કાર્યકર્તા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે મારા જીવનમાં આવતી દરેક સમસ્યાનો ઉકેલ મને ભગવત ગીતામાંથી મળી રહે છે. એ જ રીતે આજના વિઘાર્થીઓ તેમના જીવનમાં આવનાર દરેક પરિસ્થિતિ સામે ઝઝુમવા સક્ષમ બને તે માટે તેમની પાસે ગીતાજ્ઞાન હોવું આવશ્યક છે.
ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન ગીતા જ્ઞાનનો આવનારી પેઢીમાં પ્રસાર થાય તે માટે સંત આશારામજી પબ્લિક સ્કુલ રાજકોટ દ્વારા ધો.૪ થી ૮ અને ધો. ૯ થી ૧ર એમ બે ગ્રુપના વિઘાર્થીઓ માટે ગત તા. ૧ ડીસેમ્બરના રોજ ગીતા પર આધારીત લેખીત એનસીકયુ ટાઇપ લેખીત પરીક્ષા, શ્ર્લોકગાન, વકતૃત્વ, જેવી ત્રિવિધ સ્પર્ધાનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની વિવિધ શાળાઓમાં અભ્યાસકરતા૦ ૪૦૦ જેટલા વિઘાર્થીઓએ ભાગ લીધો હતો.
જેનો ઇનામ વિતરણ સમારોહ તા.૮ ડીસેમ્બર ૨૦૧૯ રવિવારના રોજ સાંજે ૪ થી ૭ દરમ્યાન સંત આશારામજી પબ્લિક સ્કુલ ન્યારી ડેમ પાસે, કણકોટ રોડ, રાજકોટ ખાત યોજાશે. આ સ્પર્ધાઓમાં ભાગ લેનાર દરેકને પ્રમાણપત્ર તેમજ વિજેતાઓને શિલ્ડ અને રોકડ પુરસ્કારો આપીને પ્રોત્સાહીત કરવામાં આવશે. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો માટે ભોજનની વ્યવસ્થા રાખેલ છે. જેમાં પધારવા શહેરની ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરાયો છે. આગામી પેઢીના ગીતા જ્ઞાનનો પ્રસાર પ્રચાર થાય તે હેતુથી આ આયોજનને સફળ બનાવવા માટે શાળા પરિવારના પરમેશ્ર્વરભાઇ લાલાભાઇ દિનેશભાઇ શાળા સંચાલન મંડળના રમેશ શિંગાળા, પ્રોશ્રીમાળી નરેન્દ્ર વાઘેલા આર. કે. બાબરીયા, યુવા સમીતીના જયેશ પટેલ, કીરીટ રાઠોડ તથા ધર્મ રક્ષા મંચના અગ્રણી બીજલભાઇ ટારીયા સહીતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.
ઇનામ વિતરણ સમારોહ માટે કાર્યકરોએ ‘અબતક’નુ શુભેચ્છા મુલાકાત લીધી હતી.