“રોકેટ મહિલા” ડો.રિતુ કરીધલ શ્રીવાસ્તવ

01 9

ચંદ્રયાન-3 મિશનનું નેતૃત્વ ડૉ. રિતુ કરીધલ શ્રીવાસ્તવ કર્યું હતું . તેમનો જન્મ લખનૌમાં ઉત્તર પ્રદેશમાં થયો હતો.તેનો મધ્યમ-વર્ગીય પરિવારમાં ઉછેર થયો હતો . બાળપણમાં તે જાણતા હતા કે તેને અવકાશ વિજ્ઞાનમાં રસ છે. કલાકો સુધી રાત્રિના આકાશ તરફ જોતાં અને બાહ્ય અવકાશ વિશે વિચારતા , તે ચંદ્ર વિશે આશ્ચર્ય પામતા હતા કે તે તેના આકાર અને કદમાં કેવી રીતે ફેરફાર થાય છે .

તેણે તારાઓનો અભ્યાસ કર્યો અને અંધારાવાળી જગ્યા પાછળ શું છે તે જાણવા માંગતા હતા .તે અવકાશ-સંબંધિત પ્રવૃત્તિ વિશે છાપના કટિંગ્સ એકત્રિત કરવાનું શરૂ કર્યું અને ISRO અને NASA ની પ્રવૃત્તિઓ પર નજર રાખતા . લખનૌ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં એમ.એસસી. પૂર્ણ કર્યું હતું . ત્યાર પછી તે જ વિભાગમાં ભણાવતા હતા. તે છ મહિના સુધી લખનૌ યુનિવર્સિટીમાં રિસર્ચ સ્કોલર હતા. એરોસ્પેસ એન્જીનીયરીંગમાં માસ્ટર્સ કરવા માટે તેણે IISc, બેંગ્લોરમાં જોડાયા હતા. વાર્ષિક દીક્ષાંત સમારોહ 2019 દરમિયાન લખનૌ યુનિવર્સિટી દ્વારા તેમને સન્માનિત કરાયા હતા.

02 9

રિતુ કરીધલે 1997 થી ISRO માટે કામ કર્યું હતું . ભારતના માર્સ ઓર્બિટર મિશન, મંગલયાનના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે મિશનના ડેપ્યુટી ઓપરેશન ડાયરેક્ટર પણ હતા.મિશન ડિરેક્ટર તરીકે ચંદ્રયાન 2 મિશનની દેખરેખ રાખી હતી. 2007માં ભારતના રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ તરફથી ISRO યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ મળ્યો હતો.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.