શિક્ષણનું પ્રમાણ વધતા, ગરીબી ઘટતા તેમજ સરકારની લાભદાયી યોજનાઓ થકી જાગૃતતા ફેલાતા દિકરી પ્રત્યેનો અણગમો દૂર થયો
અભણ નથી રે’વુ બાપુ,મને ભણવા દો,થઇ પંખી મને મુક્તમને ઉડવા દો..
હેપ્પી ડોટર્સ ડે… ‘દિકરી’ના નામે દર વર્ષે ૨૩ સપ્ટેમ્બર ‘ડોટર્સ-ડે’ તરીકે ઉજવાય છે. દીકરી એટલે શું ? દીકરી તો એક શમણું છે. દિલમાં જન્મેલુ, આંખમાં આંજેલુ અને ઉર્જામાં ઉછરેલું એક સપનું છે. દીકરી એટલે કયારેય કયારેય ‘ડીલીટ’ ન થતી અને સદા ‘રિફ્રેશ’ રહેતી લાગણી.
આજના સમયે મોટાભાગના લોકો ખાસ કરીને, માતા-પિતા દિકરીનું મહત્ત્વ સમજતા થયા છે અને દિકરીના જન્મને પ્રાધન્યતા આપતા થયા છે. જો કે, હજુ પણ ઘણા એવા લોકો છે કે, જેઓ દિકરીના જન્મ પ્રત્યે દુર્લક્ષ સેવે છે. દીકરા-દિકરીમાં ભેદભાવ રાખે છે. જો કે, આ માન્યતા સમાજમાંથી ધીરે-ધીરે નષ્ટ થઈ રહી છે જે સમગ્ર સમાજ માટે એક ઉત્કૃષ્ટ વાત છે.
એક દિકરી તરીકે જન્મવું એ પોતાના માટે અને પરિવાર માટે પણ ગર્વની વાત કહેવાય આ જ વાતને દુનિયા સમક્ષ સાબીત કરવા દર વર્ષે સપ્ટેમ્બર માસના અંતિમ રવિવારે ‘ડોટર્સ-ડે’ ઉજવાય છે. દિકરી પ્રત્યે સેવાતુ દુર્લક્ષની માનસિકતા તદ્દન ખોટી છે તેમ આપણે આજની જનરેશન પરથી સાબિત કરી શકીએ છીએ. કારણ કે આજના સમયે દરેક ક્ષેત્રે દિકરી-દીકરાની સમોવડી બની છે. ઘરકામ હોય કે પછી સરહદ પર દેશની સુરક્ષા, દરેક ક્ષેત્રે પોતાની ઓળખાણ ઊભી કરી પોતાનું વર્ચસ્વ આપવામાં દિકરીઓ સફળ સાબિત થઈ છે.
કહેતા હૈ બાબુલ ઓ મેરી બીટીયા,
તુ જો હે મેરે જીગર કી ચીઠ્ઠીયા
ડોટર્સ-ડે એક પિતા માટે માત્ર એક દિવસ ઉજવાતો નથી પરંતુ તેના માટે તો દરેક પળ ડોટર્સ-ડે છે અને તે દીકરાઓની સરખામણીમાં ટોપ પર છે. આ અંગે વધુ જણાવતા આર જે પાયલ કહે છે. કે, “ડોટર્સ ઈઝ નોટ ટેન્શન બટ ઈકવન ‘ટેન’ સન્સ મારો જન્મ ૧૯૮૨માં થયો છે અને તે સમયે થોડે ઘણે અંશે પણ મા-બાપના મનમાં એવો ખ્યાલ આવતો કે એક દિકરો ‘વારસદાર’ હોય તો સારું જો કે, અમારા ઘરમાં આ વિચારસરણી સાવ ઉંધી હતી.
