ભારત, રશીયા, અમેરિકા, સાઉદી અરબ, ઓસ્ટ્રેલીયા, યુરોપ, આફ્રિકન દેશોના ધર્મ ધુરંધરોની આભા રોશન
ભારત આદિ અને દિકાળની વિશ્ર્વગુરુની ભૃમિકા અદા કરી છે સ્વામી વિવેકાનંદજીએ દાયકાઓ પૂર્વ દુનિયાને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ નો પરિચય આપ્યો હતો. ભારતની આ પરંપરા યથાવત રહી હોય તેમ તાજેતરમાં જ ઇન્ડોનેશીયાના બાલીમાં યોજાયેલ વૈશ્ર્વીક ધર્મ સંસદમાં બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના ભદ્રેશસ્વામી અને સંતોએ પોતાની જ્ઞાતદિક્ષા આપી હતી.
વિશ્વભરના 400 થી વધુ પ્રતિષ્ઠિત ધર્મના પ્રતિનિધિઓને સંબોધવા માટે મુખ્ય વક્તા તરીકે આયોજકો દ્વારા બીએપીએસ સંસ્થાના મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીને આમંત્રિત કરવામાં આવ્યા હતા.જેમાં પૂજ્ય ભદ્રેશ સ્વામીએ, 2000 માં અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રની મિલેનિયમ વર્લ્ડ પીસ સમિટમાંથી પ્રમુખ સ્વામી મહારાજના ધાર્મિક સંવાદિતાના સંદેશનેને તેમની જન્મશતાબ્દી પર શ્રદ્ધાંજલિ આપીને શરૂઆત કરી હતી.
વેદ, ઉપનિષદો, શ્રીમદ ભગવદ્ ગીતા, ભગવાન સ્વામિનારાયણ અને ભારતીય વિચારની તથા ’ધર્મ’ની સાર્વત્રિક વ્યાખ્યાને પ્રોત્સાહિત કરી હતી, સનાતન ધર્મના સંદેશને વિશ્વમાં ફેલાવનાર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને, દેશ વિદેશના ઉપસ્થિત સૌ કોઈ મહાનુભાવોએ વધાવ્યું હતું.
આ પરિષદના આયોજકો પૈકી એક, યુનિવર્સિટી ઓફ ડલાસ માં રાજકીય ક્ષેત્રના રિસર્ચ સ્કોલર એવા ટિમોથી શાહે પૂ. ભદ્રેશદાસ સ્વામીના સંબોધન માટે કહ્યું,” આ પરિષદના પ્રથમ વાર્ષિક સત્રમાં એક મહાન દાર્શનિક અને શાસ્ત્રીય પરંપરામાંથી પરિષદના હાર્દરૂપ ચિંતન રજૂ કરવા આભાર.”
વિશ્વના અગ્રગણ્ય મુસ્લિમ સંગઠનના અધ્યક્ષ એવા કયાઈ હાજી યાહ્યા ચોલિલ, સ્તાકુફે પૂ. ભદ્રેશદાસ સ્વામી અને અન્ય હિન્દુ અગ્રણીઓનો આભાર માનતા જણાવ્યું,” સમસ્યાઓના સમાધાન માટે આપ અમારી સાથે કટિબદ્ધ છો તે દેખાઈ રહ્યું છે. આપ ઉમદા હેતુ અને શુદ્ધ હૃદય સાથે માનવજાત અને આવનાર વૈશ્વિક સંસ્કૃતિ માટે હકારાત્મક, ઉદાત્ત પ્રદાન આપવા આવ્યા છો તે પ્રતીત થાય છે.” 2023 માં આ પરિષદ ભારતમાં દિલ્લીમાં યોજાશે.