૪૨ દિવસમાં ૩૬ને સ્વાઈન ફલુ ભરખી ગયો
સ્વાઈનફલુના વધતા જતા કહેરથી લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી ૧૫૬ કેસ નોંધાયા બાદ ફકત ૪૨ દિવસમાં જ ૧૭૬ કેસ નોંધાયા છે. જયારે ૩૬ દર્દીઓના મોત નિપજયા છે. ડેથ રિવ્યુ કમિટી દ્વારા સ્વાઈનફલુની સારવાર લઈ રહેલા દર્દીઓના મોતનું સચોટ કારણ જાણવાનો પ્રયત્ન કરી દર્દીનું મોત ફલુથી જ થયું છે કે કેમ ? તેનું સચોટ કારણ જાણી શકાય છે. જયારે વધુ ૪૨ દર્દીઓ સ્વાઈનફલુ હેઠળ સારવાર લઈ રહ્યા છે.
દિન-પ્રતિદિન વધતા જતા સ્વાઈનફલુનાં કેસોથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી મહિનાની શ‚આતથી અત્યારસુધી ફકત ૪૨ દિવસમાં રાજકોટ અને આસપાસના જિલ્લાઓમાંથી ૧૭૬ પોઝીટીવ કેસ નોંધાયા છે અને ૩૬ દર્દીઓના મોત નિપજયા છે. જયારે ગત તા.૧૧મીએ પણ અમરેલીના ૪૦ વર્ષીય મહિલાનું પણ સ્વાઈનફલુ સારવાર દરમિયાન મોત નિપજયું હતું. જેને આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ મોત જાહેર કરવામાં આવ્યું છે. સ્વાઈનફલુની શ‚આતથી જ લોકોમાં વધુ ડર ના ફેલાઈ અને દર્દીઓના મોતનું સચોટ તારણ મળી શકે તેના માટે આરોગ્ય વિભાગ દ્વારા ડેથ રિવ્યુ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં દર્દીઓના મોતનું સચોટ તારણ જાણી સ્વાઈનફલુનો મૃત્યુઆંક સચોટ જાણી શકાય છે.
ડેથ રિવ્યુ કમિટી દ્વારા સ્વાઈનફલુમાં સારવાર લઈ રહેલા દર્દીઓના મોત બાદ ફિઝીશીયન, એનેથેસિસ અને મેડીસનની ટીમ મળી તેના મોતનું સચોટ તારણ જાણવા પ્રયાસ કરે છે. જેમાં દર્દીનું મોત ખરેખર એચ૧એન૧થી જ થયું છે કે કોઈ અન્ય બિમારી દ્વારા સચોટ કારણ જાણી મૃત્યુઆંકમાં ઘણો તફાવત મેળવી શકાય છે. દર્દીના મોત બાદ ડેથ રિવ્યુ માટે બે દિવસ જેટલો સમય લાગી શકે છે ત્યાં સુધી દર્દીના મોતને શંકાસ્પદ જાહેર કરવામાં આવે છે.
ગત તા.૧૧ના અમરેલીના કુંકાવાવ તાલુકાના ભાંભણીયા ગામના ૪૦ વર્ષીય મહિલાએ સ્વાઈનફલુ સારવાર દરમિયાન દમ તોડયો હતો. જેનું ડેથ રિવ્યુ બાકી હોવાથી મહિલાના મોતને શંકાસ્પદ જાહેર કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી મહિનાની શ‚આતથી અત્યારસુધી ૧૭૬ સ્વાઈનફલુ પોઝીટીવ કેસ નોંધાયા છે. છેલ્લા થોડા દિવસોમાં થયેલા શંકાસ્પદ મોતના ડેથ રીવ્યુ આવતા મૃત્યુઆંક ૩૬ સુધી પહોંચી રહ્યો છે.