પત્ની પોતાના પ્રેમી સાથે નાસી ગઈ હોવાની સ્ટોરી બનાવી હતી
ભુજના બેવફા પતિએ પ્રેમીકા માટે પત્નીની હત્યા કરી અને કોઈને શક ન જાય તે માટે મૃત પત્ની પ્રેમી સાથે નાસી ગઈ હોવાની ઘટનાઓ ઉભી કરી … અજય દેવગણની દ્રશ્યમ ફિલ્મની જેમ પત્નીની લાશને સગેવગે કરી હત્યા કેસને ઢાંકવાનો પ્રયાસ કર્યો પણ આખરે એ પતિ પશ્ચિમ ક્ચ્છ એલસીબી ના હાથે ઝડપાઇ ગયો જાણો આખો કિસ્સો નવ મહિના થયા ગુમ થયેલી ભુજની મુસ્લિમ મહિલાની હત્યા કરાઈ હતી અને એ હત્યા ના ભેદભરમનું રહસ્ય પોલીસે ઉકેલ્યું છે.
પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા આ હત્યા કેસ સંદર્ભે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આપેલી માહિતિ અનુસાર ભુજ ના ઇસ્માઇલ હુસેન માજોઠી એ તા/૧૦/૬/૨૦૧૮ ના પત્ની રૂકસાના ગુમ થઇ છે તે અંગે બી ડિવિઝન પોલીસ માં નોંધ કરાવી હતી. ત્યાર પછી પણ પોલીસ ઉપર દબાણ બનાવતા ઇસ્માઇલે એસપી, કલેકટરને આવેદનપત્ર આપી પોતાની ગુમ પત્ની રૂકસાના ને શોધી આપવા દબાણ બનાવ્યું હતું એટલુંજ નહીં ગુજરાત હાઇકોર્ટ માં અરજી કરીને પોતાની ગુમ થયેલ પત્ની રૂકસાના ને શોધવા માટેે પશ્ચિમ કચ્છ એલસીબી ની કામગીરી બરાબર ન હોઈ અન્ય પોલીસ એજન્સી ને તપાસ સોંપવા માટે માંગણી કરી હતી.
બનાવની જો વાત કરીએ તો , રૂકસાના ની માતા શકીનાબેન અને બે ભાઈઓ સલીમ તેમ જ ઇકબાલે રૂકસાના ના ગુમ થયાની પોલીસ ફરિયાદ કરનાર તેના પતિ ઇસ્માઇલ તેમ જ તેની પ્રેમીકા એવી બીજી પત્ની ઉપર રૂકસાના ની હત્યા કરી હોવાનો આક્ષેપ મૂકી પોલીસ સમક્ષ તપાસ ની માંગણી કરી હતી. દરમ્યાન ઇસ્માઇલ દ્વારા પોતાની પ્રથમ પત્ની ગુમ થઈ છે એ નાટક કરવાની સાથે હત્યાની આખીયે ઘટનાને છુપાવવા માટે આપણા રુંવાડા ઉભા થઇ જાય એવું માસ્ટર માઈન્ડ વાપરીને આયોજન કરાયું હતું. આ આખીયે મર્ડર મિસ્ટ્રીને અંજામ આપનારા એક મહિલા સહિત ૭ આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે.
જેમાં ઇસ્માઇલ હુસેન માજોઠી અને તેને સાથ આપનાર અન્ય પાંચ આરોપીઓ જાવેદ જુસબ માજોઠી, સાજીદ દાઉદ ખલીફા, સાયમા સાજીદ ખલીફા, અલ્તાફ અબ્દુલ માજોઠી ,સબીર જુસબ માજોઠી,મામદ ઓસમાણ કુંભાર ની ધરપકડ કરી છે. આઈજી ડી. બી. વાઘેલા અને ડીએસપી સૌરભ તૌલબિયાના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને મોબાઈલ ફોનને આધારે વોચ ગોઠવી ધીરજ પૂર્વક તપાસ કરી અને ૯ મહિના પછી આ હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. જોકે, મર્ડર મિસ્ટ્રીનો ઇસ્માઇલે રચેલો ખોફનાક ખેલ ક્રાઇમ થ્રિલર અને ક્રાઈમ સસ્પેનશન નોવેલ જેવો છે.