મોબાઈલનો જમાનો આવતા હવે યુવાનોમાં સેલ્ફીનો ક્રેઝ વધ્યો છે. સેલ્ફી લેવા માટે યુવાનો અવનવીન નુસખાઓ અપનાવે છે અને ગમે તેવું સાહસપણ ખેડી લે છે. જો કે ઘણી વખત સાહસ દુર્ઘટનામાં પરીણમે છે તેવા પણ બનાવો બન્યા છે. આવો જ એક બનાવ મુંબઈમાં બન્યો હતો જેમાં તમિલનાડુની ૨૧ વર્ષીય યુવતિ બાંદ્રા નજીક દરિયા કિનારે સેલ્ફી લેવા જતા દરિયામાં ખાબકી હતી.
આ બનાવની મળતી વિગતો મુજબ મીનાક્ષી પ્રિયા રાજેશ નામની યુવતિ બાંદ્રા બેન્ડસ્ટેન્ડ નજીક તેની બહેન અને માતા સાથે સેલ્ફી લઈ રહી હતી ત્યારે દરીયામાં ખાબકી હોવાનું પોલીસ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે. યુવતી અને તેનો પરીવાર મુંબઈમાં વેકેશન માણવા આવ્યા હતા. તેમ પણ કહેવાય રહ્યું છે કે, સેલ્ફી લેતા અગાઉ મીનાક્ષીના પિતાએ તેણે ધ્યાન રાખવા કહ્યું હતું પરંતુ સેલ્ફી લેવાના નશામાં મિનાક્ષીએ સમતોલન ગુમાવ્યું હતું અને દરીયામાં ખાબકી હતી. તેણે શોધવા માટે કવાયત હાથધરવામાં આવી હતી પરંતુ મોડી સાંજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.