- નખત્રાણાના દેશલપર ગામના મહિલા તલાટી મંત્રી ચંદ્રીકા ગરોડા લાંચ લેતા રંગે હાથે ઝડપાયા
- રેસ્ટોરન્ટ બનાવવા ગ્રામ પંચાયતનો દાખલો અને ઠરાવ કઢાવવા 2000ની માંગી હતી લાંચ
કચ્છ ભુજના નખત્રાણાના દેશલપર ગ્રામ પંચાયતની એક મહિલા તલાટી રૂ. 2,000 ની લાંચ લેતા ACBની જાળમાં ફસાઈ હતી. તેમજ આ કેસની વિગત મુજબ ફરીયાદીને દેશલપર (ગુતલી) ગામના સર્વે નંબર-607 પૈકી હસ્તક છે. તેમા નવી રેસ્ટોરન્ટ બનાવવી હતી. જેના માટે સરકારના જમીન હોટેલ ઉદ્યોગ હેતુ માટે 525.00 ચોરસ મીટર સરકારી પડતર જમીનની માંગણી કરી હતી.
આ જમીન ગૈાચરની નથી તે અંગેનો ગ્રામ પંચાયતનો દાખલો અને ગ્રામ પંચાયતનો ઠરાવ આપવાના અવેજ પેટે ફરીયાદી પાસેથી કચ્છ ભુજના નખત્રાણાના દેશલપર ગ્રામ પંચાયતના તલાટી સહમંત્રી ચંદ્રીકા ગરોડાએ તેના મોબાઇલ ફોનમાં મેસેજથી રૂા.2,000/-ની લાંચની માંગણી કરવામાં આવી હતી.
જે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી ACB માં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે ACB એ દેશલપર ગ્રામ પંચાયત ઓફિસમાં જાળ બિછાવીને ફરિયાદી પાસેથી રૂ,2,000 ની લાંચ લેતા ચંદ્રિકા ગરોડાને ઝડપી લીધા હતા.