વિરોધ પક્ષોએ સરકાર અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને સમય પહેલા સત્ર સમાપ્ત કરવા વિનંતી કરી, જેને ધ્યાને લઈ સત્ર 29ની બદલે 23એ સમાપ્ત કરી દેવાશે
સંસદનું શિયાળુ સત્ર નિર્ધારિત સમય કરતાં એક અઠવાડિયુ વહેલુ પૂર્ણ થઈ જાય તેવા સંકેતો મળી રહ્યા છે જો કે આ અંગે હજુ સુધી સતાવર જાહેરાત થઈ નથી પણ લોકસભા અધ્યક્ષ દ્વારા આ નિર્ણય લેવાય ગયો હોવાનું જાણવા મળે છે.
સંસદનું શિયાળુ સત્ર નિર્ધારિત સમય કરતાં એક સપ્તાહ અગાઉ 23 ડિસેમ્બરે સમાપ્ત થવાની સંભાવના છે. સત્તાવાર સૂત્રોએ મંગળવારે આ માહિતી આપી.સૂત્રોએ જણાવ્યું હતું કે સંસદના શિયાળુ સત્રને સમય પહેલા સમાપ્ત કરવાની ભલામણ કરવાનો નિર્ણય લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં લોકસભાની બિઝનેસ સલાહકાર સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
મૂળ કાર્યક્રમ મુજબ, સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થયુ હતું અને 29 ડિસેમ્બરના રોજ સમાપ્ત થવાનું છે.નાતાલના તહેવારને ધ્યાનમાં રાખીને, ઘણા વિરોધ પક્ષોએ સરકાર અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને સમય પહેલા સત્ર સમાપ્ત કરવા વિનંતી કરી હતી. જેને પગલે સત્ર વહેલુ પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.