સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા જુદા જુદા તબકકા નકકી કરાયાં
નિયત તારીખ મુજબ નહીં જાય તેને પોલીસ અટકાવશે, બેંક નાણાં નહીં ચૂકવે
કેન્દ્ર સરકારના ગ્રામિણ વિકાસ વિભાગ દ્વારા જાહેર કરેલ જાહેરનામા મુજબ આ માટે તા.૧-૪-૨૦૨૦થી પી.એમ. ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જન ધન યોજના (મહિલા) બચત ખાતામાં રૂા.૫૦૦ આવનાર ત્રણ મહિના સુધી જમા થવાના છે. આ જમા થવાના છે. આ જમા થયેલ રકમ ઉપાડવા વધુ પડતા લોકો એક સાથે ભેગા ન થાય અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાઇ તે માટે સરકાર દ્વારા રકમ ઉપાડવા માટે જુદા જુદા તબકકાઓ નકકી કરવામાં આવેલ છે. બેંકના ખાતામાંથી રકમ ઉપાડવા માટે જે તે મહિલા ખાતાધારકે પોતાનો ખાતા નંબર જોઇ લેવાનો રહેશે અને પોતાના ખાતા નંબરનો છેલ્લો આંકડો જોઇ નિયત કરેલ તારીખોએ જ રકમ ઉપાડવા જવાનું રહેશે.
તમામ મહિલા ખાતાધારકોને ખાસ જણાવવામાં આવે છે કે પોતાના ખાતા નંબરનો છેલ્લો આંકડાની નિયત કરેલ તારીખ સિવાયની અન્ય તારીખે રકત ઉપાડવા માટે બેંકમાં જશે તો તેઓને પોલીસ વિભાગ દ્વારા રસ્તામાં અટકાવવામાં આવશે તેમજ બેંક દ્વારા પણ કોઇ જ ચુકવણું કરવામાં આવશે નહીં. તદ્અનુસાર તા.૩-૪-૨૦૨૦ના રોજ મહિલા બચત ખાતા નંબરમાં છેલ્લા નંબર ૦થી ૧ વાળા મહિલા ખાતા ધારકે, તા.૪-૪-૨૦૨૦ના રોજ મહિલા બચત ખાતા નંબરમાં છેલ્લો નંબર ૨થી ૩ વાળા મહિલા ખાતા ધારકે તા.૭-૪-૨૦ના રોજ મહિલા બચત ખાતા નંબરમાં છેલ્લો નંબર ૪થી ૫ વાળા મહિલા ખાતા ધારકે તા.૮-૪-૨૦ના રોજ મહિલા બચત ખાતા નંબરમાં છેલ્લો નંબર ૬થી ૭ વાળા મહિલા ખાતા ધારેક તેમજ તા.૯-૪-૨૦ના રોજ મહિલા બચત ખાતા નંબ્રમાં છેલ્લો નંબર ૮થી ૯ હોય તેવા મહિલા ખાતા ધારકોએ ઉકત નિયત કરાયેલી તારીખોએ રકમ ઉપાડ કરવા જવાનું રહેશે, તેમ રમેશભાઇ ઠાકર, લી. ડિસ્ટ્રીકટ મેનેજર, લીડ બેન્ક, રાજકોટ, તરફથી જણાવાયું છે.