અમે ત્રણ બહેનો છીએ અને હું એમાં સૌથી નાની છું પણ મને કયારેય મારા મમ્મી-પપ્પાએ ‘તુ દિકરી છે’ તારે આમ જ કરવું આમ જ બેસવુ આમ જ બોલવું તેવી કોઈ પાબંદીઓ લગાવી નથી. મારા પપ્પા રાત્રે ૧૧ વાગ્યે પણ અમને ઘરેથી ગાડીમાં પેટ્રોલ પુરાવવા એકલા જ મોકલતા અને અમે પણ નાનપણથી પોકેટ મની માટે કયારેય હાથ લંબાવ્યો નથી હું મારી બે બહેનો ત્રણે ભેગા થઈને ટયુશન્સ ચલાવતા અને અમારો ખર્ચ કાઢી લેતા જો કે પપ્પાએ કે મમ્મીએ કયારેય પૈસા બાબતે અમને રોક-ટોક કરી જ નથી.
હું મારા પપ્પાની ખૂબજ લાડકી છું અને મારા મમ્મીએ પણ હંમેશા અમને સપોર્ટ કર્યો છે એ કેરીયરનો પ્રશ્ન હોય કે પછી અન્ય કોઈ પણ મારી આરજે તરીકેની કેરીયરમાં મેં આવા કેટલાક શો કર્યા જેમાં ૧૮ થી ૨૩ વર્ષની છોકરીઓએ નામ ન આપવાની શરતે મારી સમક્ષ કેટલીક મુજવણો રજૂ કરી અને તેના જવાબ પણ મેં પબ્લીક પાસેથી જ માગ્યા.
કેરીયર અને લગ્ન વચ્ચે સંઘર્ષ કરી આ છોકરીઓ વિવિધ વિચારોમાં ઘેરાઈ જાય છે અને યોગ્ય ડિસીજન લઈ શકતી નથી જો કે પબ્લીકે પણ ખૂબજ સપોર્ટીવ જવાબ આપી છોકરીને કેરીયર અને લગ્નના સંઘર્ષમાંથી મુકત કરી અને એક આરજે તરીકે મને મારી આ જોબ માટે ગર્વ છે.
અંગ્રેજીમાં ખૂબ જ સુંદર એક વાકય છે. ઇંજ્ઞક્ષજ્ઞિ ઢજ્ઞીિ મફીલવયિંિ ઝવફુ ફયિ ઇંજ્ઞક્ષજ્ઞફિબહય જો આપણે સમાજને કોઈ મેસેજ આપવા માંગતા હોઈએ તો તેની શરૂ આત ઘરમાંથી જ કરવી જોઈએ તેવું કહેતા એકટર, ડાયરેકટર આરતીબેન પટેલે કહે છે, મારા માટે મારી બંને દિકરીઓ મારી બેસ્ટ કંપની છે.અમારી વચ્ચે લાગણીના સંબંધોની સાથે સાથે મિત્રતાના સંબંધો વધારે છે. જયારે મારા ઘરે દિકરીઓનો જન્મ થયો ત્યારે મારા સાસુએ એવું કહ્યું હતું કે મારા આયુષ્યના દસ વર્ષ વધી ગયા. એટલે કે પહેલા જે જેન્ડર ગેપ હતો તે હવે નહીવત છે.
દિકરીઓ પણ દીકરાઓના કામ કરી શકે છે. આ બદલાવ આપવાનું મુખ્ય કારણ એજયુકેશન છે. પહેલા છોકરીઓને ભણવા દેવામાં આવતી હીં. હોય ધ સ્કુલનું પ્રમાણ ખૂબજ ઉંચુ હતું જે હવે ઓછું છે. હા કયાંક સાવ અંતરિયાળ ગામડાઓમાં થોડા ઘણા અંશે જેન્ડર પ્રોબ્લેમ હશે પણ તેનું પ્રમાણ ઓછું છે.
