થોડા સમય પહેલા એક રિપોર્ટ જાણકારી મુજબ ગૂગલ મેપની મદદથી લોકોની સાથે ફોર્ડ કરવામાં આવી રહ્યું છે. એવામાં એક વધુ ફોર્ડ સામે આવ્યો છે.જેમાં ગૂગલ સર્ચની મદદથી નવી દિલ્લીમાં એક મહિલા સાથે લાખો રૂપિયાનો ફોર્ડ થયો છે.આવો જાણીએ ગૂગલ સર્ચ ની મદદથી કેવી રીતે તેમની સાથે ફોર્ડ થયો .
આ ઘટના દિલ્લીના સિમાપુરની છે.જ્યાં ગૂગલમાં કસ્ટમર કેરના નબંર સર્ચ કરવું આ મહિલાને ખૂબ ભારે પડ્યું કે તેના ખાતામાથી 1 લાખ રૂપિયા ઉપાડી ગયા. આ વાત સાંભળવામાં થોડું અજીબ લાગે છે. પરંતુ આ વાત સાચી છે. દિલ્લીના સિમાપુરમાં રહેતી આ મહિલાને ઇ- વોલેટમાં મુશ્કેલી પડી રહી હતી.આ પછી આ મહિલાએ ગૂગલમાં આ કંપનીના કસ્ટમર કેરના નબંર સર્ચ કર્યો અને આ ખેલ શરૂ થયો.
ગૂગલમાં કસ્ટમર કેરનો નબંર મળ્યો.અને નબંર પર મહિલાએ કોલ કર્યો. આ મહિલાએ આ વક્તિને કસ્ટમર કેર સમજીને પોતાના ડેબિટ કાર્ડ નબર આપ્યા.આ પછી તે મહિલાને આ વાતની ખબર પડે તે પહેલા તેના ખાતા માથી 1 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા હતા.આ નબંર કસ્ટમર કેરનો ન હતો પરંતુ ફોર્ડ કરનાર વ્યક્તિનો હતો. ફોર્ડ કરનાર વ્યક્તિએ આ નબર ગૂગલ સર્ચમાં એડિટ કરીને મૂકેલ હતો.
ગૂગલની એક પોલિસી છે. કે જેને જેનેરેટેડ કોન્ટેક કહેવામાઆવે છે.આ પોલિસી મુજબ ગૂગલ મેપ કે ગૂગલ સર્ચ પર આપેલ જાણકારીમા કોઈ પણ એડિટ કરી શકે છે. ગૂગલ સર્ચમાં આપેલ જાળકારીમા મોબાઈલ નબંરની સાથે સાથે એડ્રેસ પણ હોય છે. ફોર્ડ કરવાવાળા આ પોલિસીનો ફાયદો લઈ લોકો સાથે ફોર્ડ કરે છે.