ફરીયાદ નોંધાવ્યાને ૧૦ દિવસ થયા હોવા છતાં આરોપીની ધરપકડ ન કરાઇ: કલેકટરને આવેદન
વઢવાણ જોરાવરનગરમાં યુવક પર હુમલો થયાની ફરીયાદ નોંધાવ્યાને ૧૦ દિવસ વીતી ગયા છતાં પોલીસે આરોપીઓની ધરપકડ ન કરી હોવાથી યુવકની પત્ની દ્વારા ઉ૫વાસ આંદોલન શરુ કરવામાં આવ્યું છે. આ સાથે જીલ્લા કલેટકરને આવેદનપત્ર પાઠવી આરોપી સામે કડક પગલા લેવાની માંગ ઉઠાવી છે.
રત્નાબેન મકવાણાએ આવેદનપત્રમાં જણાવ્યું કે તેઓના પતિા ઘરની આગળ બાવળો કાપતા હતા ત્યારે સામે રહેતા ભરવાડ સુરેશભાઇ કરશનભાઇ તેમજ કરશનભાઇ ભીખાભાઇ તેમજ કરશનભાઇના પત્ની આ તમામ લોકોને મળી ગેકાયદેસર મંડળી રચી લોખંડના પાઇપો અને જીવલેણ હથીયારો લઇ પતિ તેમજ ભત્રીજી રામુબેન કાંતિભાઇ મકવાણાને ગાળો આપી જાતિ અપમાનીત કરી જીવલેણ હુમલો કરેલ જેમાં પતિનો ડાબો પગ ભાંગી નાંખેલ અને લોખંડની કોદાળી મારી મારા પતિનો ડાબો કાન કાપી નાખેલ અને આ ડાબા કાને ૧૦ ટાંકા આવેલ અને હાલ અત્યારે સી.યુ.શાહ ટી.બી. દવાખાનામાં દાખલ છે બનાવ બન્યાને આજે ૧૦ દિવસ થવા છતાં એકપણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ નથી અને આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે.
જોરાવરનગર પોલીસ સ્ટેશનને અવાર નવાર રજુઆત કરેલ કે આરોપીઓની ધરપકડ કરો તેમ છતાં હજુ સુધી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ નથી આ યોગ્ય કરવામાં આવે તેમ માંગ છે.