ચોટીલા મા મહિલાઓ રણ ચંડી બની
યુવાન ને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યાર બાદ રાજકોટ રિફર કરવા મા આવિયો..
સુરેન્દ્રનગર જીલ્લા મા છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થા ખૂબ કથળતી જતી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા લૂંટ ખંડણી અને અનેક પ્રકારના ગુનાઓમા વધારો થયો છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા મા મફતિયા પરા વિસ્તાર માં પણ અવાર નવાર ગુનાહિત પ્રવૃત્તિઓ ના કેસો આવર નવાર સામે આવે છે.
ત્યારે ગઈ કાલે ચોટીલા ના મફતિયા પરા વિસ્તારમાં એક યુવાન દવારા ૭ વર્ષ ની બાળા ને છરી ની અણી એ દુષ્કર્મ ના ઇરાદે ઉઠાવી ગયો હતો ત્યારે આ નાની સાત વર્ષની માસૂમ બાળકી એ બૂમ રાડ કરતા આજુ બાજુ ની મહિલાઓ અને પુરુષો ભેગા થઈ ગયા હતા અને આ બાળકી ને આ યુવાન પાસે થી લઇ લેવા મા આવી હતી. ત્યારે ચોટીલા ના મફતિયા પરા વિસ્તાર ની મહિલાઓ દ્વારા આ નરાધમ યુવાન પર હુમલો કરી અને પોલીસ સ્ટેશન સુધી ઘસડી ને લઇ જવામા આવિયો હતો. ત્યારે આ યુવાન પર પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે ચોટીલા સરકારી હોસ્પિટલ પહોંચાડાયો હતો ત્યાથી રાજકોટ રીફર કરીયો હતો.
દુષ્કર્મ ના ઇરાદે સાત વર્ષની માસૂમ બાળકી નું અપરણ નો પ્રયાસ કરનાર યુવાન ને મહિલાઓ દવારા ઢસડી પોલીસ સ્ટેશન પહોંચાડવા મા આવિયો હતો.ત્યારે આ નરાધમ યુવાન ને પીઠ અને માથા ના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી ત્યારે ચોટિલા પોલીસ એ આ યુવાન ને ચોટીલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યાર બાદ આ નરાધમ યુવાન ને રાજકોટ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો..
સાત વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ ના ઇરાદે અપરણ કરનાર યુવાન દારૂ ના નસા માં હતો…
સુરેન્દ્રનગર જીલ્લા ના ચોટીલા મફતિયા પરા વિસ્તાર માં દારૂ ના બેફામ હાટડાઓ ચાલી રહ્યાં છે ત્યારે આ ચોટિલા નું મફતિયા પરા વિસ્તાર માં અગાઉ દારૂ બાબતે ભાઈ દવારા ભાઈ નું ખૂન કરી નાખ્યું હતું ત્યારે આવા અનેક પ્રકાર ના બનાવો આ વિસ્તાર માં બને છે.
ત્યારે આ સાત વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ ના ઇરાદે છરી દેખાડી ઉઠાવી જતો યુવાન ખૂબ નસા ની હાલત મા હતો ત્યારે આ યુવાન ને મહિલાઓ દવારા ઢસડી અને પોલીસ સ્ટેશન લઈ જવા મા આવિયો હતો..
સોશીયલ મીડીયા મા મહિલાઓ નો આ નરાધમ યુવાન ને ઘસેડતો વિડિયો વાયરલ..
સાત વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરવા નો પ્રયાસ કરનાર યુવાન ને ચોટીલા ની મહિલા ઓ દવારા સબક શીખવાડવા માં આવિયો હતો. મહિલાઓ દ્વારા આ નરાધમ યુવાન ને ચોટીલા પોલીસ સ્ટેશન સુધી ઘસડી ને લાવવામા આવિયો હતો.