામ ઇન્ટિગ્રેટેડ વિઝ્યુઅલ ઓગમેન્ટેશન સિસ્ટમ (આઇવીએએસ) રાખવામાં આવ્યું છે. આ શહેરી વિસ્તારમાં બળવો, આતંકવાદ જેવા ક્લોઝ કોમ્બેટ ઓપરેશન કરનારી સ્પેશિયલ ફોર્સ સહિત ટેન્કોની અંદર અને બહાર ફરતા જવાનને આપવામાં આવશે. અમેરિકી સેના શરૂઆતી ઓર્ડરમાં આ સિસ્ટમના ઓછામાં ઓછા 40 હજાર પીસ ઓર્ડર આપવાની યોજના બનાવી રહી છે. ઇન્ટિગ્રેટેડ વિઝ્યુઅલ ઓગમેન્ટેશન સિસ્ટમ દ્વારા, સૈનિકો ઓપરેશન સાઇટને તો જોઈ જ શકશે તેમજ તેમના લેન્સ પરના ડિજિટલ ડેટાનો પણ અંદાજ લગાવી શકાય છે.
સૈનિકો દિવાલની આરપાર જોઈ શકશે
આ ચશ્મા બખ્તરબંધ વાહનોની બહાર લગાવેલા ઓમિન્ડાયરેકશનલ કેમેરામાંથી ફીડ્સ લે છે. બ્રેડલી તથા સ્ટ્રાઇકર ઈન્ફેન્ટ્રી વાહનમાં કાર્યરત છ સૈનિકોની ટુકડી દિવાલની આરપાર પણ જોવા માટે સક્ષમ હશે. આનાથી સૈનિકોને અંદર ઘટનાસ્થળની સમજ તેજીથી વધી જશે. જેથી યોગ્ય નિર્ણય અને ઘાતક હુમલા દ્વારા દુશ્મનને સરળતાથી ખતમ કરી શકાશે. અમેરિકાની સેના 1-2 સ્ટ્રાઇકર બ્રિગેડ કોમ્બેટ ટીમના સાર્જન્ટ ફિલિપ બાર્ટેલે જણાવ્યું કે, આ ચશ્મા પહેર્યા બાદ કોઈ પણ સૈનિક દુશ્મનનો વિસ્તારમાં ગાડી અથવા બખ્તરબંધ વાહનોની બહાર જોખમી સ્થિતિમાં અટકાવી શકશે નહીં. અંદર બેસીને બહાર સર્જાતી દરેક ક્રિયાઓ અને પરિસ્થિતિ વિશે જાણીને તેનો સામનો કરી શકીશું. આ ચશ્મા અમેરિકાને લડવાની ક્ષમતામાં વધારો કરશે. આનાથી વાહનની અંદર બેઠેલા કમાન્ડરને તેની સાઇટ ફરતે ફેરવી શકશે અને સશસ્ત્ર વાહનોની સલામતીમાંથી બહાર નીકળ્યા વગર તેની આસપાસની પરિસ્થિતિ વિશે રીઅલ-ટાઇમ અપડેટ્સ પ્રાપ્ત થાય છે. આવી માહિતી યુદ્ધ અથવા એન્કાઉન્ટર દરમિયાન સૈનિકોના નુકસાન અથવા જાનહાનિની સંખ્યામાં ઘટાડો કરશે.
ફાઈટર પાયલોટના હેડ-અપ ડિસ્પ્લેની જેમ કામ કરશે આ ચશ્મા
ડિઝાઇન બ્યુરોએ IVAS ચશ્માને ફાઇટર પાઇલેટની હેડ-અપ ડિસ્પ્લેની સમાન રીતે કાર્ય કરવા માટે બનાવ્યા છે. ફાઇટર પાયલોટ તેના હેડ-અપ ડિસ્પ્લેની મદદથી વિમાનના બધા ડેટા તેના હેલ્મેટની સ્ક્રીન મેળવે છે. જેના દ્વારા તે ઓછા સમયમાં વિમાન ઉડાડવાથી સંબંધિત માહિતી જ નહીં, પરંતુ દુશ્મનોને સરળતાથી નિશાન બનાવી શકે છે. ઠીક આવી જ રીતે IVASના આ ચશ્મા પણ કામ કરવા જઈ રહ્યા છે. આ ચશ્મા પહેરેલા સૈનિકને હેલ્મેટની સ્ક્રીન પર મેપ, વીડિયો અને જગ્યાની નાઇટ વિઝન સહિતની તમામ જરૂરી માહિતી મળશે. યુદ્ધના મેદાનમાં કામ કરવા માટે સૈનિકોને ઘણા બધા ડેટાની જરૂર હોય છે, તેમછતાં તેઓ તેમના સાધનો, દારૂગોળો અને અન્ય જરૂરી સાધનસામગ્રીને કારણે ડેટાની મર્યાદિત માત્રા રાખે છે. હવે આ નવા હેડ-અપ ડિસ્પ્લેની મદદથી, તેઓ યુદ્ધના મેદાનમાં ઘણા પ્રકારનાં ડેટા, આધુનિક, વધુ સચોટ અને જલ્દી એક્સેસ કરી શકશે. યુદ્ધના ક્ષેત્રમાં, સૈનિકો તેમની પોકેટમાં પ્લાસ્ટિકના લેમિનેટેડ નકશાને બદલે ડિજિટલ નકશાનો ઉપયોગ કરીને પ્રભાવી કાર્યવાહી કરી શકે છે.
