નારીશકિતને સલામ
રાસાયણિક ખાતર કરતા આ ખાતર ફળદ્રુપતા વધારે છે
રાજકોટ જીલ્લા ધોરાજી તાલુકા વાડોદર ગામે મહીલા ઓ દ્વારા અળસિયા સજીવ ખાતર બનાવી ને હજારો રૂપિયા ની આવક કરવામાં આવે છે અસરકારક અને ફળદ્રુપતા વધારનાર આ ખાતર હોય છે રસાયણિક ખાતર કરતાં આ ખાતર સારી ઉપજ આપે છે અને પાક ની ગુણવત્તા પણ ચડિયાતી હોય છે અળસિયા સજીવ ખાતર બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે ખેતી માટે સૌથી અસરકારક અને કુદરતી કહી શકાય તેવું ખાતર ખેત જમીન માં ફળદ્રુપતા વધારવા ઉતમ પુરવાર થાય છે મોંધા ભાવ નાં ખાતરો થી મગફળી કપાસ તથા અન્ય ને કયારેક નુકશાન થાય પણ અળસિયા સજીવ ખાતર ખેતર માં નાંખવાથી ફાયદાકારક અને ઉતમ કહી શકાય તેવું આ અળસિયા સજીવ ખાતર થી ખેડૂતો ઘણોજ ફાયદો થાય છે અળસિયા કાળી માટી છાણીયુ ખાતર પાણી અને સુકા પાંડળા થી અળસિયા સજીવ ખાતર બનાવે છે જેનો ખર્ચ એક જ વખત અને વન ટાઈમ કરવો પડે છે નજીવા ખર્ચે એટલે કે રૂપિયા ત્રણ સો માં પ્રતિ બેગ બને છે અને આ અળસિયા નું ખાતર ૩૦ થી ૪૦ દિવસ માં તૈયાર થઈ જાય છે રસાયણિક ખાતર કરતાં આ ખાતર સારી ઉપજ અને પાક ની ગુણવત્તા પણ ચડિયાતી હોય છે આ જીવંત ખાતર થી ખેત ઉત્પાદન માં પણ સારાં એવાં પ્રમાણ માં વધારો મળી આવે છે એકંદરે અળસિયા નું ખાતર તદ્દન જૈવિક હોવાથી પકવેલુ અનાજ પણ આરોગ્યપ્રદ કહી શકાય જમીન ની ફળદ્રુપતા વધારવા માટે જૈવિક પધ્ધતિ થી અળસિયા નું ખાતર બનાવી ખેત જમીન માં પ્રાણસંચાર થાય છે આ ખાતર અસરકારક હોવા ઉપરાંત રાસાયણિક ખાતરો ની સરખામણી એ સસ્તું ખાતર છે અને જીવંત ખાતર પણ છે ત્યારે ધોરાજી તાલુકા નાં વાડોદર ગામ થી મહીલા ઓ આ અળસિયા સજીવ ખાતર બનાવી ને અન્ય લોકો અને મહીલા ઓ ને પણ ઉત્તમ ઉદાહરણ અને પ્રેરણા રૂપી આ પ્રવૃતિ બની રહેશે