જો કે અત્યારની જનરેશન એવું જરાય વિચારતી નથી અને દીકરા દિકરીમાં કોઈ ભેદ રાખતી નથી. અત્યારે દિકરીઓ પણ દીકરા જેટલી જ સક્ષમ છે. મેં મારી બંને દિકરીઓ આરોહી અને અંજનાને કયારેય તે એક દિકરી છે એવો અહેસાસ થવા જ નથી દીધો. દરેક દિકરી તેના પિતા માટે ‘પરી’નું પ હોય છે.મારી દિકરી મારા માટે મારુ અભિમાન છે. આ અંગે વધુ જણાવતા કોમ્યુનિકેશન કન્સલ્ટન્ટ હાર્દિક શાહ કહે છે કે, જયાં સુધી સમાજ પોતે ‘સેવ ધ ગર્લ ચાઈલ્ડ’ બાબતે જાગૃત નહીં થાય ત્યાં સુધી દિકરીને થોડે ઘણે અંશે પ્રોબ્લેમ રહેશે. સરકાર ભલે ગમે તેટલી યોજનાઓ દિકરીઓ માટે બનાવે પણ જો કુટુંબ-સમાજ આ પ્રત્યે જાગૃતતા નહીં લાવે ત્યાં સુધી સરકારી યોજનાનો બિન ઉપયોગી થશે.
આપણા સમાજમાં દિકરીઓને પહેલેથી જ એવા સંસ્કાર થોપી બેસાડાય છે કે બધાને જમાડીને છેલ્લે જ જમવું પરંતુ ક્યારેય કેટલાક ઘરોમાં છેલ્લે જમવાનું પુરતું હોતુ પણ નથી અને ઘરની મહિલા ફરી રસોઈ કરવામાં થાક અનુભવે છે જેને પગલે હોય તેટલું જમી લે છે આને કારણે કુપોષણની એક ચેઈન શરૂ થાય છે
તો આવા પરિવારોએ તેમની માનસિકતા બદલવી જોઈએ અને ઘરના અન્ય સભ્યોની સાથે જમવા બેસે તો કદાચ આ કુપોષણની ચેઈન બંધ થઈ શકે છે. જો દિકરીને ઘરમાં જ યોગ્ય સ્પેસ મળે તો તેને ઉડવા માટે આસમાન પણ નાનુ પડે છે. સરકાર અવેરનેસના કાર્યક્રમ કે સેમિનાર યોજી શકે પરંતુ તેમાં ભાગીદારી તો સમાજ કુટુંબ કે પરિવારની જ હોય છે.
મારી દિકરીઓની વાત કરું તો મારી બંને દિકરીઓ મારૂ અભિમાન છે. મને ગર્વ છે કે હું તેમનો પિતા છું ઘરે જતાની સાથે જ મારી દિકરીઓના મોઢા પરનું સ્મિત જોઈ હું આખા દિવસના ટેન્શન અને કામમાંથી મુકત થઈ જઉ છું, મારા ઘરમાં દિકરીઓનું ખૂબ જ માન છે અને તેમને મારા ઘર, કામ માટે લકી માનવામાં આવે છે.
લોકોમાં દિકરીઓ પ્રત્યે હવે જાગૃતતા આવી રહી છે. પહેલાની સરખામણીમાં અત્યારે જો સંતાનોમાં એક દિકરી જ હોય તો માતા-પિતા બીજા સંતાનની આશા છોડી દે છે કદાચ આવુ શિક્ષણને કારણે થયું છે તેવું કહેતા રાજકોટના ગાયનેકોલોજીસ્ટ ડો.નીતા ઠક્કર કહે છે.
પહેલા કરતા દિકરી વિશેની જડ માન્યતાઓ થોડે ઘણે અંશે ઓછી થઈ છે. પહેલા દીકરાની આશામાં પ્રસુતિનું પ્રમાણ પણ વધી જતું હતું અને નવ-નવ દીકરીઓ સુધી દિકરા માટે રાહ જોવાતી પરંતુ હવે આ બાબતે લોકો જાગૃત થયા છે અને દિકરી-દીકરાને સમકક્ષ જ માને છે.
