શ્રમિક પરિવારની શોધખોળ બાદ ચાર દિવસ બાદ ગુંદાસર ગામના કુવામાંથી લાશ મળી આવી ; બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
પત્ની વિરમગામ લગ્નપ્રસંગમાં જતા પતિ તેની પૂર્વ પ્રેમિકાને મળવા ગોંડલ ગયો અને જિંદગીનો સફર પુરી થઈ ગઈ
ગોંડલના ગુંદાસરા ગામ પાસે વાડીમાં કામ કરતી મૂળ મધ્યપ્રદેશની પ્રેમિકાને ગત તા. ૨૦ ના રોજ મળવા ગયેલા શાપરના પરણિત પ્રેમી પાછળ અંધારી રાત્રીમાં પ્રેમિકાના ભાઈએ દોટ મુક્તા પ્રેમી વંડી ઠેકી ભાગવા જતા ખુલ્લા કૂવામાં ખાબકતા મોત નીપજ્યું હતું.ગોંડલ તાલુકા પોલીસે ચાર દિવસ કુવામાંથી યુવકના મૃતદેહને બહાર કાઢી પી.એમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો છે.બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ શાપર વેરાવળમાં ચાર ભુજા કંપનીમાં રહી મંજૂરીકામ કરતો ઉજ્જનસિંગ જ્ઞાનેન્દ્રસિંગ ગૌતમ ( ઉ.વ ૨૬)ની પત્ની જ્યોતિકા ગત તા. ૨૦ ના રોજ વિરમગામેં મિત્રના લગ્ન પ્રસંગમાં ગઈ હતી.જે અરસામાં તેનો પતિ ઉજજનસિંગ રાત્રીના સમયે પોતાનું બાઈક લઈ ગોંડલના ગુંદાસર ગામે મૂળ મધ્યપ્રદેશની પ્રેમિકા અંજુબેનને મળવા ગયા હતો. રાત્રીના ૧૧;૦૦ વાગ્યે પ્રેમીકા અંજુના ભાઈને જાણ થતાં ટોર્ચ ચાલુ કરી બહેનના પ્રેમી ઉજ્જન પાછળ ગળગળતી દોટ મૂકી હતી. અંધારામાં અવાજ સાંભળી શાપરનો પ્રેમી ઉજ્જનસિંગ વંડી થેપી ખેતરના ખુલ્લા માર્ગે ભાગતા ભાગતા અંધારામાં પાળી વગરનો કૂવોમાં ખાબક્યો હતો.મધ્યરાત્રીએ કોઈ મદદ નહિ મળતા પાણીમાં ગરક થઈ જવાથી યુવકનું મોત નીપજ્યું હતું.
બનાવ અંગે શ્રમિક પરિવારે શાપર પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ નોંધાવી યુવકની શોધખોળ હાથ ધરી હતી.ચાર દિવસ બાદ પૂર્વ પ્રેમિકાને મળવા ગયો હોવાની આશકાએ પરિવારજનોએ તપાસ કરતા ગોંડલના ગુંદસર ગામે કુવા પાસેથી બાઈક મળી આવ્યું હતું. વધુ તપાસ દરમિયાન કૂવામાં યુવકનો મૃતદેહ તરતો દેખાતા શાપર પોલીસને જાણ કરો હતી.પી.એસ.આઈ મોહિત સિંધવની ટીમે ઘટના સ્થળે દોડી જઇ ફાયરબ્રિગેડની મદદથી મૃતદેહને બહાર કાઢી પી.એમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતક ઉજ્જન બે સંતાનનો પિતા હતો અને ૨૦૧૫ માં જ્યોતિકા સાથે લગ્નના તાંતણે બધાયો હતો.ગોંડલ તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં શાપરનો યુવાન બે સંતાનનો પિતા હોવા છતાં તેની પ્રેમિકા અંજુને મળવા જતો હતો. અગાઉ અંજુ ચાર ભુજા કંપનીમાં કામ કરતી હતી.કારખાનામાં જ બન્ને વચ્ચે પ્રેમસબંધ બધાયો હતો.જો કે પરિવારજનોને જાણ થઈ જતા અંજુને ધાક ધમકી આપી ગુંદસર ગામે વાડીમાં ખેતમજૂરી કામ કરવા મોકલી દીધી હતી. આમ છતાં બંને વચ્ચે પ્રેમ સબંધ યથાવત રહેતા કરુણ અંજામ આવ્યો હતો.