વિપક્ષોની આજની મહા બેઠકમાં કોંગ્રેસ, ટીએમસી, ટીડીપી, સપા, બસપા, ડીએમકે, એનસીપી, આમ આદમી, આરજેડી, જેડીએસ, નેશનલ
કોન્ફરન્સ સહીતની ર૦ જેટલી વિપક્ષી પાર્ટીઓના વડા ઉ૫સ્થિત રહેશે
સંસદમાં મોદી સરકારને ઘેરવા સંયુકત રણનીતી ઘડી કઢાશે
આવતી કાલથી શરુ થઇ રહેલા સંસદના શિયાળુ સત્રમાં મોદી સરકારને ધેરવા વિપક્ષોએ કમર કસી છે. પાંચ રાજયોના પરિણામોના એકઝીટ પોલોમાં કોંગ્રેસ સહીતના વિપક્ષી દળોનો બહુમતિ મળવાની સંભાવના હોય ઉત્સાહિત થયેલા વિપક્ષોની આજે નવી દિલ્હી ખાતે એક બેઠક મળનારી છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની અઘ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં ર૦ વિપક્ષી પાર્ટીઓ ઉ૫સ્થિત રહેવાની સંભાવના વ્યકત થઇ છે. નાયડુએ આ મહાબેઠકને લોકશાહી બચાવ માટે જરૂરી ગણાવી હતી.
આવતી કાલથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. સાથે સાથે આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચુંટણીની સેમી ફાઇનલસમાન પાંચ રાજયોની વિધાનસભાની ચુંટણીના પરિણામો આવનારા છે. આ પાંચેય રાજયોના પરિણામો પહેલા વિવિધ ન્યુઝ એજન્સીઓ દ્વારા જાહેર થયેલા એકઝીટ પોલોમાં ભાજપનો પછડાટ મળતી હોવાના સંકેતો વ્યકત થયા છે.
જેથી સંસદમાં મોદી સરકારને ધેરવા ટીડીપીના વડાઅને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ કમર કસીને આજે તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓની બેઠક બોલાવી છે. આ માટે નાયડુ, સીપીએમના જનરલ સેક્રેટરી સીતારામ ચેચ્યુરી તથા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોએ આ બેઠક માટે તમામ વિપક્ષી પાર્ટીઓના વડાઓનો સંપર્ક કરીને આમંત્રણ પાઠવ્યું હતું.
વિપક્ષોની આ મહા બેઠકમાં કોંગ્રેસનાઆગેવાનો રાહુલ અને સોનિયા ગાંધી, પશ્ચીમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેઝરીવાલ, ડીએમકેના વડા એમ.કે.સ્ટાલીન, આરજેડીના વડા તેજસ્વી યાદવ, નેશનલ કોન્ફરન્સના વડા ફાક અબદુલ્લા, એનસીપીના વડા શરદ પવાર,જેડીએસના વડા એચ.ડી. દેવગોડા, કર્ણાકટના મુખ્યમંત્રી કુમાર સ્વામી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, બસપાના માયાવતી, આરએલડીના અજીતસીંગ, જેએમએમ જન વિકાસ મોરચાના વડાઓએ ઉપસ્થિત રહેવાની સંમતિ આપી હોવાનું જાણવામળ્યું છે. ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સીંગ, કેરળના મુખ્યમંત્રી પી.વિજયન, પોંડીચેરીના મુખ્યમંત્રીએન.નારાયણસ્વામી, પણ આ મહા બેઠકમાં ઉ૫સ્થિત રહેનાર છે. આ મહાબેઠક માટે ભાજપથી નારાજ એનડીએનાસહયોગી આરએલએસપીના કુશવાહીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ મહાબેઠકમાં મોદી સરકારમાં ખેડુતોનીકથડતી હાલત આરબીઆઇ અને સીબીઆઇ વિવાદથી લોકશાહીને થઇ રહેલા નુકશાન, સફેદ સોદામાં કૌભાંડ,આર્થિક કટોકટી સહીતના મુદ્દાઓ પર વિપક્ષોની સંયુકત રણનીતીઘડી કાઢવામાં આવશે.
આ રણનીતી મુજબ સંસદના શિયાળુ સત્રના પ્રારંભથી જ મોદી સરકારનેધેરવામાં આવશે જો કે ૨૦૧૭ માં રાષ્ટ્રપતિ પદની ચુંટણી માટે એક જુથ થયેલા વિપક્ષોસામે ટીએમસીના મમતા બેનર્જીએ પોતાની વિરોધ નોંધાવી અલગ થયા હતા. જે બાદ મે માસમાં કર્ણાટકાના મુખ્યમંત્રી પદ માટે એચ.ડી.ફ કુમાર સ્વામીના પદગ્રહણ વખતે બેંગ્લુરુમાં વિપક્ષોએ એક મંચ પર આવીને મહાગંઠ બંધનની તૈયારી દર્શાવી હતી.
જો કે વિપક્ષોની મહાબેઠકમાં ઓરિસ્સાના મુખ્યમંત્રી અને બીજેડીના વડા નવીન પાટનાયક અને બસપાના વડા માયાવતી ગેરહાજર રહેતેવા અહેવાલો આવ્યા છે. જો કે માયાવતીના પ્રતિનિધિ તરીકે પાર્ટીના મહાસચિવસતીષચંદ્ર મિશ્રા ઉ૫સ્થિત રહેશે. તેવી વિગતો બહાર આવી છે.
ડીએમકેના વડા એમ.કે.સ્ટાલીને ગઇકાલે કોંગ્રેસના વડા રાહુલ અને સોનિયા ગાંધી સાથે બેઠક કરી હતી. ડીએમકેએ એમ.કુરણાનિધિની પ્રતિમાના મુદ્દે ચાલુ માસે ચેન્નઇમાં રેલી યોજવાનું નિર્ણયકર્યો છે. તેમાં જોડાવા કોંગ્રેસને આમંત્રણ આપ્યું હતું. જયારે નાયડુ અમરાવતીમાંઆજે કુમાર સ્વામી બેંગ્લુરુમાં આવતા મહીને રેલી યોજીને સમગ્ર દેશમાં વિપક્ષોનીતાકાત દેખાડનારા છે.