જો કે અન્ય દેશ કે રાજયોની સરખામણીમાં ગુજરાતમાં થોડે ઘણે અંશે દિકરીઓના એજયુકેશનના પ્રોબ્લેમ નડે છે. આમ છતાં લોકોમાં જાગૃતિ આવી છે અને હવે લોકો દિકરીઓને ભણાવે છે અને પગભર થવા માટે પ્રોત્સાહન પણ આપે છે.દિકરીને ગાય દોરે ત્યાં જાય એ કહેવત હવે જૂની થઈ ગઈ છે હવે દિકરી ઘરનો દીવો છે આ અંગે વધુ જણાવતા કણસાગરા કોલેજની વિદ્યાર્થિની પાઠક ફોરમ કહે છે. હું રાજકોટથી ૩૦ કિ.મી. દૂર આવેલા ખેરડીથી રોજ કોલેજ અપડાઉન કરું છું ભણવાની સાથે સાથે હું ડ્રામામાં પણ રૂચી ધરાવું છું અને ડ્રામામાં પણ કામ કરૂ છું, ડ્રામા એક એવું પ્લેટફોર્મ છે જેમાં તમે તમારી જાતને ઓળખી શકો છો.
મને મારા ઘર, માતા-પિતા, કુટુંબ પાસેથી ખૂબજ સપોર્ટ મળી રહ્યો છે અને આટલે દૂરથી આવતી હોવા છતાં મને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી અને કદાચ એવી ઘટના બને તો હું મારી રક્ષા કરવામાં પણ સક્ષમ છું. તો ભોજાણી માનસી પણ આવું જ કંઈક કહે છે, કહેવું છે કે હું ભણવાની સાથે સાથે મિડીયા સાથે પણ સંકળાયેલી છું. હું રેડિયોમાં થિયેટરમાં અને ડ્રામા ક્ષેત્રે કામ પણ કરું છું. મારા માતા-પિતાને પણ મારા આ કામથી કોઈ પ્રોબ્લેમ નથી કયારેક મને ઘરે જવામાં મોડુ પણ થઈ જાય છે. આમ છતાં મારા માતા-પિતાને એક દિકરી તરીકે મારા પર પુરો વિશ્વાસ છે.કણસાગરા કોલેજમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતી પારઘી પાયલ કહે છે કે, મારુ મુળ ગામ ચિભડા છે અને હું અહીં હોસ્ટેલમાં રહુ છઉં મારા ગામમાં દિકરીઓને ખાસ ભણાવવામાં આવતી નથી. આમ છતાં મારા માતા-પિતાએ મને ભણવાની અને એ પણ હોસ્ટેલમાં રહીને કમ્પ્યુટર સાયન્સ કરવાની છૂટ આપી તે મારા માટે ખૂબ જ મોટી ઘટના છે.