મહત્વની વાત છે કે જો દુશ્મન આંખોની સામે હોય, તો તે તેનાથી નજર ફેરવ્યા વિના કોઈપણ ડેટાને એક્સેસ કરી શકે છે. આ ચશ્મા તેમના સૈનિકોને ચારે બાજુની સ્થિતિ કહેવા માટે રાઇફલ-માઉન્ટ થર્મલ ઇમેજિંગ નાઇટ વિઝન સ્કોપનો ઉપયોગ પણ કરી શકે છે. આ સ્કોપ રાઇફલ ઉપર લગાડવામાં આવે છે, જેની મદદથી સૈનિક તેનું લક્ષ્ય સચોટ રહે છે. આ તકનીકની મદદથી કોઈપણ સૈનિક યુદ્ધના ક્ષેત્રેમાં એક સુરક્ષિત આડમાં રાઇફલને ફેરવીને ત્યાંની પરિસ્થિતિનું સહેલાઇથી નિરીક્ષણ કરી શકે છે. આ માટે તેણે પોતાનું કવર પણ છોડવું પડતું નથી. આ સાથે, સૈનિકને તે સમયે પરિસ્થિતિ વિશે પણ માહિતી મળે છે અને તે દુશ્મનના નિશાનાથી પણ સુરક્ષિત રહી શકે છે. આ સિવાય આ ગોગલ્સને માઇક્રો ડ્રોન કેમેરા સાથે પણ જોડી શકાય છે. જવાનો યુદ્ધના મેદાનમાં પહોંચ્યા વિના ત્યાંની પરિસ્થિતિ વિશે માહિતી મેળવી શકે છે.
આઇવીએએસ સિસ્ટમ પરના 2020 ના રિપોર્ટ જણાવે છે કે, સૈનિકો કેવી રીતે આ નવી તકનિક સાથે કેવી રીતે ટ્રેન્ડ થાય છે. અમેરિકાની સેનાને ઓપરેશનલ ટેસ્ટ એન્ડ એન્વાયર્નમેન્ટ ડિરેક્ટરના જણાવ્યા મુજબ, આ ચશ્મા પહેરેલા સૈનિકો યુદ્ધ દરમિયાન તે વિસ્તારની બધી માહિતી ઝડપથી મેળવી શકે છે. મેકેનાઈજ્ડ ઈન્ફ્રેન્ટ્રી, કેવેલરી અને એન્જિનિયર્સ બધા સશસ્ત્ર વાહનો દ્વારા યુદ્ધના મેદાનમાં જાય છે. તેઓ જાણે છે કે તેઓને ક્યા લઈ જવામાં આવી રહ્યા છે, તેઓ પણ જાણે છે કેસઉતર્યા પછી તેઓએ શું કરવું છે, પરંતુ આ બધા સૈનિકો ઘણી વાર સ્ક્રીન અથવા વાહન ચલાવતા ડ્રાઇવર પર આધાર રાખે છે જેથી તેઓને જાણ થાય કે તેઓ વાસ્તવિક સમયમાં ક્યાં છે. જ્યારે વાહન યુદ્ધના મેદાનમાં અટકે છે, ત્યારે રેમ્પ ખોલતાંની સાથે જ સૈનિકો આસપાસ ગયા વિના સુરક્ષિક જગ્યાઓ પર જવા માંડે છે. ત્યાંથી તેઓ નક્કી કરે છે કે દુશ્મન ક્યાં છે અને તેની સામે કઇ રણનીતિ અપનાવી જોઈએ. પરંતુ આ ચશ્મા થકી હવે ગાડીમાં બેઠેલા સૈનિકો સરળતાથી સ્ટીલ અને લોખંડના બખ્તરની બહાર જોઈ શકે છે. જેનાતી તે સમયની પરિસ્થિતિનો સચોટ અંદાજ લગાવી શકશે.