અબતક,રાજકોટ
ગાંધીધામમાં રહેતા બે યુવાનોને વિદેશમાં નોકરી આપવાની લાલચે છેતર્યા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં રશિયાની કંપનીમાં નોકરુએ રખાવાની લાલચે વિઝા અને ટિકિટના રૂ.૧.૨૩ લાખ ચાવ કરી જવાનો ગુનો મહિલા સામે નોંધાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીધામમાં રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં વેલ્ડર તરીકે નોકરી કરતા વેંગટેશ્વર સાઈબાબુ યાનામદલાએ ફરિયાદ નોંધાવી હતી કે તેની અને તેની સાથે કામ કરતા મુરલીધરન સાથે રિતીખા સેન નામની મહિલાએ રૂ.૧,૨૩,૬૦૦ની છેતરપીંડી કરી છે.
રશિયામાં નોકરીની જરૂર હોવાથી વિઝા અને ટિકિટના
પૈસા મંગાવી રૂ .૧.૨૩ લાખ ચાંવ કરી જતા નોંધતો ગુનો
ફરિયાદમાં યુવાને જણાવ્યા મુજબ ગત તા.૨૦મી ફેબ્રુઆરીના રોજ તેની કંપનીમાં શૈલેન્ડરસિંહ નામના સહકર્મીએ જણાવ્યું હતું કે કોલકાતાની કંપનીને રજિસ્ટ્રેશન મળી જતા તેને રશિયામાં વેલ્ડરની જરૂર છે. જેથી ફરિયાદી વેંગટેશ્વર અને મુરલીધરનએ આપેલા નંબર પર કોલ કરતા કોઈ રિતીખા સેન નામની મહિલાએ વાતચીત કરી હતી.
ત્યાર બાદ રિતીખા સેન દ્વારા વેંગટેશ્વર અને મુરલીધરન પાસેથી વિઝા અને ટિકિટ સહિત કુલ રૂ.૧,૨૩,૬૦૦ પડાવ્યા હતા. ત્યાર બાદ બંને યુવાનને દિલ્હી એરપોર્ટ ખાતે બોલાવી પોતાનો મોબાઈલ બંધ કરી ચિટિંગ કરી હોવાનું માલુમ પડતા યુવાને પોલીસનો સહારો લીધો હતો. જેથી પોલીસે રિતીખા સેન નામની મહિલા સામે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.