હું ભણવાની સાથે સાથે ઈત્તર પ્રવૃતિ પણ કરું છું મારી ઈચ્છા આઈએએસ થવાની છે અને જો મારું આ સપનું સાકાર થશે તો મારા ગામની ઘણી બધી છોકરીઓને અને તેના માતા-પિતાને પ્રેરણા મળશે. હું તેમના માટે યોગ્ય પ્લેટફોર્મ ઉભુ કરી શકીશ.તો બીજી તરફ ક્રિકેટ ક્ષેત્રમાં જ પોતાનું કેરીયર બનાવવા માગતા નગ્મા પઠાણ કહે છે કે મારે મારા પગ પર ઉભુ રહેવું છે અત્યારે વુમન્સ ક્રિકેટની બોલબાલા છે જો કે આ ફિલ્ડ ટફ પણ ખૂબ જ છે. પરંતુ હું કોલેજમાં દરરોજ ૩ થી ૪ કલાક પ્રેકટીસ કરું છું જેનાથી મારી સ્ટેન્થ વધે છે મને કયારેય દિકરી તરીકે સ્પોર્ટમાં કોઈ પણ પ્રોબ્લેમ થયા નથી કેમ કે હું શારીરિક અને માનસિક રીતે સક્ષમ છું મને વિશ્વાસ છે કે આવનાર સમયમાં હું સ્પોર્ટસના ક્ષેત્રમાં મારું નામ કરીશ.મારે દેશ માટે કંઈક કરવું છે તેવું કહેતા એનસીસી કેડર ભૂમિકા લાડવા કહે છે કે, હું એનસીસી કેડર છું અને મને મારા કામ પ્રત્યે ખૂબજ લગાવ છે, હું એનસીસીના માધ્યમથી દેશ માટે કંઈક કરવા માંગુ છું. હથિયાર ધારી કે બીન હથિયારધારી પોલીસની પરીક્ષા આપવી હોય તો શારીરિક સક્ષમતા ખૂબજ જરૂરી છે અને હું તે માટે અત્યારથી જ મહેનત કરું છું મારે કલાસ-૧ ઓફિસર તરીકે કામ કરવું છે અને તેના માટે એનસીસી એ ખૂબજ કારગત નિવડશે.દિકરીએ આપણા બગીચાનું સુંદર ફુલ છે અને તેને ખીલવા દેવી જોઈએ જો તેને મુરઝાવી નાખીએ તો બગીચાની શોભા બગડી જાય છે. આ અંગે વધુ જણાવતા કણસાગરા કોલેજના પ્રોફેસર ડો.જયોતિબેન રાજયગુરુ કહે છે કે હું આ કોલેજમાં છેલ્લા ૨૦ વર્ષથી ભણાવું છું મારું માનવું છે કે છોકરીઓમાં ટેલેન્ટ હોય છે પરંતુ તેને પ્રોત્સાહનની જરૂર છે.
આત્મવિશ્વાસ જ સફળતાનું મુખ્ય કારણ છે. દરેક દિકરીઓ માટે તેના ટીચર અને પેરેન્ટસનો પ્રભાવ હોય છે. માટે તેને તેની ઈચ્છા પ્રમાણે પ્રવૃતિ કરવા દેવી જોઈએ. કયારેય દિકરીઓને એમ ન કહેવું કે તને ખબર ન પડે માટે દિકરીઓને કવોલિટી ટાઈમ આપો મને યાદ છે કે મારી પાસે એક એવા માતા-પિતા આવ્યા હતા જેમને તેમની દિકરી વધુ ભણે કે ડ્રામામાં કામ કરે તે પસંદ ન હતું.
તેમનું માનવું હતું કે વધુ ભરેલી અને ડ્રામામાં કામ કરતી દિકરીઓના લગ્નમાં તકલીફ ઉભી થાય છે. યોગ્ય મુરતીયો મળતો નથી જો કે મારી સમજાવટ બાદ તેના માતા-પિતા માની ગયા હતા અને અત્યારે તે દિકરી એડ કંપનીમાં કામ કરે છે. એટલે લગ્ન અકે કારકિર્દીમાં કયારેક સંઘર્ષ થાય છે જેમાંથી દિકરીઓ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકતી નથી.
દિકરા-દિકરી વચ્ચેનો ભેદ હટયો
અગાઉ કન્યા ભ્રુણ હત્યા, જન્મ થતાં જ બાળકીને દૂધપીતી કરી દેવાની પ્રથા, બાળ લગ્ન, દહેજ પ્રથા, સતી પ્રથા જેવા અનેકો કુરિવાજો હતા જેનો સેંકડો બાળકીઓ અને મહિલાઓ ભોગ બની હતી. સતી પ્રથા જેવી કુરિવાજ પર રોક લગાવવામાં રાજા રામ મોહનરાયનો સિંહફાળો રહ્યો છે. આથી તેમને સમાજ સુધારકનું બિરુદ પણ મળેલું છે. તેઓ આધુનિક ભારતના જનક તરીકે પણ ઓળખાય છે.
દિકરીઓ માટે સરકારની દિલેરી
આજના સમયે દિકરીઓ આગળ વધી છે અને પ્રગતીશીલ બની છે. સંઘર્ષપી પાંખો વડે આસમાનને આંબી છે. ત્યારે આ નવી ઉંચાઈઓ સર કરવા પાછલ એક હાથ સરકારનો પણ રહેલો છે. કારણ કે, દેશની દિકરીઓના સર્વાંગી વિકાસ માટે સરકારે ઘણી લાભદાયી યોજનાઓ બહાર પાડી છે. દિકરીના શિક્ષણ, સ્વાસ્થ્ય તેમજ કૌશલસભર જીવન માટે કેન્દ્ર તેમજ રાજય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી મહત્વના લાભો આપવામાં આવી રહ્યાં છે.
ખાસ દિકરીઓ માટે સરકારી યોજનાની વાત કરીએ તો સરકાર દ્વારા ધનલક્ષ્મી યોજના, સુકન્યા સમૃધ્ધી યોજના, બાલીકા સમૃધ્ધી યોજના, ઉજ્જવલા યોજના, બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન આ ઉપરાંત ચિરંજીવી યોજના, ક્ધયા કેળવણી નિધિ, કુંવરબાઈનું મામે યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, સરસ્વતી સાધના યોજના, વિદ્યાદીપ યોજના, વિદ્યાલક્ષ્મી યોજના, સાતફેરા સમૂહ યોજના તેમજ વિદ્યા સહાય અને તાલીમ યોજના જેવી અનેકો લાભદાયી યોજના બહાર પાડવામાં આવી છે.
સુક્ધયા સમૃધ્ધિ યોજના
આ યોજનાને વડાપ્રધાન દ્વારા ૨૧ જાન્યુઆરી, ૨૦૧૫માં લોન્ચ કરાઈ હતી. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત દિકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા તેમજ લગ્ન સમયે ખર્ચ આપવાના હેતુસર આ યોજના શ કરાઈ છે. જેના લાભ માટે પોસ્ટ ઓફિસ અને બેંક ખાતુ ખોલાવી તેમાં દિકરી ૧૪ વર્ષની થાય ત્યાં સુધી દર વર્ષે ૧૦૦૦ રૂપીયા જમા કરાવવાના રહે છે ત્યારબાદ દિકરીની ૨૧ વર્ષ ઉંમર પૂર્ણ થતાં એકાઉન્ટની મેચ્યુરીટી થઈ જાય છે અને આ રકમ પર સરકાર ૮.૬૧ % વ્યાજ આપી રહી છે.
બાલિકા સમૃધ્ધિ યોજના
દિકરા-દિકરી વચ્ચે ભેદભાવને નાથવા, દિકરીઓમાં આક્ષરતાનું પ્રમાણ વધારવા તેમજ ઉચ્ચ શિક્ષણની સુવિધા આપી દિકરીઓને નોકરી અપાવવાના હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના લાગુ કરાઈ છે. દિકરીના જન્મ સમયે સરકાર આ યોજના અંતર્ગત રૂ.૫૦૦ની સહાય આપે છે. આ ઉપરાંત ધો. ૧ થી માંડી ૧૨ સુધી રૂ.૩૦૦ થી લઈ ૧૦૦૦ સુધીની સ્કોલરશીપની સહાય પણ પૂરી પાડવામાં આવે છે.
બેટી બચાવો, બેટી પઢાઓ યોજના
ભારતમાં પહેલેથી જ સ્ત્રી-પુરુષના રેશીયામાં મોટો તફાવત રહેલો છે. વર્ષ ૨૦૦૧માં ૧૦૦૦ છોકરાઓની તુલનાએ ૯૨૭ છોકરીઓની સંખ્યા નોંધાઈ હતી જે ૨૦૧૦માં ઘટી ૯૧૮ થઈ ગઈ હતી. આ ચિંતાજનક ઘટાડા સામે ધ્યાન દોરી કેન્દ્ર સરકારે ૨૧ જાન્યુઆરી, ૨૦૧૫થી ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના શરૂ કરી હતી જે અંતર્ગત પીએમ નરેન્દ્ર મોદીએ મંત્ર આપ્યો હતો કે, ‘દિકરો-દિકરી એક સમાન’ દિકરીના જન્મને પ્રાધાન્યતા આપી ઉચ્ચકક્ષાની શિક્ષા અપાવવા તેમજ જાતિય રેશિયાને ઘટાડવા આયોજન હેઠળ દેશભરમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
કુંવરબાઈનું મામેરું યોજના
આ કુંવરબાઈ મામેરું યોજના વર્ષ ૧૯૯૧માં શ કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય છે કે, દિકરીના લગ્ન પ્રસંગે તેના પિતાને આર્થિક મદદ કરવી. કુટુંબની બે દિકરીના લગ્ન સમયે સરકાર દ્વારા આ યોજના અંતર્ગત રૂ.૧૦,૦૦૦નો ચેક આપવામાં આવે છે.
સાત ફેરા સમૂહ લગ્ન યોજના
ગુજરાત સહિત ભારતભરમાં ઘણા માતા-પિતા એવા છે કે જેઓ દિકરીના લગ્ન માટે દેવુ કરે છે, ઉછીના પૈસા લઈ દિકરીના લગ્ન કરવા પડે છે. ત્યારે નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા લોકો સમૂહ લગ્નોમાં જોડાય તેવા હેતુસર સરકાર દ્વારા ૧૯૯૮માં સાત ફેરા સમૂહ લગ્ન યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં સમૂહ લગ્નમાં ભાગ લેનાર યુગલને રૂ.૧૦,૦૦૦ના મુલ્યના નર્મદા શ્રીનિધિ સર્ટિફીકેટ આપવામાં આવે છે જયારે સમૂહ લગ્નનું આયોજન કરનારી સંસ્થાઓને વધુમાં વધુ ૫૦,૦૦૦ રૂપીયાનું ભંડોળ આપવામાં આવે છે.
અન્ય મહત્વની યોજનાઓ
આ જ રીતે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા ઘણી મહત્વની યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે. જેમાં ધનલક્ષ્મી યોજના, ભાગ્યશ્રી યોજના, વિદ્યાદીપ યોજના, ચિરંજીવી યોજના અને ક્ધયા કેળવણી નિધિ સહિતની લાભદાયી યોજનાઓનો સમાવેશ થાય છે.
અગાઉની સરખામણીએ આજના સમયમાં વધઉ લોકો દિકરીને મહત્વતા આપતા થયા છે. સામાન્ય કુટુંબથી માંડી મોટા ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ ઉપરાંત બોલીવુડ જગતના સુપ્રસિધ્ધ અભિનેતા-અભિનેત્રીઓ પણ દિકરીના જન્મને પ્રાધાન્યતા આપતા થયા છે. દિકરીના જન્મને શુભ માને છે. બોલીવુડની વાત કરીએ તો
ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની દિકરી આરાધ્યા સમગ્ર બચ્ચન પરિવારનું ગૌરવ છે.જયારે અનીલ થડાની અને રવિના ટંડનની પુત્રી રાસા થડાન
ફિલ્મ મેકર આદિત્ય ચોપરા અને રાની મુખર્જીની દિકરી અદિરા ચોપરા તેમજ શાહિદ કપુર અને મીરા રાજપુતની દિકરી મીશા રાજપુત છે. જેઓને એક દિકરીના માતા-પિતા બનવા પર ગર્વ છે.